ચંદનની ચોરી કરનાર “પુષ્પા” ઝડપાયો…!

ચંદનની ચોરી કરનાર
ચંદનની ચોરી કરનાર "પુષ્પા" ઝડપાયો...!
‘પુષ્પા’ ફિલ્મમાં બતાવેલ ચોરીથી પ્રેરિત થઈને  એક યુવકે ટ્રકમાં ઈં ૨.૪૫ કરોડના લાલ ચંદનની દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ફિલ્મ અને એન્ટરટેનમેન્ટની દુનિયામાં અનેક એવી દ્યટનાઓ બતાવવામાં આવે છે જે રિયલ લાઈફમાં શકય નથી. પરંતુ અનેક લોકો તેનાથી પ્રેરાઈને તેની કોપી કરીને મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. ચંદનની ચોરીની  સ્ટોરી પર આધારિત સુપર હિટ ફિલ્મ પુષ્પાથી પ્રેરાઈને અને હીરો અલુ અર્જુનની ટેકિનક વાપરીને ચંદનની દાણચોરી કરવાની કોશિશ કરનાર યુવકની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસે તપાસ દરમિયાન તેની આ દાણચોરી પકડી પડી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ યુવક અલુ અર્જુનના કેરેકટર ‘પુષ્પા’ થી પ્રેરિત હતો કારણ કે તેણે ચંદન સાથે ટ્રક ભરીને અને તેની ટોચ પર શાકભાજીના બોકસ મૂકીને મૂવી સ્ટાઈલમાં  ચંદનની દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

Read About Weather here

આ સાથે ચોંકાવનારી વાત તો એ છે કે, આરોપીએ ટ્રક પર કોવિડ-૧૯ આવશ્યક ઉત્પાદનોનું સ્ટીકર ચોંટાડ્યું હતું જેથી પોલીસ કોઈ શંકા વગર કોઈપણ તપાસ ન કરે. આરોપીએ પ્લાન બનાવ્યો હતો કે, આ ટેકિનકનો  ઉપયોગ કરીને તે કર્ણાટક આંધ્રપ્રદેશ બોર્ડરથી મહારાષ્ટ્ર પહોંચવું. પરંતુ, બોર્ડર પોસ્ટ આગળ જ મુંબઈ પોલીસે ચેકીંગ દરમિયાન તેને ઝડપી પડ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here