ઘર-દુકાન પાસે પાર્કિંગ ચાર્જ નહીં લેવાય

ઘર-દુકાન પાસે પાર્કિંગ ચાર્જ નહીં લેવાય
ઘર-દુકાન પાસે પાર્કિંગ ચાર્જ નહીં લેવાય

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય, મનપાના 41 પાર્કિંગમાં ચાર્જ વસુલાશે

આજે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 40 દરખાસ્તો સર્વાનુમતે મંજુર કરવામાં આવી છે. ઘર, દુકાન પાસે વાહન પાર્કિંગ ચાર્જ વસુલવામાં નહીં આવે.

Visit Saurashtra Kranti Homepage here

મહાનગરપાલિકાનાં 41 પાર્કિંગ સ્થળોએ ચાર્જ વસુલવામાં આવશે. તેમ સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ તથા સ્ટેન્ડિંગનાં સભ્યોએ નિર્ણય લીધો છે. 15 કરોડથી વધુના ખર્ચે વિકાસનાં કામોને બ્હાલી આપી છે.

મહાનગરપાલિકા હસ્તકનાં પાર્કિંગ પ્લોટમાં પાર્કિંગ કરવા માટે માસિક પરમીટ જૂની જોગવાઈ મુજબ ચાલુ રહેશે. મહાનગરપાલિકા દ્વારા રીક્ષા કે ટેક્સી પાર્કિંગ નક્કી કરવા માટે શહેર ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ સાથે સંકલન કરી પાર્કિંગની જગ્યાઓ નક્કી કરવામાં આવશે.

તેમજ સાઈન બોર્ડ, નો-પાર્કિંગ બોર્ડ, રોડ પરના પાર્કિંગ વગેરે મુકવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અન્ય શહેરોની પાર્કિંગ પોલીસીનો અભ્યાસ તથા તેને લાગુ કર્યા બાદ આવેલ મુશ્કેલીને ધ્યાને લઇ શહેરની પાર્કિંગ પોલીસીમાં પાર્કિંગનાં દર કે સમાન રહે

Read About Weather here

તે માટે હાલ પ્રીમીયમ વિસ્તારો અથવા શેરીઓ અને નોન-પ્રીમીયમ વિસ્તારોની જોગવાઈ રજૂ કરવામાં આવેલ પાર્કિંગ પોલીસીમાંથી પડતી મુકેલ છે. જેથી સામાન્ય જનતાને પ્રીમીયમ વિસ્તારો માટે વધુ પાર્કિંગ ચાર્જ આપવામાંથી પડતી મુકેલ છે.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here