ગ્લોબલ વોર્મિંગ-વાવાઝોડાની અસર…!

ગ્લોબલ વોર્મિંગ-વાવાઝોડાની અસર…!
ગ્લોબલ વોર્મિંગ-વાવાઝોડાની અસર…!
સમગ્ર ગુજરાતને કેરી પૂરી પાડતા ગીર પંથક અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કેરીનો પાક મોડો પડતાં ઓણ પરંપરાગત રીતે સત્તાવાર કેરીની સીઝન હજુ શરૂ થઇ નથી, પરંતુ તેમ છતાં બાગ-બગીચાઓમાંથી ખેડૂતો દ્વારા સીધી ઠલવાઇ રહેલી કેરીનું વેચાણ શરૂ થઇ ગયું છે. મીઠી મધુરી કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર છે. તૌકતે વાવાઝોડા અને ગ્લોબલ વોર્મિંગ સહિતનાં કારણો વચ્ચે ઓણ આંબામાં મોર બેઠા પછી ફળ પીળાં થઇને ખરી પડતાં કેસર કેરીના ઓલ ઓવર પાકમાં એકંદરે ઘટાડો થશે એવી ગણતરી મુકાઇ રહી છે. જોકે હાલ જૂજ આવકો વચ્ચે ગત વર્ષ કરતાં કેરીના ભાવ બમણાથી પણ વધારે બોલાઇ રહ્યા છે. જથ્થાબંધ માર્કેટમાં કાચી કેસર કેરીનું બોક્સ રૂ.1000-2500ના ભાવે વેચાઇ રહ્યું છે તો છૂટક બજારમાં એક કિલો પાકી કેસર કેરીનું રૂ.200થી લઇ રૂ.400 સુધીના ભાવે વેચાણ થઇ રહ્યું છે.ગીર પંથકમાં તાલાલા યાર્ડમાં હજુ કેસર કરીની હરાજી શરૂ થઇ નથી. યાર્ડનાં સૂત્રોના જણાવ્યા મુજબ એપ્રિલના આખરી દિવસોમાં આવકો શરૂ થઇ જશે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટની મેંગો માર્કેટનાં સૂત્રોના જણાવ્યા મુજબ, હાલ રાજકોટમાં કેસર કેરી અને આફૂસની આવકો ધીમી ગતિએ વધી રહી છે. ખેડૂતો દ્વારા બગીચાઓમાંથી કેસર કેરીના દૈનિક 700-800 બોક્સ અને આફૂસની 1200-1300 પેટીની દૈનિક આવકો નોંધાઇ રહી છે.જથ્થાબંધ માર્કેટમાં કેસર કેરી સંપૂર્ણ પાકી ન હોય એવી કેરીના બોક્સનું રૂ.1000-2500 (પ્રતિ 10 કિલો) અને આફૂસની પેટીનું રૂ.4000-6000 (પ્રતિ 20 કિલો)ના ભાવે વેચાણ થઇ રહ્યું છે. છૂટક માર્કેટમાં પાકી કેસર કેરીનું ક્વોલિટી અને ફળ મુજબ પ્રતિ કિલો રૂ.200-400ના ભાવે વેચાણ થઇ રહ્યું છે. જેમ જેમ આવકો વધશે એમ ભાવ ઘટશે. કેરીની આવકો શરૂ થતાં હજુ પંદરેક દિવસનો સમય લાગશે એવાં એંધાણ વર્તાઇ રહ્યાં છે. હાલ મહારાષ્ટ્રની રત્નાગિરિ દેવગઢ, સાઉથ કર્ણાટકની લાલબાગ અને તોતાપુરી સહિતની કેરીઓની આવકો પણ થઇ રહી છે, જેનો ભાવ ગત સાલ કરતાં દોઢો બોલાઇ રહ્યો છે.

કેરી પકવતા ખેડૂતોએ જણાવ્યું હતું કે ‘ગ્લોબલ વોર્મિંગ વચ્ચે પહેલેથી જ કેસર કેરીનો ઓલ ઓવર પાક ઘટવાનો અંદાજ અંકાઇ રહ્યો છે, ત્યારે જો હજુ ગરમી-લૂ પડવાનું પ્રમાણ વધશે તો કેરીનું નાનું ફળ આ ગરમીને સહન કરી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી પાકને વધુ નુકસાન થવાની સંભાવના પણ નકારી શકાતી નથી.તૌકતે વાવાઝોડાએ આંબાઓને વધુ પ્રમાણમાં નુકસાન કર્યું છે. તૌકતેમાં મોટી સંખ્યામાં આંબાઓ ઢળી પડ્યા હતા. પ્રતિકૂળ આબોહવા વચ્ચે આ સાલ માત્ર 60-65 ટકા આંબાઓમાં જ મોર બેઠા પછી આવરણ શરૂ થયા હતા, અને જે પૈકી માત્ર વીસ-ત્રીસ ટકા જ ફળ મોટાં થયાં છે.

આ વર્ષે કેરી પકવતા ખેડૂતોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.’કેસર કેરીની તાલાલા યાર્ડમાં હરાજી શરૂ થવાને હજુ 15 દિવસનો સમય બાકી છે ત્યારે રાજકોટ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં બાગ-બગીચાઓમાંથી ખેડૂતો દ્વારા સીધી જ કેસર કેરીની જૂજ આવકો થઇ રહી છે. હાલ મહારાષ્ટ્ર તરફથી આફૂસ, દક્ષિણ તરફથી કર્ણાટકમાંથી આવતી લાલબાગ -તોતાપુરી કેરીની આવકો થઇ રહી છે. રત્નાગિરિ દેવગઢના જથ્થાબંધ ભાવ પ્રતિ કિલોના રૂ.200-300, લાલબાગના કિલોના રૂ.140-150 અને તોતાપુરીના પ્રતિ કિલોના રૂ.90-100 સુધીના ભાવ બોલાઇ રહ્યા છે.

Read About Weather here

આ ભાવ પાકવાને આરે હોય તેવી કેરીના હોય છે, જે પાકી જાય બાદ વજન ઘટતો હોવાથી છૂટક બજારમાં પહોંચતાં ભાવ ડબલ થઇ જાય છે.’ – અગ્રણી વેપારી, મેંગો માર્કેટ, રાજકોટઆ સાલ ગ્લોબલ વોર્મિંગ અને પ્રતિકૂળ વાતાવરણને કારણે ખરેખર કેટલો પાક આવશે એ અંગે અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. આંબાઓનો સોથ વળી ગયો છે, તો અનેક અંશે આંબાઓની કેરી ઉત્પન્ન કરવાની શક્તિ ઘટી ગઇ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. તાલાલામાં અગાઉ છ લાખ બોક્સ સુધીની આવક નોંધાઇ ચૂકી છે, જેની સામે આ સાલ ખૂબ જ ઓછી આવક થશે એવું લાગી રહ્યું છે.’ – હરસુખ જારસાણિયા, સેક્રેટરી, તાલાલા યાર્ડ.અમારી ધારણા મુજબ આગામી તા.26મી એપ્રિલ બાદ તાલાલા યાર્ડ ખાતે કેરીઓની આવકો શરૂ થઇ જશે અને હરાજીના શ્રીગણેશ થઇ જાય તેવું લાગી રહ્યું છે. ખાસ તો તૌકતે વાવાઝોડાને કારણે આંબાઓને માઠી અસર થઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here