ગૃહ સુશોભનની વસ્તુઓનું કાલથી પ્રદર્શન

ગૃહ સુશોભનની વસ્તુઓનું કાલથી પ્રદર્શન
ગૃહ સુશોભનની વસ્તુઓનું કાલથી પ્રદર્શન
5 જૂન એટલે વિશ્ર્વ પર્યાવરણ દિવસ. માત્ર એક દિવસ વૃક્ષો વાવી પર્યાવરણની ઉજવણી કરવાને બદલે રાજકોટની (ઈન્ટરનેશન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ટિરિયર એન્ડ ફેશન ડિઝાઇન)ના ઇન્ટિરિયર ડિઝાઇનના 150થી વધુ વિદ્યાર્થીઓએ એવું વિચાર્યું કે માત્ર એક દિવસ નહીં આખો જુન મહિનો પર્યાવરણને અનુલક્ષી ઉજવી લોકોને અનોખી રીતે પર્યાવરણ જાગૃતિ તરફ વાળવા જોઇએ, એ વિચારને અમલમાં મૂકી ‘વિશ્ર્વ પર્યાવરણ મહિનો’ની થીમ અને વિવિધ આઇડિયા સાથે વિદ્યાર્થીઓએ સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી (પર્યાવરણને સુસંગત), વૈવિધ્યસભર અને એકદમ અનોખી રાચરચીલી અને ટકાઉ વસ્તુઓ ત્રણ મહિનાની સખત મહેનત કરી બનાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

જેનું પ્રદર્શન જાહેરજનતા માટે વિનામૂલ્યે યોજાવા જઇ રહ્યા છે.રાજકોટના સેન્ટર ડિરેક્ટર નૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, ઇન્ટિરિયર ડિઝાઇનના વિદ્યાર્થીઓએ તેમની કોઠા સુઝથી અદભૂત-અકલ્પનિય ફર્નિચર, લાઇટ્સ, ઝુલા, ચિત્રો, ડિઝાઇનર પ્લાન્ટર (કુંડાઓ) વેસ્ટેજમાંથી બનાવેલ ટેબલ, ખુરશી, લેમ્પ, કોર્નર, હેંન્ગીગ વગેરે આઇડિયાથી બનાવેલ અનોખું અને અદભૂત ઇન્ટિરિયર ડિઝાઇન પ્રદર્શન માણવા લાયક બની રહેશે.આ પ્રદર્શનમાં ઇન્ટિરિયર ડિઝાઇનના વિદ્યાર્થીઓએ સંપૂર્ણ રીતે પર્યાવરણને અનુલક્ષીને ઓછી જગ્યામાં ઘર, ઓફિસ વગેરે જગ્યાએ વાવી શકાય તેવા ઇકો ફ્રેન્ડલી ડિઝાઇનર પ્લાન્ટર (કુંડાઓ), રો મટીરિયલમાંથી બનાવેલ કલાત્મક લાઇટ્સ, સુતળી-દોરી અને લાકડાના વેસ્ટેજ કટકાઓમાંથી બનાવેલ મનમોહક ખુરશી-ટેબલ, ફાયર સેફ્ટીના જુના બાટલામાંથી

Read About Weather here

બનાવેલ અનોખા પ્રકારનું કોફી ટેબલ, હાથ ચિત્રો, વૃક્ષના નકામાં થડમાંથી બનાવેલ ટેબલ, નકામી ટેસ્ટટ્યુબનો લાજવાબ ઉપયોગ કરી ડેકોરેટીવ પ્લાન્ટર અને તેમાં રોપાઓ, ઇન્ડોર પ્લાન્ટ્ર, માટીના હેંન્ગીગ, ઇલેક્ટ્રિક બલ્બનો પર્યાવરણ લક્ષી સુંદર ઉપયોગ ઉપરાંત ખુરશી, ડાઇનીંગ ટેબલ, બુક સેલ્ફ, કલાત્મક કોર્નર ટેબલ વગેરે લાકડું, લોખંડ, દોરી સુતળી, માટી વગેરેમાંથી અદભૂત રીતે ઘર કે ઓફિસ સજાવટમાં ઉપયોગી બની શકે તેવું ઇકોફ્રેન્ડલી રાચરચિલું બનાવ્યું છે. આ પર્યાવરણ લક્ષી તદ્દન અનોખું પ્રદર્શન તા. 11ને શનિવાર તથા 12ને રવિવાર એમ બે દિવસ સવારે 10 થી રાત્રે 8 સુધી, શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે જાહેરજનતા માટે વિનામુલ્યે યોજાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here