ગુજરાત સરકાર 3300 નવા વિદ્યા સહાયકની ભરતી કરશે

ગુજરાત સરકાર 3300 નવા વિદ્યા સહાયકની ભરતી કરશે
ગુજરાત સરકાર 3300 નવા વિદ્યા સહાયકની ભરતી કરશે

સરકાર સંચાલિત પ્રાથમિક શાળાઓ માટે નવી ભરતીનો અભિયાન

ગુજરાતમાં સરકાર સંચાલિત પ્રાથમિક શાળાઓ માટે નવા લગભગ 3300 જેટલા વિદ્યા સહાયકોની ભરતી કરવાનું આયોજન થયું છે અને ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ગયા વર્ષે માર્ચ મહિનામાં રાજ્ય સરકારે નવા શિક્ષકોની ભરતીની યોજના જાહેર કરી હતી. એ વખતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હતા.

Visit Saurashtra Kranti Homepage here

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ભરતી કાર્યક્રમ જાહેર કરતા જણાવ્યું હતું કે, ગયા વર્ષે ભરતીઓ શક્ય બની ન હતી. કેમકે કેન્દ્ર સરકારે દિવ્યાંગો માટેનાં કોટા 3 ટકાથી વધારીને 4 ટકા કરવાનો રાજ્યોને આદેશ આપ્યો હતો.

વહીવટી પ્રક્રિયાને કારણે આખી બાબત વિલંબમાં મુકાઇ ગઈ હતી. કોટા વધારવાના કેન્દ્રનાં આદેશ બાદ મારા મંત્રાલય અને સામાજીક ન્યાય મંત્રાલય દ્વારા તમામ ઔપચારિકતાઓ પરીપૂર્ણ કરી લેવામાં આવી છે.

હવે પ્રાથમિક શાળામાં માટે 3300 જેટલા શિક્ષકોની ભરતીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવનાર છે. ધો. 1 થી 5 માટે 1300 નવા શિક્ષકો અને ધો. 6 થી 8 માટે 2000 જેટલા નવા શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે. ગયા વખતે પાત્રતા કસોટીમાં પાર ઉતરેલા ઉમેદવારોને ભરતીમાં પ્રાધાન્ય અપાશે.

Read About Weather here

રાજ્ય સરકારની આ જાહેરાતને કારણે હજારો બેકાર યુવાનોને રાહત થઇ ગઈ છે અને રોજગારી માટેનાં દ્વાર ખૂલવા લાગ્યા છે. હજારો યુવાનો એક વર્ષથી ભરતી પ્રક્રિયાની રાહ જોઈએ રહ્યા હતા. હવે એમને નોકરીની તક મળશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here