ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં વેક્સિનેશન કેમ્પને મંજુરી

ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં વેક્સિનેશન કેમ્પને મંજુરી
ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં વેક્સિનેશન કેમ્પને મંજુરી

પોતાના સંતાનને રસીકરણ આપવામાં કોઇ જ વાંધો નથી, તેવું સહમતી પત્રક વાલીઓએ શાળાઓને આપવું પડશે
15 થી 18 વર્ષના બાળકોને વેક્સિન આપવા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 15 થી 18 વર્ષના બાળકોને જાન્યુઆરી 2022 ના પ્રથમ સપ્તાહથી રસીકરણ કરવા અંગેની જાહેરાત થોડા દિવસો અગાઉ કરવામાં આવી હતી. જે સંદર્ભે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રાજય સરકારને શાળા પરિસરોમાં જ વેક્સિનેશન કેમ્પ યોજવા સૂચન કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જેથી રસીકરણ અભિયાન ઝડપી, અસરકારક રીતે અને સફળતાપૂર્વક પાર પાડી શકાય. આ સૂચનને પગલે રાજય સરકાર દ્વારા શાળાઓમાં જ રસીકરણ કેમ્પ યોજવાનું જાહેર કરાતા, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આ નિર્ણયને આવકારેલ છે.

રાજકોટ શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતા એે જણાવ્યું હતું કે, રાજ્યભરની શાળાઓના દરેક વિદ્યાર્થીઓને તેમના યુનિક આઈડી નંબર આપવામાં આવ્યા છે, જેના લીધે તમામ વિદ્યાર્થીઓનો ડેટા શાળા સંચાલકોની પાસે હોવાથી આ કામગીરી ખૂબ જ સરળ બનશે અને અસરકારક રીતે

શાળા પરિસરોમાં કોરોના પ્રોટોકોલ પ્રમાણે વિક્સિનેશન થઈ શકશે. રસી લેવા આવતા વિદ્યાર્થીઓએ વાલીનું સહમતી પત્રક અને આધાર કાર્ડની નકલ સાથે લાવવાની રહેશે. તેમજ બાળકે થોડો નાસ્તો કે ખોરાક લઈને જ આવવુ, અને ભૂખ્યા પેટે ન આવવા આરોગ્ય વિભાગની સૂચના છે.

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની કોર કમિટીના સભ્યોમાં મંડળના પ્રમુખ ડી.વી મહેતા, ઉપપ્રમુખ અવધેશભાઈ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરિયા, મહામંત્રી પરિમલભાઈ પરડવા, મહામંત્રી પુષ્કરભાઈ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનર જયદીપભાઇ જલુ

અને મેહુલભાઈ પરડવા, ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ, એફ.આર.સી કમિટીના સભ્ય અજયભાઈ પટેલ

Read About Weather here

દ્વારા મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, શિક્ષણ મંત્રી, આરોગ્ય સચિવ, શિક્ષણ સચિવ, જીલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશ્નરનો આભાર વ્યકત કરે છે, તેમજ સંપૂર્ણ સહકારની ખાત્રી આપે છે.(1.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here