ગુજરાતમાં 10 હજાર તબીબો હડતાલ પર, દર્દીઓ હેરાન-પરેશાન

ગુજરાતમાં 10 હજાર તબીબો હડતાલ પર, દર્દીઓ હેરાન-પરેશાન
ગુજરાતમાં 10 હજાર તબીબો હડતાલ પર, દર્દીઓ હેરાન-પરેશાન

રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરા સહિતનાં શહેરોમાં ઓપીડી ઠપ્પ: સિનિયર અને જુનિયર બંને તબીબો આંદોલનમાં સામેલ

આજે આખો દિવસ તબીબો હોસ્પિટલમાં ફરજ નહીં બજાવે: પડતર માંગણીઓ હલ કરવા માંગણી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં 10 હજાર જેટલા સરકારી તબીબો હડતાલ પર ઉતરી ગયા હોવાથી દર્દીઓ હેરાન-પેરશાન થઇ ગયા છે.

રાજ્યભરની સરકારી હોસ્પિટલમાં અને આરોગ્ય કેન્દ્રમાં ઓપીડી બંધ થઇ જતા દવા અને સારવાર માટે સવારે આવનારા હજારો દર્દીઓ રઝળી પડ્યા હતા. નીટપીજીની કાઉન્સેલિંગ પ્રક્રિયા પાછી ઠેલવાના સરકારનાં નિર્ણયનો તબીબો વિરોધ કરી રહ્યા છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

વિવિધ પડકાર માંગણીઓનાં મુદ્દા પર આજે રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરા સહિતનાં તમામ નાના-મોટા શહેરોમાં સરકારી તબીબો એક દિવસીય હડતાલ પર ઉતરી ગયા છે. આજે તમામ સિનિયર અને જુનિયર સરકારી તબીબો ઓપીડી અને વોર્ડમાં રાઉન્ડની ફરજ બજાવવાથી દૂર રહેવાના છે.

તબીબી આંદોલનને કારણે દર્દીઓને ભારે હાલાકી થઇ પડી છે અને રઝળી પડ્યા છે. તમામ સરકારી હોસ્પિટલોમાં ઓપીડી કાર્યવાહી બંધ થઇ ગઈ હોવાથી લોકોને નિદાનમાં અને દવા લેવામાં ભારે તકલીફનો સામનો કરવો પડ્યો છે. તબીબો એમની પડતર માંગણીઓ વિશે નિર્ણય લાવવા સરકાર પર દબાણ લાવવા આજે હડતાલ પર ગયા છે.

દરમ્યાન સુરતમાં તબીબી આંદોલનમાં બે ઉભા ફાડિયા પડી ગયા હતા. મતભેદો સર્જાયા હોવાથી સુરત સિવિલ હોસ્પિટલનાં તબીબો હડતાલ પર ગયા નથી. પરંતુ સ્મીમેર હોસ્પિટલનાં તબીબો હડતાલમાં જોડાય ગયા હતા.રાજકોટ સિવિલ, અમદાવાદ વગેરે શહેરોમાં તબીબોએ સિવિલનાં પ્રાંગણમાં બેસીને ધરણા કર્યા હતા અને પડતર માંગણીઓ અંગે સુત્રોચ્ચાર કર્યા હતા.

ગુજરાતનાં આંદોલનકારી તબીબોએ સંખ્યાબંધ પડતર માંગણીઓ વિશે સરકારે આપેલી બાહેંધરી સમયમર્યાદામાં પરીપૂર્ણ કરવા સરકારમાં રજુઆતો કરી છે. તબીબોએ બેઝીક ફંડ લાભ આપવા અને પેન્શનની સવલત શરૂ કરવા માંગણી કરી છે.

Read About Weather here

બાર-બાર વર્ષથી બઢતી થઇ ન હોવાથી બઢતીની પ્રક્રિયા તાત્કાલિક હાથ ધરવા, સરકારી મેડીકલ કોલેજોની 400 ખાલી જગ્યાઓ ભરવા, એડવોક સેવાઓને સળંગ કરવા, નિવૃત તબીબી શિક્ષકોને તત્કાલ પેન્શન આપવાનું શરૂ કરવા સહિતની માંગણીઓ તબીબો લાંબા સમયથી કરી રહ્યા છે.

આ અંગે સરકારમાં લગતા વળગતા વિભાગ સમક્ષ લેખિત રજુઆતો પણ કરી છે. તબીબોએ 16 મી મે નાં ઠરાવને રદ કરતો પરીપત્ર તાત્કાલિક પાછો ખેંચી લેવાનીની પણ માંગણી કરી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here