ગુજરાતમાં સતત બીજા દિવસે ધુમ્મસ, હિલ સ્ટેશન જેવું વાતાવરણ

ગુજરાતમાં સતત બીજા દિવસે ધુમ્મસ, હિલ સ્ટેશન જેવું વાતાવરણ
ગુજરાતમાં સતત બીજા દિવસે ધુમ્મસ, હિલ સ્ટેશન જેવું વાતાવરણ

હજુ 15 ફ્રેબુ. સુધી ઠંડીનું મોજુ યથાવત રહેવાની આગાહી: માછીમારોને દરીયામાં ન જવા ચેતવણી, તોફાની પવનની શકયતા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આજે સતત બિજા દિવસે ધુમ્મસની ચાદર છવાયેલી રહી હતી. જેના કારણે હિલ સ્ટેશન જેવું વાતાવરણ ઉભુ થયું હતું. સવારે જ ઝાકળ અને ધુમ્મસનું સામરાજય છવાતા વિઝીબીલીટી ઓછી થઇ ગઇ હતી અને વાહન ચાલકોને ભારે તકલીફ સહન કરવી પડી હતી. ઠંડીનું મોજુ પણ રાજયમાં યથાવત રહયું છે. આગામી તા.15 ફ્રેબુ. સુધી ઠંડીનું મોજુ ચાલતુ રહે અને આકરી ઠંડીનો અનુભવ થતો રહે એવી હવામાન ખાતાની આગાહી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ-અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર વગેરેમાં સવારથી જ ગાઢ ધુમ્મસ છવાઇ જતા વાહન ચાલકોને વાહનની લાઇટ ચાલુ રાખવી પડી હતી. 500 મીટર દુર સુધી પણ દેખાતો ન હોવાથી વાહનો ધીમી ગતીએ ચાલતા જોવા મળ્યા હતા. અમદાવાદમાં આગામી ત્રણ દિવસ તાપમાન થોડુ વધી જાય તેવી શકયતા છે. અમદાવાદમાં 5 ડિગ્રી સુધી તાપમાન ઉંચુ જવાની શકયતા છે.

Read About Weather here

હાલ માછીમારોને પણ દરીયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે. દરીયામાં તોફાની પવન ફુંકાવવાની શકયતા હોવાથી માછીમારોને માછીમારી બોટ લઇને ન જવા ચેતવણી આપવામાં આવી છે. ગાંધીનગર સિવાય મોટા ભાગના શહેરોમાં લધુતમ તાપમાન 10 ડિગ્રી યા થોડુ વધુ રહયું હતું. ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડી જોવા મળી હતી. અહીં તાપમાન 8.2 ડિગ્રી થયું હતું. અમદાવાદમાં 10, રાજકોટમાં 15, જામનગરમાં 11, જૂનાગઢમાં 10 ડિગ્રી જેવું તાપમાન જોવા મળ્યું હતું. ઉત્તર ગુજરાતમાં પણ ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે અને દિવસના તાપમાનમાં પણ વધારો થતા 29 ડિગ્રી નોંધાયું હતું. આગામી ત્રણ દિવસ વાદળો ધેરાયેલા રહે અને તાપમાન ઉંચુ નીચુ થતું રહે એવી આગાહી કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here