ગુજરાતમાં રખડતા ઢોર નિયંત્રણ ખરડો મોકૂફ રાખતી સરકાર

કેન્દ્રના વિકાસલક્ષી બજેટથી ગુજરાતને મહતમ ફાયદો: મુખ્યમંત્રી
કેન્દ્રના વિકાસલક્ષી બજેટથી ગુજરાતને મહતમ ફાયદો: મુખ્યમંત્રી
ગુજરાતમાં હાલમાં જ વિધાનસભામાં મંજૂર કરાયેલ ઢોર નિયંત્રણ કાનૂનનો અમલ હવે અચોક્કસ મુદત માટે મુલત્વી રાખવામાં આવ્યો છે.રાજ્યમાં આ કાનૂન પસાર થતાં જ માલધારી સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને રખડતા ઢોર પકડાઈ તો તેમાં માલધારીઓને આકરી જેલ સજાની અને મોટા દંડની જોગવાઈ હતી.
જે સામે રાજ્યભરમાં માલધારી સંગઠનોએ વિરોધ કર્યો અને આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિવાસે માલધારી સમાજ સાથેની એક બેઠક મળી હતી અને તેમાં મુખ્યમંત્રીએ આ કાનૂનનો અમલ હાલ નહીં કરાય તેવી ખાતરી આપી છે. અને માલધારી સમાજના અભિપ્રાયો મેળવ્યા બાદ તથા કાનૂનની અનેક ધારાઓની ચકાસણી કર્યા બાદ સરકાર તેમાં સુધારા કરશે અને ત્યારબાદ અમલમાં લાવશે.

Visit Saurashtra Kranti Homepage here

ઢોર નિયંત્રણ કાયદા સામે ભારે વાંધો અને વિરોધ નોંધાવવા માટે આજે માલધારી આગેવાનો ગાંધીનગર પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી જેમાં નવા ખરડાની જોગવાઈઓ અંગે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં માલધારી આગેવાનોએ એવી રજૂઆત કરી હતી કે, નવા કાયદાથી માલધારી સમાજમાં રોષ ફેલાયો છે. માલધારીઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. માલધારી સમાજનાં આગેવાનોએ બેઠક બાદ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ખરડો મોકૂફ રાખવાની ખાતરી આપી છે. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં ખરડો હાલ તુરંત મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું માલધારી આગેવાન રણછોડ રબારીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

Read About Weather here

કોંગ્રેસનું એક ડેલીગેશન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મળ્યું હતું. કોંગ્રેસે ઢોર નિયંત્રણ કાયદા સામે વિરોધ નોંધાવ્યો હતો અને ખરડો પાછો ખેંચી લેવાની માંગણી કરી હતી. બિલનો વિરોધ કરવા માટે આજે માલધારી આગેવાનો મુખ્યમંત્રીને મળવા દોડી ગયા હતા. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં ખરડા મોકુફીનો નિર્ણય લઇ રાજ્ય સરકારે માલધારી સમાજની માંગણી સ્વીકારી લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here