ગુજરાતમાં પેટ્રોલ 12, ડીઝલ 17 રૂપિયા સસ્તું…!

જાણો પેટ્રોલ-ડિઝલ મોંઘા થશે…!?
જાણો પેટ્રોલ-ડિઝલ મોંઘા થશે…!?

મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય લોકોને દિવાળીની પૂર્વસંધ્યાએ મોટી રાહત મળી છે. કેન્દ્ર સરકારે દિવાળીના આગલા દિવસે જ પેટ્રોલમાં પ્રતિ લિટર 5 રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લિટર 10 રૂપિયા

Visit Saurashtra Kranti Homepage here

એક્સાઇડ ડ્યૂટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. એ પછી મોડી રાત્રે ગુજરાત સરકારે પણ પેટ્રોલ પર વેટનો દર ઘટાડીને 13.7 રૂપિયા અને ડીઝલ પર વેટનો દર ઘટાડીને 14.9 રૂપિયા કર્યો હતો.

આ સાથે રાજ્યમાં ઑવરઓલ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 12 તો ડીઝલના ભાવમાં લિટરે રૂ. 17નો ઘટાડો થયો હતો. નવો ભાવ મધરાતથી લાગુ થયો હતો. આ પહેલા કેન્દ્ર સરકારે રાજ્યોને

પણ વેટના દરમાં ઘટાડો કરવા જણાવ્યું છે. પેટ્રોલ-ડીઝલના નવા ભાવ મધરાતથી જ લાગુ થઈ ગયા છે. આ નિર્ણયથી કેન્દ્રની આવકમાં 1 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થશે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના પગલે અન્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થયો હતો. સરવાળે મોંઘવારી વધી હતી. સરકાર પર ભાવ ઘટાડાવા માટે ભારે દબાણ હતું.

હાલમાં ક્રુડ ઑઇલના ભાવમાં વધારાની અસર દેશમાં પણ થઈ હતી. અર્થતંત્રને ગતિ આપવા માટે એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડાનો નિર્ણય લેવાયો હતો. પેટ્રોલની સરખામણીમાં ડીઝલમાં બમણી એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવામાં આવી છે.

એક્સાઇઝ ડ્યૂટી ઉપરાંતના દરોમાં પણ ઘટાડો થશે. પેટ્રોલ-ડીઝલની બેઝ પ્રાઇસ, એક્સાઇઝ, ફ્રેટ ચાર્જ અને ડીલર કમિશન મળીને નક્કી થતી રકમ ઉપર રાજ્ય સરકાર વેટ વસુલે છે.

આ સ્થિતિમાં એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો થતા વેટમાં પણ ઘટાડો થશે. દિલ્હીની વાત કરીએ તો અહીં પેટ્રોલ પર 30 ટકા અને ડીઝલ પર 16.75 ટકા વેટ વસુલવામાં આવે છે. જેથી ભાવમાં લિટરે 6.89 રૂપિયા અને 11.97 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.

આ તસવીર અમદાવાદના પેટ્રોલ પમ્પની છે. બુધવારે મોડી સાંજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાના સમાચાર વહેતા થતાની સાથે જ પેટ્રોલ પમ્પો વાહનો અદૃશ્ય થયા હતા.

ઘટાડા સાથેના નવા ભાવ લાગુ થાય પછી જ ઇંધણ પુરાવવાની ગણતરી સાથે લોકોએ પેટ્રોલ પમ્પ જવાનું ટાળ્યું હતું.રાજસ્થાનમાં પેટ્રોલ પર 36 ટકા વેટ છે. તો મધ્ય પ્રદેશમાં 33 ટકા છે.

જ્યારે ગુજરાતમાં અન્ય રાજ્યોની તુલનામાં ઓછો એટલે કે 20.1 ટકા વેટ હતો જેમાં બુધવારે રાત્રે વધુ ઘટાડો કરાયો હતો. મધ્ય પ્રદેશમાં પ્રતિ લિટર સાડા ચાર રૂપિયા વધારાનો ટેક્સ વસુલાય છે. આ રાજ્યોમાં ભાવ વધુ ઘટશે. છત્તીસગઢમાં 25 ટકા, હરિયાણામાં 25 ટકા વેટનો દર છે.

છેલ્લા સરકારે ગત 5 સપ્ટેમ્બરે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડ્યા હતા. એ વખતે બન્ને ઇંધણના દરમાં લિટરે 15 પૈસાનો ઘટાડો કરાયો હતો.

પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થતા કેન્દ્ર સરકારની આવકમાં 1 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થશે. નાણા મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે અર્થતંત્રને વેગ આપવા માટે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાનો નિર્ણય લેવાયો છે. તેનાથી સામાન્ય માણસોને રાહત મળશે.

કેન્દ્ર સરકારે ગત વર્ષે 6 મેના રોજ પેટ્રોલ પર 10 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લિટર વધારાની એક્સાઇઝ ડ્યૂટી લગાવી હતી. આ પહેલા માર્ચથી મે 2020 વચ્ચે પેટ્રોલ-ડીઝલ પર 3-3 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી વધારવામાં આવી હતી.

જ્યારે ઘટાડો અનુક્રમે 5 અને 10 રૂપિયાનો કરાયો છે. એટલે કે સરકાર હજુ પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયા એક્સાઇઝ ઘટાડી શકે છે. આ પહેલા પાંચ વર્ષમાં પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી 18 રૂપિયા પ્રતિ લિટર વધારવામાં આવી હતી.

આસામના CM હેમંત બિસ્વા સરમાએ તાત્કાલિક પ્રભાવથી પેટ્રોલ-ડીઝલ પર વેટ 7 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી છે.આસામ સરકારના નિર્ણય બાદ ત્રિપુરાના CM બિપ્લબ દેબે પણ પેટ્રોલ-ડીઝલમાં વેટ 7 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી છે.

ભાજપ શાસિત કર્ણાટક અને ગોવા સરકારે પણ પોતાના રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 7 રૂપિયા પ્રતિ લીટર ઘટાડવાની જાહેરાત કરી છે.પેટ્રોલ અને ડીઝલની આકાશને આંબતી કિંમતથી સામાન્ય લોકોને મોટી રાહત મળી છે.

દિવાળીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી છે.

નવી કિંમત દિવાળીથી એટલે કે ગુરૂવારથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમત અત્યાર સુધીના ઉચ્ચત્તમ સ્તરે છે.કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલમાં સૌથી વધુ એક્સાઈઝ ડ્યૂટી લગાડવામાં આવે છે.

Read About Weather here

ગત વર્ષે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી 19.98થી વધીને 32.9 રૂપિયા પ્રતિ લીટર કરી દેવાયા હતા. ડીઝલ પર ભાવ વધારીને 31.80 રૂપિયા કર્યા હતા. જેનાથી દેશના મોટા શહેરોમં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયા છે અને અનેક રાજ્યોમાં ડીઝલના ભાવ પણ 100ને પાર પહોંચી ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here