ગુજરાતમાં નારી સુરક્ષા અને સલામતીની વાતો પોકળ

ગુજરાતમાં નારી સુરક્ષા અને સલામતીની વાતો પોકળ
ગુજરાતમાં નારી સુરક્ષા અને સલામતીની વાતો પોકળ

ભાજપ સરકાર મહિલાઓને થતા અત્યાર અને અન્યાય રોકવામાં સદંતર ફલોપ પુરવાર થઈ હોવાનો આક્ષેપ લોક સંસદ વિચાર મંચ દ્વારા કરાયો છે.

Subscribe Saurashtra Kranti here

લોક સંસદ વિચાર મંચના હિતાક્ષીબેન વાડોદરિયા (નારી સુરક્ષા સમિતિ), સરલાબેન પાટડીયા (મહિલા ઉત્કર્ષ સમિતિ) ની સંયુક્ત યાદી જણાવ્યું છે કે, વિશ્ર્વભરમાં મહિલાઓના આત્મહત્યા પ્રકરણમાં ભારતનું પ્રમાણ સૌથી ઊંચું છે.

શાસકો દ્વારા નારી ગૌરવ દિનની ઉજવણી થઈ રહી છે.

રાજકોટમાં જ નારીઓને લઘુ ઉદ્યોગ માટે લોન તેમજ સંચા માટે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર માં ભારે હાડમારી વેઠવી પડે છે અને વારંવાર ધક્કાઓ થાય છે.

રાજ્યના મહિલા પોલીસ મથકોમાં પણ નારીઓને ન્યાય મળતો નથી રાજ્યભરમાં અનેક મહિલા પોલીસ મથકમાં હનીટ્રેપ, સેક્સ રેકેટ,તોડબાજી ચાલતી હોવાનું ગુજરાત સરકારના રેકોર્ડ પર છે.

ગુજરાત રાજ્ય વિધાનસભામાં આંકડા પરથી ફલિત થાય છે કે રાજ્યમાં નારી સુરક્ષા અને નારી સલામતી ની વાતો ફક્ત પોકળ છે નારી સુરક્ષા, મહિલા સશક્તિકરણની વાતો પોકળ અને હળાહળ જૂઠાણું છે.

થોડા સમય પહેલા વિધાનસભા માં થયેલ આંકડામાં બે વર્ષમાં બળાત્કારની ઘટનામાં અમદાવાદમાં 620 રાજકોટમાં 203 વડોદરામાં 204 કચ્છમાં 123 ગુનાઓના આંકડા રજૂ થયા હતા.

રાજ્યભરમાં ગર્લ્સ સ્કૂલો, ગર્લ્સ હોસ્ટેલ, મહિલા કોલેજ, યુનિવર્સિટીઓ સહિતની આસપાસમાં રોડ રોમિયો લુખ્ખાઓ, આવારા તત્વોનો ત્રાસ છે.

Read About Weather here

આજે સોશિયલ મીડિયાનો જમાનો હોય આવારા તત્વો ગમે ત્યાંથી સગીર યુવતીઓને નંબરો મેળવી વોટ્સએપ, ફેસબૂક, ઇન્સટાગામ દ્વારા યુવતીઓને ફસાવવામાં શારીરિક શોષણ અને આર્થિક શોષણ કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here