ગુજરાતને 14 વર્ષના મોદી શાસનમાં અભુતપુર્વ ફાયદો થયો : શાહ

ગુજરાતને 14 વર્ષના મોદી શાસનમાં અભુતપુર્વ ફાયદો થયો : શાહ
ગુજરાતને 14 વર્ષના મોદી શાસનમાં અભુતપુર્વ ફાયદો થયો : શાહ


અમદાવાદ અને આસપાસ 244 કરોડના પ્રોજેકટનો શીલાન્યાસ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી

કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પ્રગતિ માટે અને અવિરત ચાલુ રહેલા વિકાસ કામો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના 14 વર્ષના શાસનને ભરપુર યશ આપતા જણાવ્યું હતું કે, ગુજરાતને મોદીના મુખ્યમંત્રી પદના કાળ દરમ્યાન ખુબ જ ફાયદો થયો છે. હોદ્ાપરથી વિદાય લઇ લીધા બાદ પણ વિકાસ કામો ચાલુ રહે એવું માળખુ ગોઠવનારા મોદી પહેલા નેતા છે.

Subscribe Saurashtra Kranti here

અમદાવાદ અને આસપાસ રૂ.244 કરોડના વિવિધ પ્રોજેકટનું શીલાન્યાસ કરતા ગૃહમંત્રીએ વડાપ્રધાનની જોરદાર પ્રસંસા કરી હતી. વડાપ્રધાને ગુજરાતમાં શરૂ કરેલા વિકાસ કામોને વધાવી લેતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ધણા નેતાઓ એવા હોય છે કે, કામને તેની નિયત ગતિ મુજબ ચાલવા દે છે અને બાદમાં રીબન કાપવા પહોંચી જાય છે.

ધણા એવા નેતાઓને પણ જોયા છે જે પર્દા પરથી ચાલ્યા ગયા બાદ પણ વિકાસ કામો ચાલુ રહે એવા શ્રેષ્ઠ પ્રયત્નો કરતા જોવા મળ્યા છે. પણ નરેન્દ્રભાઇ એકમાત્ર એવા નેતા મે જોયા છે જે હોદ્ો છોડે એ પછી પણ વિકાસના પ્રોજેકટ ચાલતા રહે અને પરીપુર્ણ થઇ જાય એવું માળખુ ગોઠવતા જાય છે.

Read About Weather here

અમિત શાહે અમદાવાદના બોપલમાં 150 વિદ્યાર્થીઓ બેસી શકે એવા વાંચન કેન્દ્રનું ઉદ્ધાટન કર્યુ હતું. ધુમામાં પાણીની પાઇપલાઇન, કમ્યુનીટી હોલ સહિતના પ્રોજેકટનું ઉદ્ધાટન કર્યુ હતું. પશ્ર્ચિમ રેલવેના કેટલાક વિકાસ કામોનું તેમણે ઉદ્ધાટન કર્યુ હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here