ગીર સોમનાથમાં વ્યાપારી ઈમારત માટે 1200 વૃક્ષોનાં નિકંદનથી ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ

ગીર સોમનાથમાં વ્યાપારી ઈમારત માટે 1200 વૃક્ષોનાં નિકંદનથી ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ
ગીર સોમનાથમાં વ્યાપારી ઈમારત માટે 1200 વૃક્ષોનાં નિકંદનથી ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ

સરકારે જવાબ આપ્યો, એ જમીન નગરપાલિકા હસ્તકની છે અને જ્યાં વૃક્ષો કપાયા એ બિન અનામત શ્રેણીની જગ્યા છે

ગીર સોમનાથ જિલ્લામાં એક વ્યાપારી ઈમારત બાંધવા માટે સ્થાનિક સતાઓ વડા દ્વારા પૂર્ણ વિકસિત 1200 જેટલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવતા ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ થઇ ઉઠી છે.

Visit Saurashtra Kranti Homepage here

અદાલતે વૃક્ષો જ્યાં કાપી નાખવામાં આવ્યા હતા એ જમીન પર આગળ કોઈપણ પ્રવૃત્તિઓ કરવા સામે મનાઈ હુકમ આપી દીધો છે અને ગુજરાત સરકારની પણ આકરી ટીકા કરી છે. હાઈકોર્ટે ટકોર કરી છે કે, આપણે હવે ઓક્સિજન પણ ઉછીનો લેવો પડે એવા દિવસો દૂર નથી.

વૃક્ષ નિકંદનની કાર્યવાહીનાં વિરોધમાં થયેલી જાહેર હિતની અરજી પર સુનવણી બાદ વડા ન્યાયમૂર્તિ અરવિંદ કુમારે રાજ્ય સરકારની જાટકણી કાઢતા જણાવ્યું હતું કે, શું આવી રીતે વિકસિત વૃક્ષો પર બુલડોઝર ફેરવી દેવાય છે?

તમે ખૂદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નામે એક સુંદર ઘટાદાર વૃક્ષોનું વન ઉભું કર્યું હતું અને તમે જ કાપી નાખ્યું?સરકારે હાઈકોર્ટ સમક્ષ એવો જવાબ આપ્યો હતો કે, જ્યાં વૃક્ષ છેદન થયું છે એ જગ્યા નગરપાલિકાની છે અને બિનઅનામત શ્રેણીની જગ્યા પર વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો હતો.

હવે સ્થાનિક તંત્ર નવા એક લાખ વૃક્ષોનું વાવેતર કરવાની ખાતરી આપે છે. પરંતુ વડા ન્યાયમૂર્તિએ સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે, એક લાખ વૃક્ષોનું વાવેતર થઇ જાય અને વૃક્ષો પૂર્ણ વિકસિત થઇ જાય એ પછી જ ત્યાં કોમર્શીયલ બિલ્ડીંગ બાંધવાની મંજૂરી અપાશે. 8 વર્ષ બાદ વૃક્ષો પૂર્ણ વિકસિત થઇ જાય

Read About Weather here

એ પછી અદાલત બાંધકામ પ્રવૃત્તિ થવા દેશે. વડા ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર અને જસ્ટીસ હેમંત પ્રાછકની બેન્ચે આદેશ આપ્યો છે કે વેરાવળમાં એ જગ્યા પર આગળ કોઈપણ પ્રકારની બાંધકામ પ્રવૃત્તિ કરવાની નથી. વેરાવળ નગરપાલિકાએ કોમર્શીયલ કોમ્પ્લેક્ષ અને શોપિંગ સેન્ટર બાંધવા માટે વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here