ગાયે આધેડને અડફેટે લઈ દસ ફૂટ ફંગોળ્યા…!

ગાયે આધેડને અડફેટે લઈ દસ ફૂટ ફંગોળ્યા...!
ગાયે આધેડને અડફેટે લઈ દસ ફૂટ ફંગોળ્યા...!
મળેલી માહિતી પ્રમાણે, શહેરના ચોખંડી નાની શાક માર્કેટ પાસે આવેલી જી.ઇ.બી.ની ઓફિસ પાસેથી એક આધેડ ચાલતા પસાર થઇ રહ્યા હતા. વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં જી.ઇ.બી.ની ઓફિસ પાસેથી સાર થઇ રહેલા એક આધેડને ગાયે ભેટી મારતાં દસ ફૂટ ફંગોળાઇ ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

સીસીટીવીમાં કેદ થયેલાં દૃશ્યોના આધારે પોલીસે આધેડને ભેટીએ ચઢાવનાર ગાયના માલિક સામે કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે બે દિવસ પહેલાં ગોરવા વિસ્તારમાં ગાયે એક વૃદ્ધને ભેટી મારતાં થાપામાં ફ્રેક્ચર થયું હતું.

ઉચ્ચ હોદ્દા ઉપરથી જાહેરાતો કરી વચનો આપવામાં માહેર ભાજપના હોદ્દેદારો શહેરને રસ્તા ઉપર રઝળતી ગાયોથી મુક્ત કરાવવામાં ધરાર નિષ્ફળ પુરવાર થયું છે.

દરમિયાન પાછળથી દોડી આવેલી ગાયે આધેડને ભેટીએ ચઢાવતાં દસ ફૂટ ફંગોળાઇ ગયા હતા. આધેડને ગાયે ભેટીએ ચઢાવતાં જ સ્થાનિક લોકો મદદે દોડી ગયા હતા. ગાયની ભેટીથી રસ્તા ઉપર ફંગોળાઇ જતાં ઇજા પામેલા આધેડને સલામત સ્થળે ખસેડ્યા હતા.

શહેરમાં ઉપરાછાપરી ગાયો દ્વારા હુમલાના વધી રહેલા કિસ્સાઓમાં શુક્રવારે વધુ એક બનાવ બનતાં શહેરીજનોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. ગાયોથી લોકોને બચાવવા માટે સત્તાધારીઓ દ્વારા નિષ્ફળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ત્યારે વિવિધ કામો માટે નીકળતા લોકોએ હવે ગાયોથી બચવા માટે જાતે જ કાળજી રાખવી પડશે એ સાબિત થઇ ગયું છે. છેલ્લા 48 કલાકમાં ગાયે ભેટી મારવાની બનેલી બીજી ઘટનાને પગલે લોકોમાં તંત્ર સામે અને રસ્તે રઝળતી મૂકી દેતા ગૌપાલકો સામે ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે.

શુક્રવારે ચોખંડી વિસ્તારમાં જી.ઇ.બી.ની ઓફિસ પાસે બનેલા બનાવના સીસીટીવી સામે આવ્યા છે. ત્યારે પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે ગાયને રસ્તા ઉપર છોડી મૂકનાર ગાયના માલિક સામે કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છે કે ગોરવા પોલીસે ગોરવા વિસ્તારમાં ગાયે ભેટી મારવાની બનેલી ઘટના બાદ 12 ગાય પકડતાં ગૌપાલકોએ પોલીસ સામે બાયો ચઢાવી હતી અને એ બાદ શહેર ભાજપા કાર્યાલય ખાતે ગૌપાલકો પહોંચીને ગૌપાલકોની મદદ કરવાની રજૂઆત કરી હતી.

નોંધનીય છે કે વડોદરામાં રખડતાં પશુઓને પકડવાની ઝુંબેશ પાલિકાએ શરૂ કરી છે અને કેટલાક કિસ્સાઓમાં ઢોરના માલિકો સામે પાસા અંતર્ગત કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, પરંતું ગમે તેટલી કડકાઈ દાખવવામાં આવી રહી હોવા છતાં ગૌપાલકો દ્વારા ગાયોને રસ્તે રઝળતી મૂકવામાં કોઇ ઓટ આવી નથી.

શહેરમાં ગાયો દ્વારા હુમલાના કિસ્સાઓ રોજ બની રહ્યા છે, પરંતુ પંદર દિવસમાં શહેરના માર્ગો ઉપર રખડતી ગાયોથી મુક્ત કરવાની જાહેરાત કરનાર મેયર સહિત પાલિકા તંત્ર દ્વારા હજુ સુધી કોઇ ઠોસ કામગીરી કરવામાં ન આવતાં શહેરીજનોનો વિશ્વાસ ઉચ્ચ હોદ્દા પરથી જાહેરાતો કરી રહેલા રાજકારણીઓ પરથી હવે ઊઠી ગયો છે.

Read About Weather here

આજે પણ શહેરના વાડી, વાઘોડિયા રોડ, ગોરવા, ગાજરાવાડી, ચોખંડી, ખોડિયારનગર રોડ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ગાયોનાં ટોળેટોળાં જોવા મળી રહ્યાં છે અને શહેરીજનો માટે જોખમ ઊભું કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here