ગાંધીનગર ગીફટ સિટીમાં વિશ્ર્વ કક્ષાની વિદેશી યુનિવર્સિટીઓ આવશે

ગાંધીનગર ગીફટ સિટીમાં વિશ્ર્વ કક્ષાની વિદેશી યુનિવર્સિટીઓ આવશે
ગાંધીનગર ગીફટ સિટીમાં વિશ્ર્વ કક્ષાની વિદેશી યુનિવર્સિટીઓ આવશે

વિદેશી યુનિવર્સિટી અને શિક્ષણધામોમાં ફિન્ટેક ફાઇન્સ મેનેજમેન્ટ, વિજ્ઞાન અને ટેકનોલોજી, એન્જીનીયરીંગ, ગણિત શાસ્ત્રના ખાસ કોર્ષનું અભ્યાસ કરાવાશે, સ્થાનિક નીતિ અને નિયંત્રણો લાગુ નહીં કરાય: નાણામંત્રી નીર્મલા સિતારમણની ધોષણા
આતંરરાષ્ટ્રીય લવાદ કેન્દ્ર ઉભુ કરાશે: કેન્દ્રીય બજેટમાં ગુજરાતને મળેલી ભેટ

મોદી સરકારના નવા વર્ષના કેન્દ્રીય અંદાજ પત્રમાં ગુજરાતને કેટલીક મહત્વની ભેટ આપવાની નાણામંત્રી સીતારમણે ધોષણા કરી છે. તેમાં સૌથી મહત્વની યોજનામાં ઉલ્લેખનીય ગાંધીનગર ગીફટ સિટી અંગેની યોજના છે. નાણામંત્રીએ વચન આપ્યું છે કે, ગાંધીનગરના ગીફટ સિટીના વિશ્ર્વ કક્ષાની વિદેશી યુનિવર્સિટી અને શિક્ષણ સંસ્થાઓ ઉભી કરવામાં આવશે. ટોચની વિદેશી યુનિવર્સિટી અને શિક્ષણ સંસ્થાઓને ગીફટ સિટીમાં શિક્ષણધામ સ્થાપવાની મંજૂરી અપાશે.

Visit Saurashtra Kranti Homepage here

આ સંસ્થાઓમાં સ્થાનિક નિયંત્રણો અને નિયમો લાગુ કરવામાં આવશે. ફાયન્સ મેનેજમેન્ટ ફિન્ટેક, વિજ્ઞાન તથા ટેકનોલોજી, એન્જીનીયરીંગ અને ગણીત શાસ્ત્રના કોર્ષ શરૂ કરવામાં આવશે. ફાયન્સ સેવાઓમાં કૌશલ્ય ધરાવતા નિપુણ અને અભ્યાસુ લોકોને ઉપલબ્ધી સરળ બનાવવા માટે આ યોજના જાહેર કરાવવામાં આવી છે.

Read About Weather here

ગુજરાતને મળેલી બીજી સુવિધામાં ગીફટ સિટીમાં રચાનારા આંતરરાષ્ટ્રીય લવાદ કેન્દ્ર અંગેની છે. અત્યારે ગીફટ સિટીમાં આંતરરાષ્ટ્રીય ફાયનાન્સ સેન્ટરકાર્યરત છે. હવે સીંગાપોરના કેન્દ્રની તરાહ પર અથવા લંડન કેન્દ્રના ધારાધોરણ મુજબ આંતરરાષ્ટ્રીય આરબીટ્રેશન સેન્ટર ઉભુ કરવામાં આવનાર છે. આ પગલુ ગુજરાત માટે ખુબ જ મહત્વ પૂર્ણ બની રહેશે. રાજયને નાણાકિય સર્વીસ અને ટેકનોલોજીમાં ઉચ્ચ કુશળતા ધરાવતી માનવ સંપદાની સેવા મળતી થઇ જશે. લવાદ કેન્દ્રને કારણે ઔદ્યોગીક અને ફાયન્સ સેકટરમાં તકરાર નિવારણનું એક ક્ષકસમ માળખુ ઉભુ થશે અને સરળતાથી બિઝનેશ કરવાની સરકારની નીતિ મુજબ બિઝનેશ કરવાની મોકળાશ ઉભી થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here