ગરમીનો વધુ એક રાઉન્ડ…!

યુરોપમાં 1500 લોકોના મોત
ગરમીનો વધુ એક રાઉન્ડ...!
હવામાન વિભાગે આગામી 19 અને 20 સુધી શહેરમાં હિટવેવની આગાહી જાહેર કરી છે. અમદાવાદમાં છેલ્લા બે-ત્રણ દિવસોથી ગરમીમાં થોડી રાહત મળી હતી, ત્યારે હવે ગરમીનો વધુ એક રાઉન્ડ ફરીથી શરૂ થવા જઈ રહ્યો છે. ગરમીનો પારો શહેરમાં ફરીથી એકવાર 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસમાં અમદાવાદ સહિત ગાંધીનગર તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની સંભાવના પ્રવર્તી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

જેના કારણે લોકોને બપોરના સમયે કામ વિના ઘરની બહાર ન નીકળવાની સૂચના અપાઈ છે.ઉત્તર-પશ્ચિમના પવન શરૂ થયો હતો, જેની અસરથી રવિવારથી ગરમીનો પારો અચાનક વધ્યો હતો.

Read About Weather here

પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર રચાયું છે, લો-પ્રેશરની અસરથી હાલમાં પવનની પેટર્ન એ રીતની થઇ છે કે રણ-સૂકા પ્રદેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના પવનો ખેંચાઇને નીચે થઇને બંગાળની ખાડીમાં જાય છે, જેથી ગુજરાત-અમદાવાદ પર ગરમ પવનોનો મારો ચાલુ થયો છે, જેને કારણે પાકિસ્તાન, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં હીટવેવથી ગરમીનો પારો વધ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here