ખેડૂતો માટે રાહત સહાય પેકેજ જાહેર

ખેડૂતો માટે રાહત સહાય પેકેજ જાહેર
ખેડૂતો માટે રાહત સહાય પેકેજ જાહેર

કેબીનેટની બેઠક બાદ ચાર જિલ્લાઓમાં વરસાદથી નુકસાન માટે ખેડૂતોને નાણાકિય સહાય જાહેર: શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પત્રકારોને વિગતો આપી: રાજકોટ સહિત ચાર જિલ્લાઓના 2.80 લાખ ખેડૂતોને મદદ: ખેડૂતોને ગોડાઉન માટે અપાતી સહાય બમણી કરાઇ

રાજકોટ સહિત ચાર જિલ્લાઓના વરસાદ ગ્રસ્ત ખેડૂતોને થયેલા નુકશાનનું વળતળ ચુકવવા માટે ગુજરાત સરકારે રૂ.546 કરોડનું કૃષિ રાહત સહાય પેકેજ આજે જાહેર કર્યુ છે.

Visit Saurashtra Kranti Homepage here

ખેડૂતોને અપાતી ગોડાઉ માટેની નાણાકિય સહાય પણ બમણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટની બેઠકમાં કૃષિ સહાય પેકેજનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

કેબીનેટની બેઠક બાદ પત્રકારો સમક્ષ વિગતો જાહેર કરતા સરકારના પ્રવકતા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ત્રણ હેકટરથી ઓછી જમીન પર થયેલા નુકસાન માટે ઉચ્ચક રૂ.5 હજારની સહાય ખેડૂતોને અપાશે.

સહાય માટે ઓનલાઇન અરજી કરી શકશે. ઓનલાઇન અરજીનો ખર્ચ પણ સરકાર ભોગવશે. તા.25 ઓકટોબરથી 20 નવેમ્બર સુધી ખેડૂતો અરજી કરી શકશે. ખેડૂતો માટે રૂ.500 કરોડનું રીવોલવીન્ગ ફંડ પણ નક્કી કરવામાં આવ્યું છે.

અતિવૃષ્ટિથી ચાર જિલ્લાઓમાં વધુમાં વધુ નુકસાન થયું હતું. સર્વે થયા બાદ ચાર જિલ્લાના 2.80 લાખ ખેડૂતોને સહાય મળશે. ખેડૂતોને ગોડાઉન માટે અપાતી સહાયને રૂ.50 હજારથી વધારીને રૂ.1 લાખ કરવામાં આવી છે.

સપ્ટેમ્બર મહિના દરમ્યાન ભારે વ્યાપક વરસાદથી ખરીફ પાકને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે ખેડૂતો માટે ખાસ કૃષિ રાહત પેકેજ જાહેર કર્યુ છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને ઉદાર ધોરણે સહાય આપવાનો અભિગમ જાહેર કર્યો છે. જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં નુકસાન ગ્રસ્ત ખેડૂતોને રાહત પેકેજનો લાભ મળશે.

રાજય સરકારે જાહેર કર્યા મુજબ જે ખેડૂતોના પાકને 33% કે વધુ નુકસાની થઇ હોય એમને વધુમાં વધુ બે હેકટરની મર્યાદામાં પ્રતિ હેકટર રૂ.13 હજાર સહાય અપાશે. એસડીઆરએફના ધોરણો મુજબ બિનપિયત પાક તરીકે વધુમાં વધુ બે હેકટરની મર્યાદામાં હેકટર દીઠ રૂ.6800ની સહાય અપાશે.

બાકીની તફાવતની હેકટર દીઠ રૂ.6200 મહતમ બે હેકટરની મર્યાદામાં સહાય રાજયના બજેટમાંથી આપવામાં આવશે. રાજય સરકારના નિર્ણય મુજબ જો જમીન ધારકતા આધારે એસડીઆરએફના ધોરણો મુજબ રૂ.5 હજાર કરતા ઓછી રકમ સહાય ચુકવવા પાત્ર હોય

તો પણ ખાતા દીઠ ઓછામાં ઓછા રૂ.5 હજાર ચુકવવામાં આવશે. તફાવતની રકમ રાજયના બજેટમાંથી ચુકવવામાં આવશે. સહાય પેકેજનો લાભ મેળવવા માટે તા.25 ઓકટોબર સોમવારથી તા.20 નવેમ્બર સુધી ડિઝીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

અરજી માટે કોઇ ફી ચુકવવાની નથી. પેકેજનો લાભ મેળવવા માંગતા ખેડૂતે 8-અ, તલાટીનો વાવેતરનો દાખલો, 7-12 આધારકાર્ડ નંબર, બેંક ખાતાની વિગતો સાથેની પાસબુકની નકલ, મોબાઇલ નંબર તથા સંયુકત ખાતેદારોના કિસ્સામાં એક જ

ખાતેદારને લાભ અપાય તે અંગે અન્ય ખાતેદારોની સહી સાથેનું ના-વાંધા સંમતી પત્રક વગેરે તાલુકા વિકાસ અધિકારીને નિયત નમુનામાં અરજી કરવાની રહેશે. એક આધાર કાર્ડ નંબર પર એક જ વાર સહાય મેળવવા પાત્ર થશે.

આધાર નંબર ન હોય તો આધાર કાનુની જોગવાઇ મુજબના જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. ાતેદારના મૃત્યુના કિસ્સામાં તેના વારસદારોએ પેઢીનામુ રજુ કરવાનું રહેશે અને કોઇ એક જ વારસદારને સહાય મળશે.

એ અંગે અન્ય વારસદારો અને ખાતાના અન્ય ખાતેદારોનું સંમતીનું સોદગનામુ રજૂ કરવાનું રહેશે. વન અધિકારી પત્ર સનદ હેઠળ મેળવેલી જમીનના ખેડૂતોને અને વન વિસ્તારના સેટલમેન્ટ ગામોમાં ખેતી કરતા અસરગ્રસ્ત ખેડૂતોને પણ જરૂરી આધારા પુરાવા રજૂ કરવાથી સહાયનો લાભ મળશે.

Read About Weather here

સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીન ધારકોને સહાય નહીં મળે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here