કોરોના વેક્સિનનો 100 કરોડ ડોઝનો આંક પાર

કોરોના વેક્સિનનો 100 કરોડ ડોઝનો આંક પાર
કોરોના વેક્સિનનો 100 કરોડ ડોઝનો આંક પાર

અનેક પડકારોનો સામનો કરી ભારતે મેળવી અનેરી સિધ્ધી
દેશમાં રસીકરણમાં ગુજરાતનો 6.7 ટકાથી વધારે ફાળો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, આજે ભારતે ઇતિહાસ રચ્યો છે. આપણે ભારતીય વિજ્ઞાન, સાહસ અને 130 કરોડ ભારતીયોની સામૂહિક ભાવનાનો વિજય જોઈ રહ્યા છીએ.

Visit Saurashtra Kranti Homepage here

100 કરોડ વેક્સિનનો આંક પાર કરવા બદલ ભારતને અભિનંદન. આપણાં ડોકટરો, નર્સો અને આ સિદ્ધિ હાંસલ કરવા માટે કામ કરનાર દરેક લોકોનો આભાર.

ભારતે આજે એક ઐતિહાસિક લક્ષ્યાંક પાર કર્યું છે. દેશમાં કોરોના રસીના 100 કરોડ ડોઝનો આંકડો પૂર્ણ થઈ ગયો છે. છેલ્લા 20 કરોડ ડોઝ 31 દિવસમાં લગાવવામાં આવ્યા છે.

સરકાર વેક્સિનના 100 કરોડ ડોઝ પૂર્ણ કરવાની જાહેરાત માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. 9 મહિના પહેલા શરૂ થયેલા વેક્સિનેશન અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 99 કરોડ 85 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં 70 કરોડ 68 લાખ 91 હજાર 643 લોકોએ એક ડોઝ લીધો છે અને 29 કરોડ 16 લાખ 61 હજાર 794 લોકોએ બંને ડોઝ લીધા છે.

ભારતે 278 દિવસમાં આ રસીકરણ અભિયાન સંપૂર્ણ કર્યું છે. આ ઐતિહાસિક ક્ષણની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન ખુદ રામમનોહર લૌહીયા હોસ્પિટલ પહોંચ્યા હતા અને સ્વાસ્થ્ય કર્મચારીઓને બિરદાવ્યા હતા.

આજે ઐતિહાસિક લાલ કિલ્લા ઉપર સૌથી મોટો તિરંગો ફરકાવવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રસીકરણ માટે લોકોને અપીલ કરી કે તેઓ વિલંબ વગર રસી મેળવે અને ભારતની ઐતિહાસિક રસીકરણ યાત્રામાં યોગદાન આપે.

માંડવિયાએ કહ્યું કે મિશન અંતર્ગત રસીના 100 કરોડ ડોઝ આપ્યા બાદ, અમે સુનિશ્ચિત કરીશું કે જેમને પ્રથમ ડોઝ મળ્યો છે તેમને બીજી ડોઝ પણ મળશે જેથી કોવિડ -19 થી તેમનું રક્ષણ સુનિશ્ચિત થઈ શકે.

Read About Weather here

એવું કહેવામાં આવી રહ્યું છે કે બીજેપી નેતાઓને વેક્સિનેશન કેન્દ્રોની મુલાકાત લઈને આરોગ્ય કર્મચારીઓનું સન્માન કરવાનું પણ કહેવામાં આવ્યું છે. દેશમાં વેક્સિનેશન અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું. પ્રારંભિક 20 કરોડ વેક્સિનના ડોઝ 131 દિવસમાં લગાવવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here