કોરોના મહામારીમાં મનપા શાસકપક્ષનાં નેતા માટે નવીનકોર ઈનોવા કાર ખરીદાશે

કોરોના મહામારીમાં મનપા શાસકપક્ષનાં નેતા માટે નવીનકોર ઈનોવા કાર ખરીદાશે
કોરોના મહામારીમાં મનપા શાસકપક્ષનાં નેતા માટે નવીનકોર ઈનોવા કાર ખરીદાશે

રૂ.21 લાખથી વધુનાં ખર્ચે કાર ખરીદવા સ્ટેન્ડિંગની મંજૂરી મંગાઈ

આવતીકાલે શુક્રવારે બપોરે 12 વાગ્યે યોજાય રહી છે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક:વિવિધ વિકાસ કામો સહિતની 39 નવી દરખાસ્તો મંજૂરી માટે બેઠકમાં મુકાશે

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આવતીકાલે તા.30 ને શુક્રવારે બપોરે 12 વાગ્યે મનપા કચેરીમાં યોજાઈ રહી છે. મનપાનાં એક પદાધિકારી માટે નવી ઈનોવા કાર ખરીદવા સહિતની 3 કાર ખરીદવા દરખાસ્તો મુકવામાં આવશે. તે ઉપરાંત મહાનગરમાં વિવિધ સ્થળે પાઈપલાઈન તેમજ અન્ય સંખ્યાબંધ કામો માટેની નવી દરખાસ્તો કમિટી સમક્ષ મંજૂરી માટે મુકવામાં આવે છે.

Subscribe Saurashtra Kranti here

કુલ 39 દરખાસ્તો સ્ટેન્ડિંગમાં મુકવામાં આવનાર છે તેમ મનપાની એક યાદીમાં જણાવ્યું છે. મનપા શાસકપક્ષનાં નેતા માટે આવા કપરા કોરોના કાળમાં પણ નવી નકોર ઈનોવા કાર ખરીદવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ કારની કિંમત રૂ. 21લાખથી પણ વધુ હોવાનું જાણવા મળ્યું છે.

મનપાની યાદી અનુસાર એક પદાધિકારી માટે એક નવી ઈનોવા કાર ખરીદવાની મંજૂરી મંગાવામાં આવી રહી છે એજ રીતે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગનાં ચીફ ફાયર ઓફિસર માટે રેપીડ રેસ્ક્યુ વાહન ખરીદવા માટે નિર્ણય લેવા દરખાસ્ત મુકાશે. તે જ રીતે ફાયર એન્ડ ઈમરજન્સી શાખાનાં ચેરમેન મતે નવી કાર ખરીદના કામ અંગે મંજૂરી માંગવામાં આવી છે.

વોર્ડનં.11માં ટીપી સ્કીમ નં.27,28 નાં 18મીટર ટીપી રોડને ડેવલપ કરવા, એ જ વોર્ડમાં સ્પીડવેલ ચોકથી નવા 150ફૂટ રીંગરોડ સુધી 24મીટર ટીપી રોડને ડેવલપ કરવા, વોર્ડનં. 10માં આલાપ એવન્યુ સોસાયટીમાં જેમ ભાગીદારી યોજના હેઠળ 100-200 એમ.એમ ડાયામીટર ડી.આઈ પાઈપ લાઈન  નાખવા, વોર્ડનં.12 માં મવડી ચોકડીથી શ્રીનાથજી સોસાયટી શેરીનં. 5 સુધી મેઈન રોડની બાજુમાં પેવીન બ્લોક લગાવવા,

વોર્ડનં.4 માં જુદા-જુદા ટીપી રોડ, પંચવટી સોસાયટીમાં મેટલીંન કરવા, વોર્ડનં. 7 માં લક્ષ્મીનગર નાલાથી ગોડાઉન રોડ નાલા સુધી વરસાદી પાણીનાં નિકાલ માટે પાઈપલાઈન નાખવા, સફાઈ મિત્ર સુરક્ષા ચેલેન્જ હેઠળ ડ્રેનેજ શાખાનાં ભૂગર્ભ ગટર- મેનહોલ કે વેટવેલની સફાઈનાં યાંત્રિક સાધનો કાર્યરત કરવા, વોર્ડનં. 4 માં મોરબી રોડ થી ધોળકિયા સ્કૂલ પાછળનાં વોકળા સુધી પાઈપ ગટર નાખવા જેવા મહત્વનાં કામોની દરખાસ્ત આવતીકાલે મુકવામાં આવશે.

વોર્ડનં.18 માં સોલવન્ટ વિસ્તારનાં જુદા-જુદા રોડ પર મેટલીંન કરવા અને વોર્ડનં. ૧૪ માં માસ્તર સોસાયટી શેરી.12 માં સ્વીમીંગ પુલનાં ગેઇટથી ક્રિષ્ના ચોક સુધી 500 મિ.મિ પાઈપ લાઈન નાખવા મંજૂરી માંગવામાં આવી છે.

Read About Weather here

સેટપ વધારવાની એક મહત્વની દરખાસ્તનો અત્રે ઉલ્લેખ કરવો રહ્યો. મનપાની બાંધકામ શાખામાં કાયમી સ્ટાફ સેટઅપમાં એડીશનલ સીટી એન્જિનિયરની ચાર નવી જગ્યાઓ ઉભી કરવા અને આયોજન સેલમાં એક રીસર્ચ એનાલીસ્ટ તથા એક આંકડા મદદનીશની જગ્યા ઉભી કરવા પણ માંગણી કરવામાં આવી છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here