કોરોના ઈફેક્ટ: ગુજરાતમાં નવા નિયંત્રણો જાહેર, લગ્ન પ્રસંગોમાં સંખ્યા માર્યાદિત

મહેમાનો માટે દુલ્‍હને બનાવ્‍યા ચિત્રવિચિત્ર નિયમો...!
મહેમાનો માટે દુલ્‍હને બનાવ્‍યા ચિત્રવિચિત્ર નિયમો...!

ધાર્મિક કે સામાજીક પ્રસંગોમાં હવે માત્ર 150 મહેમાનોની છૂટ: ગૃહખાતા દ્વારા જાહેરનામું બહાર પડ્યું, 22 જાન્યુઆરી સુધી અમલ

ગુજરાતમાં કોરોનાની તેજ રફતાર અને ઓમિક્રોનનાં વધતા કેસોને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે ગઈકાલે નવેસરથી નિયંત્રણો જાહેર કર્યા છે. ધાર્મિક, રાજકીય તેમજ લગ્ન સહિતનાં સામાજીક પ્રસંગો માટે મહેમાનોની હાજરી ફરીથી માર્યાદિત કરવામાં આવી છે. રાજ્યનાં ગૃહ વિભાગનું નવું જાહેરનામું 12 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. લગ્ન પ્રસંગ સહિતનાં જાહેર સમારંભોમાં માત્ર 150 મહેમાનોની હાજરી માટે છૂટ આપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં કોરોના પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ નવા નિયંત્રણનો નિર્ણય લેવાયો હતો એ મુજબ તમામ ધાર્મિક, રાજકીય, સામાજીક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક સમારંભોમાં ખુલ્લી જગ્યામાં મહતમ 150 વ્યક્તિની હાજરી માટે છૂટ અપાઈ છે. બંધ જગ્યા કે હોલમાં આવા સમારંભ યોજાઈ તો સ્થળની કુલ ક્ષમતાની 50 ટકા લોકોની હાજરી સાથે પ્રસંગ કરી શકાશે. એવું જાહેરનામું દર્શાવે છે. જાહેરનામાં અનુસાર લગ્ન પ્રસંગોમાં 150 મહેમાનો માટેની પરવાનગી આપવામાં આવી છે. લગ્ન પ્રસંગ યોજાઈ તે પહેલા ડીજીટલ ગુજરાત પોર્ટલ પર લગ્ન નોંધણી કરાવવાની રહેશે.

Read About Weather here

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યની કોરોના પરિસ્થિતિની ઊંડી સમીક્ષા કરવામાં આવી હતી. એ પછી લગ્ન સહિતનાં સમારંભો માટે મહેમાનોની સંખ્યા વધુ એકવખત માર્યાદિત કરવામાં આવી છે. અગાઉ લગ્નમાં અને જાહેર સમારંભમાં 400 મહેમાનોની છૂટ આપવામાં આવી હતી. આ નિયંત્રણની સાથે-સાથે 10 શહેરોમાં લાગુ નાઈટ કર્ફ્યુંનો અમલ પણ 22 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. કર્ફ્યુંનો સમય પણ વધારવામાં આવ્યો છે. એ મુજબ રાતમાં 10 થી સવારનાં 6 સુધી કર્ફ્યું ચાલુ રહેશે. રાજ્યમાં પહેલીવખત ગઈકાલે કોરોનાનાં નવા કેસ 7 હજારથી વધુ નોંધાયા હતા અને બે મોત થયાનું પણ નોંધાયું હતું. મંગળવારે કુલ નવા કેસ 7476 નોંધાતા સરકારને ફરી નવા નિયંત્રણો જાહેર કરવા પડ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here