કોરોનાએ બહુ કરી…ઉપર ખાલી આકાશ, નીચે સુનકાર ધરતી : કેમ ભુલાય એ દ્રશ્યો?

LOCKDOWN-કોરોના
LOCKDOWN-કોરોના

મહાન ભારતે અદ્રશ્ય કોરોના રાક્ષસ સામે જે અદમ્ય જંગ ખેલ્યો એ જોઇ વિશ્ર્વ અભીભુત

દેશના ઇતિહાસના પ્રથમ લોકડાઉનની આજે પ્રથમ વરસી

માનવ કરૂણતાની જયારે સર્જાઇ હતી પરાકાષ્ઠા, લાખો લોકોની હજારો માઇલ વતન ભણી હિજરત, જીવન બચાવવાનો તુમુલ સંઘર્ષ, કોરોના યોધ્ધાઓ, તબીબો, આરોગ્ય કર્મી, પોલીસની જાન ફેસાની શીદ ભુલાય?

ઠેર ઠેર ખાલી રસ્તાઓ, સુમસાન બનેલી શેરીઓ, ભુખથી ટળવળતા હજારો લાખો ગરીબો કેમ ભુલાય આ બધુ?, માનવતાના ચીરાગને જલતો રાખવા ઠેર ઠેર પ્રગટી ઉઠેલા માનવતાના દિવડા પણ કેમ ભુલાય?

Subscribe Saurashtra Kranti here

હે ઇશ્ર્વર આવા દિવસો ફરી કદી ન દેખાડતો, આજે લોકડાઉનના એક વર્ષ બાદ તમામનો એક જ પોકાર, નિષ્ણાંતો કહે છે તેમ લોકડાઉન જરૂરી હતું, જો પગલુ ન લેવાયું હોત તો લાખો માનવી મરી ગયા હોત
કેટલીક આફતો, વિપદા એવી હોય છે જે પોતાની પાછળ પીડા, દુ:ખ, યાતનાઓની કદી ન ભુંસી શકાય એવી લાંબી વણઝાર પાછળ છોડી જતી હોય છે.

એમાય કોઇ એક બે પરીવાર કે એક બે લત્તા યા શહેરો નહીં બલકે એક આખે આખા દેશને એકી સાથે મહા વિપદા ચારે તરફથી ઘેરી વડે ત્યારે તેની કરૂણતા ભરી યાદો માનવ મન પર એક અમીટ છાપ છોડી જતી હોય છે. જે કદી ભુલી શકાતી નથી. 24 માર્ચ 2020નો સુરજ પણ કંઇક અલગ રીતે પૂર્વ દિશાએથી પ્રગટ થયો અને મહાન ભારત વંશનો આખો નકશો બદલી નાખતી એક મહા ઘટનાએ જન્મ લીધો કોરોના નામના સાવ અલગ અને નવતર પ્રકારના અને નરી આંખે પણ ન દેખાતા મહા રાક્ષસનો મુકાબલો કરવા માટે દ્રઠ નિશ્ર્ચિર્યથી આખો દેશ એકી અવાજ સજ્જ બન્યો અને જીવનમાં અને પાછલી સદીઓમાં પણ કદી ન જોવા મળી હોય તેવી લોકડાઉનની પરિસ્થિતિનો સાક્ષત્કાર કરોડો લોકોને થયોે.

એક પણમાં જાણે કે જીવન થંભી ગયું. હસ્તી રમતી મનવ જીવનની ખુશાલીઓને અને આનંદને કોરોનાની કરૂણ અને કુણી નજર લાગી ગઇ અને પલક વારમાં કરોડો લોકોના જીવન બદલાઇ ગયા. જયા સતત 24 કલાક જીવન ધબકતુ હતું. એવા શહેરો નગરો અને ગામ અચાનક સન્નાટાની ચાદર ઓઢીને સુઇ ગયા માનવીતો ઠીક ચકલુ પણ જોવા ન મળે એવી સુમસાન શાન્તીની ચાદરથી એક આખુ મહાન રાષ્ટ્ર ધબુરાઇને બેસી ગયું. કદી અગાઉ જોવા ન મળ્યા હોય એવા દ્રશ્યોનો જુની અને નવી પેઢીને એવો કારમો અનુભવ થયો જેની કડવી યાદો 1 વર્ષ પછી પણ લાખો કરોડો લોકોને વિચલીત કરી મુકે છે.

કોરોના મહા રાક્ષસને નાથવા માટે ભારતે લોકડાઉન નામનું અમોધ સસ્ત્ર ઉગામ્યુ અને અમલમાં મુકયું. એ ઘટનાને આજે બરાબર એક વર્ષ પુરૂ થયું છે. જાણે કે હમણાં જ બધુ બન્યું હોય એટલા એ દ્રશ્યો હજુ આપણી સ્મૃતિમાં તાજા છે. ઘડીક વારતો એ યાદ કરીને હદય દે ધબકારા છુટી જાય છે.

કોરોનાએ આક્રમણ કર્યુ પાછલી સદીઓની સૌથી મોટી મહાઆફત ગણી શકાય. જેના આક્રમણના પ્રહારોથી જનજીવન વેરવીખેર થવા લાગ્યું. ન દેખાય કે ન સમજાય એવી મહામારીના એક પછી એક ક્રુર અને કાળ મુખા ફટકાથી હોસ્પિટલો ઉભરાવવા લાગી પથારીઓ ખુટી પડી, મૃતદેહોના ખડકલા થવા લાગ્યા, કરૂણતાની આ જાણે ચરમ સીમા હતી કે જયારે સ્વજનોને સમશાને અગ્નીદાહ દેવા જવા કે કબ્રસ્તાનમાં મૃતદેહને દફનાવવા માટે સ્વજનોને જ જવાની છુટ અપાતી નથી.

સરકારી કર્મચારીઓ પીપીઇ કીટ પહેરીને કોઇ પરીવારના વહાલાને અગ્નીદાહ આપતા રહેતા હતા અને દફનાવતા રહેતા હતા. છેલ્લી ઘડીએ પોતાના વ્હાલાનું મોઢું પણ નીરખી શકાતુ ન હોતું. ગભરાટ ભરી દોડધામમાં લાખો લોકો વાહનોના અભાવે હજારો માઇલ દુર વતન પહોંચવા માટે પગે ચાલીને નાસવા લાગ્યા. પેટ ખાલી, કાખમાં બેસાડેલુ બાળક, હાથની આંગળીઓ સાથે ચોટેલા અન્ય સંતાનો, ખીસ્સા ખાલી આવા સંજોગોમાં લાખો લોકોએ હજારો માઇલની પદયાત્રા શરૂ કરી ત્યારે આકાશની આંખમાંથી જાણે અશ્રુ સરતા હોય તેવા દ્રશ્યોએ ભારતવંશની આ મહાન ધરતી પર વેદનાઓની એવી વણઝાર સર્જી જેનું શબ્દમાં વર્ણન શકય નથી.

એક સામટી અનેક આપદાઓએ જાણે એકી સાથે આક્રમણ કર્યું એવા એક કપરા અને અકલ્પનીય રીતે ડરામણા સમય કાળમાં ભારતવશ તેની ખ્યાતી મુજબ તેના પુરા જોશ જનુન અને જોમ સાથે મહા આફતના મુકાબલા માટે એક બનીને જાગી ઉઠયું જેનું ઉદાહરણ ભાગ્યેજ જોવા મળે એવા મહાન ચારીત્ર સાથે ભારતની કરોડોની જનતાએ હાથમાં હાથ મીલાવીને કોરોના સામે બાથ ભીડવાનું શરૂ કર્યુ અને વિશ્ર્વ આખાને પોતાના મહાન ચારીત્ર્ય, લોખંડી મનોબળ અને અવીસ્મરણીય એકતાના દ્રશ્યોથી અચંમબામાં મુકી દીધુ.

જેટલી ક્રુર અને મહાઆફતોથી એટલી જ બલકે તેથી વધુ તીવ્રતા, નિષ્ઠા અને નિર્ધાર સાથે એક અજબ લોક શકિત અને લોક લડતના મંડાણ થતું જગત આખાએ જોયું. દેશના ખુણે ખુણે માનવતાની મશાલો પ્રગતી ઉઠી આપણે એક બનીને થાડીઓ વગાડી, દીવડા પ્રગટાવ્યા, કોરોનાને આંધળો કરવા બ્લેક આઉટ પણ કર્યું. પગે ચાલીને વતન જઇ રહેલા લાખો લોકો માટે રસ્તામાં અજાણ્યા શહેરોના લોકોએ ઠેર ઠેર અન્ન યજ્ઞ શરૂ કર્યા. કોઇને ભુખ્યા સુવા ન દીધા કે તરસ્યા ન રહેવા દીધા.

ગામો ગામ રાહત રસોડા ધમધમાટ કરવા લાગ્યા. ગરીબો, ફુટપાથ વાસીઓ સુધી બે ટકનું ભોજન પહોંચાડવાનું એક પ્રચંડ , વ્યાપક અને અભુતપુર્વ અન્નદાન વ્યાયામ થતું આપણે જોયું. ભારત તેની ખ્યાતી મુજબ એક મેકના સાથી અને હમ દર્દ બનવાની હોદના દ્રશ્યોથી છવાઇ ગયું. બીજી તરફ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઇ રહેલા હજારો કોરોના દર્દીઓને ઉગારી લેવા જાનના જોખમે કોરોના યોધ્ધા, આરોગ્ય કર્મીઓ, તબીબો, આરોગ્ય સ્ટાફે જાન હથેડી પર મુકી સારવાર ચાલુ રાખી. આ એજ કોરોના યોધ્ધાઓની કુરબાનીઓના કારણે હજારો લોકોના જીવ બચાવી શકાયા.

આવી પ્રસંશનીય કામગીરી પોલીસ કર્મીઓએ બજાવી લોકો, પરીવારો એકમેકની મદદમાં જજુમી રહયા હતા ત્યારે સુનકાર અને ખાલી શહેરોની સુરક્ષા માટે પોલીસે રાત દિવસ ઉજાગરા કર્યા. મહિનાઓ સુધી પરીવારો અને માસુમ સંતાનોના ચહેરા પણ જોવા ન પામ્યા અને પોતાની ફરજમાં અડગ રહયા સમાજના દરેક વર્ગોએ સાથે હાથ બઢાગના કરીને જે યાદ ગાર સેવા યજ્ઞ ચલાવ્યો એ જોઇને વિશ્ર્વ આખુ દંગ રહી ગયું. જેની કદર રૂપે આપણી સેનાએ પણ રાજી થઇને હોસ્પિટલો પર તથા પોલીસ અને સરકારી ઇમારતો પર આકાશમાંથી પુષ્પા વર્ષા કરી કોરોના યોધ્ધાઓની અનોખી અંજલી આપી આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે. એવા આપણે જોયા.

Read About Weather here

તેનાથી અટલી મહા પીડા વચ્ચે પણ આપણી છાતી ગર્વથી ફુલી ગઇ અને આ મહાન રાષ્ટ્રને બે હાથ જોડીને વંદન કરવાની ઇચ્છા થઇ આવી છે. સાથે સાથે એવી પ્રાર્થના પણ સહજ ભાવે મોઢામાંથી નીકડે છે કે, હે ખુદા હે ઇશ્ર્વર મારા ભારત વશને આવા કપરા દિવસો ફરી ન દેખાડતો જય ભારત, જય જવાન, જય કોરોના યોધ્ધા… આપણે લોકડાઉન લાગુ કર્યુ એ અનુભવ નવી પેઢી તો ઠીક 70 થી 100 વર્ષની વયોવૃધ્ધ નાગરીકો માટે પણ નવો હતો.

એ પગલુ યોગ્ય હતું કે નહીં, તેનાથી ફાયદા થયા કે ગેરફાયદા એ વિશે મતમતાતરો ચાલે છે. એક વર્ષ પછી હજુ પણ એ વિશે ચર્ચા અને ડીબેટ ચાલી રહયા છે. પણ મોટા ભાગના નિષ્ણાંતો એ મુદ્ા પર એકમત છે કે, ભારતે સમય સર આ પગલુ લીધુ હતું જો એ સમયે લોકડાઉન લદાયુ ન હોત તો લાખો લોકોના જાન ગયા હોત.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here