કોઠારીયા રોડ પર પાર્કિંગ તથા માર્જીનમાં થયેલા દબાણો દૂર કરાયા

કોઠારીયા રોડ પર પાર્કિંગ તથા માર્જીનમાં થયેલા દબાણો દૂર કરાયા
કોઠારીયા રોડ પર પાર્કિંગ તથા માર્જીનમાં થયેલા દબાણો દૂર કરાયા

મહાનગરપાલિકા દ્વારા વન વીક, વન રોડ ઝુંબેશ

મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ મુખ્ય 48 માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે ઈસ્ટ ઝોનમાં સોરઠીયા વાડી સર્કલથી કોઠારીયા ચોકડી સુધીના રોડ ખાતે અલગ-અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી ધોરણે અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેલાવતા, કચરાપેટી ન રાખતા, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે દંડની કાર્યવાહી કરેલ.

ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત શહેરના ઇસ્ટ ઝોન વિસ્તારના વોર્ડ નં.16માં સમાવિષ્ટ કોઠારીયારોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ નીચેની વિગતોના દબાણો-ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. કુલ 15 સ્થળોએ થયેલ છાપરાનું દબાણ દુર કરાવવામાં આવેલ છે.

વન વીક, વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના સોરઠિયા વાડી સર્કલથી કોઠારીયા રોડ હાઇ-વે વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ 43 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન 4 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ.

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરી વન વીક, વન રોડ અંતર્ગત ઈસ્ટ ઝોનમાં સોરઠીયા વાડી સર્કલથી કોઠારીયા ચોકડી સુધીના રોડ પર જાહેરમાં કચરો ફેકનાર-ગંદકી કરવા સબબ કુલ 14 આસામીઓ પાસેથી રૂ. 5,250, કચરાપેટી-ડસ્ટબીન ન રાખવા સબબ કુલ 3 આસામીઓ પાસેથી રૂ. 950, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા-ઉપયોગ કરવા સબબ કુલ 37 આસામીઓ પાસેથી રૂ. 23,000 નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ, આમ, કુલ 54 આસામીઓ પાસેથી રૂ.29,200 નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.

Read About Weather here

સોરઠીયા વાડી સર્કલથી કોઠારીયા ચોકડી સુધીના રોડ ખાતેથી દબાણ હટાવ શાખા દ્વારા જપ્ત કરેલ રેકડી-કેબીનની સંખ્યા- 3, જપ્ત કરેલ પરચુરણ માલસામાન -1 અને જપ્ત કરેલ બોર્ડ-બેનર 153 જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here