કેજરીવાલના વાયદા

કેજરીવાલના વાયદા
કેજરીવાલના વાયદા

કેજરીવાલે પંજાબ મોડલને રજૂ કરતી વખતે કહ્યું કે જો આપ સત્તામાં આવે છે તો અમે પંજાબને વિકસીત અને સમૃદ્ધ બનાવવા માટે 10 સૂત્રીય પંજાબ મોડલ તૈયાર કર્યું છે. અમે એવુ સમૃદ્ધ પંજાબ બનાવશે કે રોજગારી મેળવવા માટે કેનેડા ગયેલા યુવા પાંચ વર્ષમાં પરત આવી જાય.

વેપાર અને ઉદ્યોગ: સીએમ કેજરીવાલે કહ્યું કે વેપાર અને ઉદ્યોગ સિસ્ટમમાં સુધારો કરશે.

Visit Saurashtra Kranti Homepage here

નશો: સીએમ કેજરીવાલે કહ્યું કે અડધા યુવાનો વિદેશ જતા રહે છે અને જે અહીં રહે છે તે નશામાં રહે છે. અગાઉની સરકારોએ નશા પર અંકુશ લગાવવાની જાહેરાતો કરી હતી, પરંતુ કંઈ કર્યું નથી. જો AAPની સરકાર બનશે તો પંજાબમાંથી નશો ખતમ કરીશું.

કાયદો અને વ્યવસ્થા જાળવવીઃ અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો અમારી સરકાર બનશે તો અમે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા લાગુ કરીશું અને અપમાનના મામલામાં ન્યાય મળશે.

ભ્રષ્ટાચાર મુક્તઃ મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે જો AAPની સરકાર બનશે તો અમે પંજાબને ભ્રષ્ટાચાર મુક્ત બનાવીશું, જેમ અમે દિલ્હીને બનાવ્યું છે.

શિક્ષણઃ દિલ્હીના સીએમએ જાહેરાત કરી કે જો સરકાર બનશે તો તેઓ શિક્ષણનું સ્તર સુધારશે.

રોજગાર: પ્રથમ એજન્ડાની જાહેરાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે અહીં રોજગારની ઘણી સમસ્યા છે, જેના કારણે મોટાભાગના યુવાનો વિદેશ જાય છે. જો અમારી સરકાર બનશે તો અમે એવું કરીશું કે વિદેશમાં સ્થાયી થયેલા યુવાનો પંજાબ પાછા આવશે.

સ્વાસ્થ્યઃ અરવિંદ કેજરીવાલે પંજાબની સ્વાસ્થ્ય વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે જો અમારી સરકાર બનશે તો અમે પંજાબના લોકોને સારવારની ખાતરી આપીશું. આ માટે પંજાબમાં દિલ્હીની તર્જ પર 16,000 મોહલ્લા ક્લિનિક્સ બનાવવામાં આવશે.

વીજળી: અરવિંદ કેજરીવાલે તેમના 7મા એજન્ડા તરીકે મફત વીજળીની જાહેરાત કરી. આ સાથે તેમણે કહ્યું કે પંજાબમાં 24 કલાક વીજળી આપવામાં આવશે.

મહિલાઓને આર્થિક મદદઃ દિલ્હીના CMએ પંજાબની મહિલાઓને આર્થિક મદદની જાહેરાત કરી. તેમણે કહ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાના ખાતામાં દર મહિને 1000 રૂપિયા જમા કરવામાં આવશે.

Read About Weather here

કૃષિ: અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો અમારી સરકાર બનશે તો અમે ખેતી પ્રણાલીને ઠીક કરીશું અને કૃષિ ક્ષેત્રને સુધારીશું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here