કુવાડવા રોડ પર સેન્ટ્રો કારમાં દારૂ સાથે બે ઝડપાયા

કુવાડવા રોડ
કુવાડવા રોડ

વાણીયા વાડી અને મનહરપરામાં જુગાર રમતી ત્રણ મહિલા સહિત ૧૨ શખ્સોની ધરપકડ

કુવાડવા રોડ પર ડીમાર્ટ પાસે સેન્ટ્રો કરમાં દારૂની ૧૮ બોટલ સાથે બે શખ્સોપોલીસે દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત મુજબ બી.ડીવીઝન પોલીસના પી.આઈ. એમ.બી.ઔસુરાની સુચનાથી પી.એસ.આઈ બી.બી.કોડીયાતર સહિતનો સ્ટાફ કુવાડવા રોડ પર ડી માર્ટ પાસે વાહન ચેકિંગ ફરજ પર હતા ત્યારે સેન્ટ્રો કાર નંબર જી.જે.-૧-એચ.જે.૪૧૩૮ નંબરની શંકાસ્પદ રીતે પસાર થતા પોલીસે કારને અટકાવી તલાસી લેતા તેમાંથી અલગ અલગ બ્રાંડની ૧૮ બોટલ દારુ કિંમત રૂ.૯૦૦૦ ની મળી આવતા કારના ચાલક મુકેશ પ્રવિણ વૈષ્ણવ(રહે.રૈયાગામ) તથા અંકીત ઉર્ફ અકીવ રાજુ બ્લોય નામના બંને શખ્સોની પોલીસે ધરપકડ કરી કાર સહિત રૂ. ૧,૫૯,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Subscribe Saurashtra Kranti here

જયારે અન્ય એક બનાવમાં વાણીયા વાડીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા ભક્તિનગર પોલીસે દરોડો પાડતા તીનપતિનો જુગાર રમતી નિતા દિનેશ મકવાણા, જ્યોત્સના હીરાદાસ સરપદડીયા, જયશ્રી નીલેશ કકકડ, દિલીપ રાજુ મકવાણા તથા ધીરુભા અજીતસિંહ જેઠવા સહિત પાંચની ધરપકડ કરીરૂ. ૧૫,૬૯૦ રોકડ કબ્જે કરી હતી.

Read About Weather here

જયારે થોરાળા પોલીસેભાવનગર રોડ પર આવેલા મનહરપરા શેરી.૨ ના ખૂણે જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ભરત જાદવ સાપરા, રોહિત રમેશ સોલંકી, રાજુ મોહન ચાવડા, જીજ્ઞેશ કાવજી અધોલા, કિશન ભરત જેતાણી, રાકેશ ધનજી શિંગળ, મોસીન મહેબુબ પઠાણા સહિત સાત શખ્સોની ધરપકડ કરી રોકડા રૂ.૧૨,૧૯૦ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here