કાલ મધરાતથી એસટીની સાત હજારથી વધુ બસોના પૈડા થંભી જશે

કાલ મધરાતથી એસટીની સાત હજારથી વધુ બસોના પૈડા થંભી જશે
કાલ મધરાતથી એસટીની સાત હજારથી વધુ બસોના પૈડા થંભી જશે

40 હજાર કર્મચારીઓની બેમુદતી હડતાલ: યુનિયન આગેવાનો અમદાવાદમાં: કાલે રાત્રે 12 વાગ્યે મુસાફરોને તેમના સ્થળે ઉતારી બસ ડેપોમાં મુકી દેવા આદેશ

આવતીકાલે મધરાતથી એસ.ટી.ના રાજકોટ ડિવીઝનના 2600 સહિત કુલ 40 હજાર એસ.ટી. કર્મચારીઓ બેમુદતી હડતાલ ઉપર ઉતરી જશે. આ સંદર્ભે રાજયમાં તમામ કર્મચારીઓએ રજા રીપોર્ટ મુકી દિધો છે.

Visit Saurashtra Kranti Homepage here

એસટીના ત્રણેય યુનિયનો હડતાલ માટે – લડત માટે અફર છે. ગઇકાલે આગેવાનો મંત્રણા માટે ગયા હતા. પણ કોઇએ પ્રત્યુતર આપ્યો ન હતો. 100 ટકા કર્મચારીઓએ રજા રીપોર્ટ મુકી દીધો હોવાનું જાણવા મળ્યું.

જો સરકાર આજે વાટાઘાટો – મંત્રણા માટે નહી બોલાવે તો બેમુદતી હડતાલ અફર છે. અને મુસાફરો હેરાન થશે તેમાં સરકારની જવાબદારી રહેશે. ડ્રાઇવર-કંડકટરના 1900ના ગ્રેડમાં સુધારો, અને ફીકસ પગારના કર્મચારીઓનો પગારમાં સુધારો આ બે અમારી મહત્વની માંગણી છે.

રાજયભરમાં કુલ 7ાા હજાર બસના પૈડા થંભી જશે,ઘ વોલ્વો પણ બંધ રહેશે, તેમના ડ્રાઇવર-કંડકટર પણ અમને ટેકો જાહેર કર્યો છે. એસ.ટી.ને રોજનું 7 થી 8 કરોડનું નુકસાન જશે, તેમણે જણાવેલ કે કાલે રાત્રે 12 વાગ્યાથી હડતાલ શરૂ થઇ જશે.

Read About Weather here

ડ્રાઇવર-કંડકટરે નજીકના ડેપો ઉપર બસો મુકી દેશે, મુસાફરોને હેરાન નહિ કરાય, જે ડેપો ઉપર પહોંચવાનું હશે ત્યાં પહોંચાડી પછી હડતાલમાં જોડાઇ જશે, અમે પણ એસટીને નુકસાન જાય તેવુ ઇચ્છા નથી. લોકોને પડનારી તકલીફ અંગે અમે દિલગીર છીએ. તેમ યુનિયનના આગેવાનોએ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here