કાલે સેફઈમાં મુલાયમસિંહના અંતિમ સંસ્કાર

કાલે સેફઈમાં મુલાયમસિંહના અંતિમ સંસ્કાર
કાલે સેફઈમાં મુલાયમસિંહના અંતિમ સંસ્કાર
સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. 82 વર્ષના મુલાયમ સિંહ યુરિન ઇન્ફેક્શનને કારણે 26 સપ્ટેમ્બરથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા. 2 ઓક્ટોબરે ઓક્સિજન લેવલ ઘટતાં તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુલાયમ સિંહ યાદવના પાર્થિવદેહને તેમના વતન સેફઈ લઈ જવામાં આવશે. આવતીકાલે બપોરે 3 વાગે તેમના અંતિમસંસ્કાર કરાશે.22 નવેમ્બર 1939ના રોજ સેફઈમાં જન્મેલા મુલાયમ સિંહ યાદવનું શિક્ષણ ઈટાવા, ફતેહાબાદ અને આગ્રામાં થયું હતું. મુલાયમ થોડા દિવસો માટે મેનપુરીના કરહલમાં જૈન ઈન્ટર કોલેજમાં પ્રોફેસર પણ રહ્યા હતા. પાંચ ભાઈ-બહેનોમાં બીજા નંબરના મુલાયમ સિંહે બે લગ્ન કર્યા હતા. તેમનાં પ્રથમ પત્ની માલતી દેવીનું નિધન મે 2003માં થયું હતું. અખિલેશ યાદવ મુલાયમની પહેલી પત્નીના પુત્ર છે. રાજનેતાઓથી લઈને સામાન્ય લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે

Visit Saurashtra Kranti Homepage here


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપી. તેમની સાથેની પોતાની ઘણી તસવીરો પોસ્ટ કરી છે. લખ્યું – મુલાયમ જમીન સાથે જોડાયેલા નેતા હતા, જેઓ લોકોની મુશ્કેલીઓને સમજતા હતા. તેમણે પોતાનું જીવન લોકનાયક જયપ્રકાશ અને ડો.લોહિયાના વિચારોને સમર્પિત કરી દીધું. તેઓ ઈમરજન્સી દરમિયાન લોકશાહીના મહત્વપૂર્ણ સૈનિક હતા. સંરક્ષણ પ્રધાન તરીકે તેમણે મજબૂત ભારત માટે કામ કર્યું હતુ. મુલાયમ સિંહ યાદવ બે વર્ષથી બીમાર હતા. સમસ્યા વધી જતાં તેમને ઘણીવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે તેમને કોરોના પણ થયો હતો. ઑગસ્ટ 2020થી ઑક્ટોબર 2022 સુધી, ક્યારે-ક્યારે તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ હતી. યુવાનીના દિવસોમાં કુસ્તીના શોખીન મુલાયમ સિંહે 55 વર્ષ સુધી રાજનીતિ કરી.

Read About Weather here

મુલાયમ સિંહ 28 વર્ષની ઉંમરે 1967માં જસવંતનગરથી પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. જોકે તેમના પરિવારનું કોઈ રાજકીય બ્રેકગ્રાઉન્ડ નહોતું. 5 ડિસેમ્બર 1989ના રોજ મુલાયમ પ્રથમ વખત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા. બાદમાં તેઓ વધુ બે વખત રાજ્યના મુખ્યમંત્રી રહ્યા. તેમણે કેન્દ્રમાં દેવેગૌડા અને ગુજરાલ સરકારમાં રક્ષામંત્રીની જવાબદારી પણ સંભાળી હતી. નેતાજીના નામથી જાણીતા મુલાયમ સિંહ સાત વખત લોકસભાના સાંસદ અને નવ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. મુલાયમ સિંહ યાદવે 4 ઓક્ટોબર 1992ના રોજ લખનઉમાં સમાજવાદી પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી. મુલાયમ સપા અધ્યક્ષ, જનેશ્વર મિશ્રા ઉપાધ્યક્ષ, કપિલ દેવ સિંહ અને મોહમ્મદ આઝમ ખાન પાર્ટીના મહાસચિવ બન્યા હતા. મોહન સિંહને પ્રવક્તા બનાવ્યા હતા. આ જાહેરાતના એક મહિના પછી, એટલે કે 4 અને 5મી નવેમ્બરે બેગમ હઝરત મહેલ પાર્કમાં તેમણે પાર્ટીના પ્રથમ રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કર્યું હતુ. આ પછી નેતાજીની પાર્ટીએ ઉત્તરપ્રદેશના રાજકારણમાં કાયમી સ્થાન બનાવી લીધું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here