કાપડ પર જીએસટીનો 12% વધારો…!

કાપડ પર જીએસટીનો 12% વધારો...!
કાપડ પર જીએસટીનો 12% વધારો...!
આ વધારો જાન્યુઆરી ૨૦૨૨થી અમલમાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સે કાપડ, વસ્ત્રો અને પગરખાં પર જીએસટી દર પાંચ ટકાથી વધારીને બાર ટકા કરવાનું નોટિફિકેશન જારી કર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

કરવેરાના ઊંધા માળખાને કારણે ટેક્સ્ટાઇલ વેલ્યુ ચેઇનના નાના એકમોએ ભોગવવી પડતી સમસ્યાઓ દૂર કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉંન્સિલની ૪૫મી બેઠકમાં આ અંગે ચર્ચા થઇ હતી.

વોવન કાપડ, મેનમેઇડ ફિલમેન્ટના સોઇંગ થ્રેડ્સ (રિટેલ વેચાણના કે એ સિવાયના), સિન્થેટિક ફિલામેન્ટ યાર્ન (સોઇંગ થ્રેડ સિવાયના), (રિટેલ વેચાણ સિવાયના), જેમાં ૬૭થી ઓછા ડિસેટેક્સવાળા સિન્થેટિક મોનોફિલમેન્ટ યાર્નનો સમાવેશ થાય છે,

કૃત્રિમ ફિલામેન્ટ યાર્ન (સોઇંગ થ્રેડ સિવાયના), નોટેડ નાટિંગ ઓફ ટ્વાઈન, કોર્ડજ ઓફ રોપ ઇત્યાદિ પર જીએસટી દર પાંચ ટકાથી વધારીને બાર ટકા કરાયો છે. બધાં જ તૈયાર વસ્ત્રો પર જીએસટી દર બાર ટકા કરાયો છે.

Read About Weather here

અગાઉં રૂા. ૧૦૦૦ સુધીનાં ભાવવાળા વસ્ત્રો પર જીએસટી પાંચ ટકા હતો. તમામ પગરખાં પર પણ બાર ટકા જીએસટી કરાયો છે. અગાઉં રૂા. ૧૦૦૦ની કિંમત સુધીનાં પગરખાં પર પાંચ ટકા દર હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here