કાકાના ખૂનનો બદલો ભત્રીજાએ લીધો

ખૂનની કોશિશ
ખૂનની કોશિશ

ખૂન- ખરાબ, આત્માહત્યા, લુંટ-ચોરી નો જાણે દોર ચાલુ થયો હોય એમ રોજ આવા હજારો બનાવો બને છે. જૂન જઘડાંના ખાર રાખી હુમલા કરવાં આવે તો ખૂનના બદલાં લેવા સામે ખૂન કરવામાં આવે છે. આવો જ એક બનાવ ચુડા તાલુકાના કોરડા ગામમાં બન્યો છે.

ચુડા તાલુકાના કોરડા ગામના કાઠી દરબારનું ગામના જ શખસે મંગળવારે સવારે 10 વાગ્યે કાર ભટકાડી મોત નીપજાવી દેતાં ચકચાર મચી છે. અકસ્માત સર્જી કાઠી દરબારને મોતને ઘાટ ઉતારી દેનાર આરોપીના કાકાનું વર્ષ-2016માં હત્યા થઈ હતી. જે વાતનો આરોપીએ બદલો લીધો હોવાની હકીકત સામે આવી છે.

Subscribe Saurashtra Kranti here

ચુડા તાલુકાના કોરડા ગામના રણુભાઈ મેરૂભાઈ ખાચર ભાણેજડા ગામના જૂના માર્ગે આવેલી વાડીએ જઈ રહ્યા હતા. તેમના ભત્રીજા શિવરાજભાઈ ખાચર ચૂડા જવા માટે રોડ પર ઊભા હતા. ત્યારે અજિત કલાભાઈ અણીયાળિયા કાર લઈને તેમની પાસે આવીને ઊભો રહ્યો હતો. અજીતે શિવરાજભાઈને કહ્યું કે તમે કાઠીઓએ 5 વર્ષ પહેલાં મારા કાકાનું ખૂન કર્યું હતું. તેનું પરિણામ અત્યારે શું આવે છે તે તમને થોડીવારમાં ખબર પડશે. તેમ કહી અજીત ભાણેજડા જવાનાં માર્ગે કાર લઈ જતો રહ્યો હતો. 15 મિનિટ પછી રણુભાઈ ખાચર લોહી લુહાણ હાલતમાં રસ્તા પર પડ્યા હોવાના સમાચાર મળતાં શિવરાજભાઈ તેમના ભાઈને લઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

માથાના ભાગે ગંભીર રીતે ઘાયલ રણુભાઈએ શિવરાજભાઈને જણાવ્યું હતું કે તેમને પાછળથી કોઈ કારે જોરદાર ટક્કર મારી હતી. માથાના ભાગે કારનું ટાયર ચડાવી દીધું હતું. ઘાયલ રણુભાઈને સારવાર અર્થે સુદામડા અને ત્યાર બાદ સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર હોસ્પિટલના હાજર ડૉક્ટરે રણુભાઈને મૃત જાહેર કર્યાં હતા.

5 વર્ષ પહેલા કોરડા ગામે છડેચોક મનસુખભાઈ અણીયાળિયાની હત્યા કરાઈ. ત્યારથી જ કોળી અને કાઠી દરબારો વચ્ચે વેરના બીજ રોપાયા હતા. છેલ્લાં 5 વર્ષમાં અનેક વખત બન્ને સમાજના લોકો એકબીજા સામે મારામારી, ફાયરિંગ સહિતની પોલીસ ફરિયાદો કરી ચૂક્યા છે.

Read About Weather here

જાન્યુઆરી 2016માં દૂધ ભરવા જેવી બાબતે અજીત કલાભાઈ અણીયાળિયાના કાકા મનસુખભાઈ કડવાભાઈ અણીયાળિયાનું કાઠી દરબારોએ ફરસી, તલવાર, પિસ્તોલ સહિતના હથિયારો વડે હુમલો કરી હત્યા કરી હતી. 5 વર્ષથી બન્ને સમાજ વચ્ચે મોકા મળતા અવારનવાર એકબીજા ઉપર હુમલો અને પોલીસ ફરિયાદો કરવામાં આવી રહી છે. ખૂન કા બદલા ખૂન જેવો બનાવ બનતા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી કોઈ અઘટિત બનાવ ન બને તે માટે ડીવાયએસપી સી.પી.મુંધવા, એલસીબી પીઆઈ ડી.એમ.ઠોલે કોરડા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here