કાંખમાં છ માસનું માસુમ બાળક, હાથમાં ઇજેકશન

કાંખમાં છ માસનું માસુમ બાળક, હાથમાં ઇજેકશન
કાંખમાં છ માસનું માસુમ બાળક, હાથમાં ઇજેકશન

કઠિન સ્થિતીમાં કોરોના રસીકરણની ફરજ બજાવતા અસ્મિતાબેન કોલડીયાને સો-સો સલામ…

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની અસરકારકતા ઓછી કરવામાં ધરાતલના કર્મચારીઓનું મહત્તમ અને અતુલ્ય યોગદાન રહયું છે, તે રાજકોટના આરોગ્ય કર્મચારી અસ્મિતાબેન કોલડીયાએ ઉત્તમ રીતે સાબિત કરી બતાવ્યું છે.

રાજયના નાગરિકોને કોરોના સામે રક્ષણ પૂરૂં પાડવા માટે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે રાજકોટ તાલુકાના સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોઘિડા સબસેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અસ્મિતાબેન કોલડીયા કોરોના વિરોધી રસીકરણની કામગીરી સાથે સંકળાયેલા છે, જેમને 6 માસની દીકરી છે. જેના ઉછેરની જવાબદારી અસ્મિતાબેનના શિરે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here

પોતાની આ અંગત જવાબદારીની પરવા કર્યા વગર જાહેર જનતાની સુખાકારીને પ્રથમ પ્રાથમિકતા આપતાં અસ્મિતાબેન પોતાના સંતાનને સાથે લઇને ગામે-ગામ કોરોના વિરોધી રસી મુકવા જાય છે. માત્ર છ જ માસના સંતાનની સુરક્ષાની તમામ સંભાળ લઇને અસ્મિતાબેન પોતાની કામગીરી બજાવે છે. લોધીડા ગામના એક વૃધ્ધા કોરોના વિરોધી રસી લેવા માટે સંમત જ નહોતા થતા. લોઘિડાના આરોગ્ય કર્મચારીઓએ છ વાર તેમના ઘરે જઇને રસી લેવા માટે વૃધ્ધાને સમજાવવાની કોશિશ કરી, અંતે સાતમી વખતની બ્લોક હેલ્થ ઓફિસર ડો. એમ.એસ.અલીની સમજાવટ રંગ લાવી, અને માજી રસી મુકાવવા તૈયાર થયા. આ માજીને અસ્મિતાબેને રસી આપી. અને ઉત્તમ ફરજનિષ્ઠાનું દ્રષ્ટાંત સ્થાપિત કર્યું છે. અસ્મિતાબેન જેવા આરોગ્ય કર્મચારીઓની કાર્યનિષ્ઠા થકી જ કોરોનાની ત્રીજી લહેરનું આક્રમણ ખાળી શકાયું છે.(1.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here