એસ.ટી.દ્વારા રાજકોટ થી અમદાવાદ દર કલાકે વોલ્વો બસો દોડાવાશે!

એસ.ટી.દ્વારા રાજકોટ થી અમદાવાદ દર કલાકે વોલ્વો બસો દોડાવાશે
એસ.ટી.દ્વારા રાજકોટ થી અમદાવાદ દર કલાકે વોલ્વો બસો દોડાવાશે
રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા હવે આજથી રાજકોટ- અમદાવાદ, અને અમદાવાદથી રાજકોટ વચ્ચે દર કલાકે અને દૈનિક 30 બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત આગામી તા.16થી રાજકોટથી સુરત વચ્ચે એ.સી. સ્લિપર બસ દોડાવવાનો પણ નિર્ણય કર્યો છે!

Visit Saurashtra Kranti Homepage here

ગઈકાલ રોજથી રાજકોટ- અમદાવાદ વચ્ચે દર કલાકે એસ.ટી. નિગમ દ્વારા વોલ્વો સર્વિસ શરૂ કરવામાં આવેલ છે. જેમાં રાજકોટથી અમદાવાદ વચ્ચે સવારે 6,7,8,9, 10,11,12,13, 14,15, 16, 17,18,19, 20:30 કલાકે તથા અમદાવાદથી રાજકોટ વચ્ચે સવારે 6,7,8,9, 10,11,12, 13,14, 15, 16, 17 સાંજે 18,19, 20, કલાકે ઉપડશે. તથા આગામી તા.16/1ના રોજથી રાજકોટ-સુરત વચ્ચે પણ એસી સ્લીપર સર્વીસ પણ શરૂ કરવામાં આવશે,

આ બસ રાજકોટથી સુરત વચ્ચે સાંજે 7 કલાકે અને સુરતથી રાજકોટ સાંજે 7 કલાકે ઉપડશે. ઉલ્લેખનીય છે કે ગત તારીક 21/11ના રોજથી રાજકોટ-મોરબી વચ્ચે ઈલેકટ્રીક બસ દ્વારા કુલ 10 ટ્રીપ કે જેમાં 5 ટ્રીપ રાજકોટથી મોરબી જવા માટે તેમજ 5 ટ્રીપ મોરબીથી રાજકોટ આવવા માટે શરૂ કરવામાં આવેલ છે. જેમાં મુસાફરો દ્વારા સારો એવો પ્રતિસાદ મળતા આગામી દિવસોમાં તેમાં વધારો કરી અન્ય 5 ટ્રીપ કે જેમાં 15 ટ્રીપ રાજકોટથી જામનગર જવા માટે તેમજ 15 ટ્રીપ જામનગરથી રાજકોટ આવવા માટે શરૂ કરવામાં આવેલ છે જેમાં પણ મુસાફરો દ્વારા સારો એવો પ્રતિસાદ મળવા પામેલ છે.

Read About Weather here

જયારે ગત તા.24/12ના રાજથી રાજકોટ-જુનાગઢ વચ્ચે કુલ 12 ટ્રીપ કે જેમાં 6 ટ્રીપ રાજકોટથી જુનાગઢ જવા માટે તેમજ 6 ટ્રીપ જુનાગઢથી રાજકોટ આવવા માટે શરૂ કરવામાં આવેલ છે જેમાં મુસાફરો દ્વારા સારો એવો પ્રતિસાદ મળતા આગામી દિવસોમાં તેમાં વધારો કરી અન્ય 2 ટ્રીપ જવાની અને 2 ટ્રીપ આવવાની તેમ કુલ 4 ટ્રીપનો વધારો કરવામાં આવનાર છે. આમ કુલ ઈલેકટ્રીક બસ દ્વારા કુલ 64 ટ્રીપનું સંચાલન રાજકોટ વિભાગ દ્વારા રાજકોટ-મોરબી, રાજકોટ જામનગર, તેમજ રાજકોટ જુનાગઢ રૂટ હાથ ધરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here