એસોસિએશન દ્વારા આવા સુંદર નિર્ણયથી ખરા અર્થમાં કોરોના વોરીયર્સનું સન્માન કરવાનો મોકો મળ્યો છે: કલેકટર

એસોસિએશન દ્વારા આવા સુંદર નિર્ણયથી ખરા અર્થમાં કોરોના વોરીયર્સનું સન્માન કરવાનો મોકો મળ્યો છે: કલેકટર
એસોસિએશન દ્વારા આવા સુંદર નિર્ણયથી ખરા અર્થમાં કોરોના વોરીયર્સનું સન્માન કરવાનો મોકો મળ્યો છે: કલેકટર

રાજકોટ પ્રિન્ટ અને ઈલેકટ્રોનીકસ મીડીયાના પત્રકારો તેમજ કેમેરામેન ફોટોગ્રાફરના પરિવારજનો માટે આયુષ્યમાન તેમજ ઈ-શ્રમિક કાર્ડનો મેગા કેમ્પ યોજાયો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સમાજ , વિવિધ સંસ્થાઓના માધ્યમથી આયુષ્યમાન અને ઈશ્રમીક કાર્ડ આપવાનું અભિયાન અવિરત ચાલુ રહેશે:
મેયર ડો. પ્રદિપ ડવ
વડાપ્રધાનના નેતૃત્વવાળી ભાજપ સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ તેમજ ઈ-શ્રમિક કાર્ડ દરેક પરિવારને મળે તે માટે આવા કેમ્પનું આયોજન જરૂરી છે: રાજુ ધ્રુવ, હરેશ જોષી
જીલ્લા વહીવટી તંત્ર, રાજકોટ મહાનગરપાલિકા અને શાસકોનો આભાર વ્યકત કરતા અશોક બગથરીયા, દિવ્યરાજસિહં સરવૈયા
મીડીયા કર્મચારીઓના પરીવારને આયુષ્યમાન અને ઈ-શ્રમીક કાર્ડ આપવાનું સરાહનીય પ્રારંભ રાજકોટમાંથી થયો છે : ભૂપત બોદર

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી રાજકોટ નવી ક્લેકટર કચેરી ખાતે રાજકોટના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિકસ મીડીયાના પત્રકારો તથા કેમેરામેન- ફોટોગ્રાફરો માટે આયુષ્યમાન કાર્ડ અને ઈ-શ્રમિક કાર્ડનો કેમ્પ યોજવામાં આવેલ હતો. આ કેમ્પનો પ્રારંભ કલેકટર અરૂણ મહેશબાબુ , મેયર ડો. પ્રદિપભાઈ ડવ, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર, સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુ ધ્રુવ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી સહીતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો.આ તકે પ્રેસ ફોટોગ્રાફર એસોસિએશનના અશોકભાઇ બગથરીયા, દિવ્યરાજસિહ સરવૈયાનું ઉપસ્થિત અગ્રણીઓએ સાફો પહેરાવી સન્માન કર્યુ હતું. આ તકે શહેરના પત્રકારો-કેમેરામેન -ફોટોગ્રાફરોના પરિવારજનોએ બહોળી સંખ્યામાં આયુષ્યમાન કાર્ડ તેમજ ઈ-શ્રમિક કાર્ડ કેમ્પનો લાભ લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ તકે કલેકટર અરૂણ મહેશબાબુએ જણાવેલ કે કોરોના કાળમાં પોતાના જીવની ચિંતા કર્યા વગર પોતાની ફરજ બજાવનાર અને પળેપળની અપડેટ મેળવી જનસમુદાયને સચોટ માહિતી પુરી પાડનાર પત્રકારો, કેમેરામેનો, ફોટોગ્રાફરોએ ખરા અર્થમાં કોરોના વોરીયર્સની ભૂમિકા ભજવેલ હતી ત્યારે એસોસિએશન દ્વારા તેમના પરિવારજનનો માટે આયુષ્યમાન અન ઈશ્રમીક કાર્ડ નો લાભ આપવાના સુંદર નિર્ણયથી ખરા અર્થમાં કોરોના વોરીયર્સનું સન્માન કરવાનો મોકો મળ્યો છે. આ તકે મેયર ડો પ્રદિપ ડવ એ જણાવેલ કે શહેરની જનતાને કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ એકજ સ્થળે સરળતાથી મળી રહે તેવા ઉમદા આશયથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સમાજ અને વિવિધ સંસ્થાઓના માધ્યમથી આયુષ્યમાન કાર્ડ અને ઈ-શ્રમિક કાર્ડ વિતરણ કરવાનું કાર્ય અવિરત ચાલુ રહેશે.

Read About Weather here

આ તકે સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ જણાવેલ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ ભાજપ સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્ર્વાસ, સૌનો પ્રયાસના મંત્રને ચરિતાર્થ કરવા વિવિધ લોકહીતકારી અને લોકકલ્યાણકારી યોજનાઓ દ્વારા છેવાડાના માનવીનો વિકાસ થાય તે દિશામાં કાર્ય કરી રહી છે અને નવા લક્ષ્યાંકો ધ્વારા જનસુમદાયની આશા અને આકાંક્ષાઓ પરીપૂર્ણ કરી રહી છે ત્યારે આયુષ્યમાન કાર્ડ અને ઈ-શ્રમિક કાર્ડ દરેક પરિવારને મળે તે માટે આવા કેમ્પનું આયોજન જરૂરી છે.આ તકે જનસેવા સંપક અધિકારી સાવલીયા, કોર્પોરેશનના આરોગ્ય અધિકારી પી.પી. રાઠોડ, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ , મહાનગરપાલિકા ભાજપ કાર્યાલય મંત્રી જયંત ઠાકર, ભાજપ કાર્યાલયના રમેશભાઈ જોટાંગીયા સહીતનાએ આ કેમ્પની વ્યવસ્થા સંભાળી જહેમત ઉઠાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here