એસટી કર્મચારીઓની આજે મધરાતથી હડતાલ, સમાધાન માટે સરકારના પ્રયાસો

એસટી કર્મચારીઓની આજે મધરાતથી હડતાલ, સમાધાન માટે સરકારના પ્રયાસો
એસટી કર્મચારીઓની આજે મધરાતથી હડતાલ, સમાધાન માટે સરકારના પ્રયાસો

મુખ્યમંત્રી અને વાહનવ્યવહાર મંત્રી વચ્ચે તાકિદની બેઠક: સાંજ સુધીમાં સમાધાનની શકયતા

પડતર માંગણીઓના ટેકામાં અને બોનસ સહિતની માંગણીઓ માટે ગુજરાત એસટીના 40 હજારથી વધુ કર્મચારીઓ આજ મધરાતથી હડતાલ પર જઇ રહયા છે ત્યારે હડતાલ રોકવા માટે અને ઉકેલ મેળવવા માટે ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાતે આખો મામલો હાથમાં લીધો છે. મોડી સાંજ સુધીમાં સમાધાન થઇ જવાની શકયતા ગાંધીનગર ખાતેના માહિતગાર સુત્રોએ વ્યકત કરી હતી.

આજે એસટી હડતાલ તેમજ કોરોના રસીકરણ સહિતના મુદ્ાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે સવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કર્મચારીઓની માંગણીઓ અંગે ચર્ચા થઇ હતી.

રસીકરણનો લક્ષ્યાંક ઝડપથી પુરો કરવા અંગે આયોજન વિચારવામાં આવ્યું હતું. અત્યારે પ્રાપ્ત થતા અહેવાલ મુજબ મુખ્યમંત્રીની ચેમ્બરમાં મહત્વની બેઠક ચાલી રહી છે.

મુખ્યમંત્રીને મળવા માટે વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદી પહોચી ગયા છે અને એસટીના કર્મચારીની હડતાલ અંગે અને ઉકેલ મેળવવા માટે સઘન મસલતો કરવામાં આવી રહે છે.

Read About Weather here

કેબીનેટના સુત્રોએ જણાવ્યું મુજબ, મોડી સાંજ સુધીમાં સમાધાન થઇ જવાની અને હડતાલનું એલાન પાછું ખેંચાઇ જવાની શકયતા છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here