એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઇટ યુક્રેન રવાના…!

બ્રેકિંગ ન્યુઝ યુવતીઓને વિદેશ જવા પર પ્રતિબંધ…!!
બ્રેકિંગ ન્યુઝ યુવતીઓને વિદેશ જવા પર પ્રતિબંધ…!!
ઈમર્જન્સી બેઠકમાં ભારતે રશિયાના પગલા પર ચિંતા વ્યક્ત કરી હતી.પૂર્વ યુરોપમાં રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે પોતાના નાગરિકોને બહાર કાઢવાના પ્રયાસો તેજ કર્યા છે. રશિયાએ યુક્રેનના બે પ્રાંત ડોનેત્સ્ક-લુહાન્સ્કને સ્વતંત્ર દેશ તરીકે જાહેર કર્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે આની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે પુતિને ડોનેત્સ્ક-લુહાન્સ્ક અને અલગતાવાદીઓના કબજાવાળા વિસ્તારમાં સેનાની તહેનાતી શરૂ કરી દીધી છે. પુતિનના આ પગલા બાદ જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઈમર્જન્સી બેઠક બોલાવી છે, જે હજુ ચાલુ છે. યુક્રેનથી ભારતીય નાગરિકોને પરત લાવવા માટે એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ આજે સવારે યુક્રેન જવા રવાના થઈ છે. આ ફ્લાઈટ આજે રાત સુધીમાં ભારતીય નાગરિકોને લઈને દિલ્હી પરત આવશે.એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ દ્વારા યુક્રેનના ખાર્કિવથી 256 ભારતીય વિદ્યાર્થી દેશ પરત ફરશે.

Visit Saurashtra Kranti Homepage here

ફ્લાઈટ આજે રાત્રે 10.15 વાગ્યે દેશમાં પરત આવશે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, એર ઈન્ડિયાની ફ્લાઈટ ડ્રીમલાઈનર B-787ને યુક્રેન મોકલવામાં આવી છે અને તેની ક્ષમતા 200 મુસાફરોની છે. આ સિવાય ફેબ્રુઆરીમાં ભારતમાંથી વધુ બે ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવશે. બીજી ફ્લાઇટ 24 ફેબ્રુઆરીએ અને ત્રીજી 26 ફેબ્રુઆરીએ યુક્રેન જવા મોટે ઉડાન ભરશે.સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું હતુંકે રશિયન ફેડરેશન સાથે યુક્રેનની સરહદ પર વધી રહેલો તણાવ ભારે ચિંતાનો વિષય છે. આ ઘટનાક્રમથી પ્રદેશની શાંતિ અને સુરક્ષામાં સમસ્યા ઊભી થશે.

20,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો યુક્રેનના વિવિધ ભાગોમાં રહે છે. ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.UNSCમાં ભારતના પ્રતિનિધિ TS તિરુમૂર્તિએ કહ્યું- આ પગલાથી શાંતિ અને સુરક્ષાના ભંગ થઈ શકે છે. આ મુદ્દો રાજદ્વારી વાટાઘાટો દ્વારા જ ઉકેલી શકાય છે. આ તરફ અમેરિકાએ કહ્યું હતું કે રશિયાનું આ પગલું યુક્રેનમાં ઘૂસણખોરીનું એક બહાનું છે. અમે અને અમારા સહયોગીઓ સહમત છીએ કે જો રશિયા વધુ ઘૂસણખોરી કરે છે તો તેને તાકીદે યોગ્ય જવાબ આપવો જોઈએ. અમેરિકાએ વધુમાં કહ્યું હતુ કે હવે કિનારે ઊભા રહેવાનો સમય નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીએ રશિયા પર શાંતિ મંત્રણાને બગાડવાનો આરોપ લગાવ્યો હતો. મંગળવારે સવારે દેશને સંબોધિત કરતાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ક્ષેત્રીય વિસ્તાર અંગે કોઈપણ ક્ષેત્રે સમાધાન નહીં કરે.

ઝેલેન્સ્કીએ અગાઉ રશિયાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે “અમે ડરતા નથી.” યુક્રેન હજુ પણ પશ્ચિમી દેશોના સમર્થનની અપેક્ષા રાખે છે.રશિયા અને યુક્રેન વચ્ચેનો વિવાદ શાંત થવાનું નામ લેતો નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનથી અલગ થયેલાં બે શહેરો ડોનેત્સ્ક-લુહાન્સ્કને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે. પુતિને રાષ્ટ્રને સંબોધન કરતી વેળાએ આ જાહેરાત કરી હતી. પોતાના સંબોધનમાં પુતિને યુક્રેનને અમેરિકાની કઠપૂતળી ગણાવ્યું છે. પુતિનના આ નિર્ણયથી પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચે તણાવ વધવાની સંભાવના છે. પુતિને ડોનેત્સ્ક-લુહાન્સ્કમાં સેના મોકલીને શાંતિ અભિયાન હાથ ધરવાની જાહેરાત પણ કરી હતી.રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ચરસસીમાએ છે. રશિયા આજે યુક્રેન પર હુમલો કરે એવી આશંકા અમેરિકાએ પણ વ્યક્ત કરી છે.

Read About Weather here

બીજી તરફ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પૂર્વ યુક્રેન પ્રાંતનાં બે અલગ-અલગ ક્ષેત્રોને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે. સ્વઘોષિત ગણરાજ્ય ડોનેત્સ્ક-લુહાન્સ્કને અલગ દેશ તરીકે જાહેર કર્યા છે.સ્કાય ન્યૂઝના અહેવાલ મુજબ પુતિને સંબોધનમાં કહ્યું હતું કે નાટોમાં યુક્રેનનો સમાવેશ રશિયા માટે ખતરારૂપ છે. યુક્રેનનું સંવિધાન વિદેશી સૈન્ય બેઝ રાખવાની મંજૂરી આપતું નથી. આ ઉપરાંત રશિયન રાષ્ટ્રપતિએ સંબોધમાં કહ્યું હતું કે યુક્રેનની યોજના પરમાણુ હથિયારો બનાવવાની છે. તેમણે દાવો કર્યો છે કે યુક્રેનમાં નાટો ટ્રેનિંગ સેન્ટર નાટોના સૈનિકોની ચોકી ઊભી કરવા બરાબર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here