એક ભારત, શ્રેષ્ઠ ભારતનો અમારો મંત્ર: નરેન્દ્ર મોદી

એક ભારત, શ્રેષ્ઠ ભારતનો અમારો મંત્ર: નરેન્દ્ર મોદી
એક ભારત, શ્રેષ્ઠ ભારતનો અમારો મંત્ર: નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પરિવારવાદી રાજનીતિ આચરનારા પક્ષો પર ભારે આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, ભાજપ વોટ બેંકની રાજનીતિની સામે રાષ્ટ્રનીતિ પર વિકાસમાં કામો કરે છે. એક ભારત અને શ્રેષ્ઠ ભારતનો અમારો સંકલ્પ છે. અમે સૌના સાથ અને સૌના વિકાસની સાથે સૌનો વિકાસ પણ સંપાદન કર્યો છે.
ભાજપનાં 42 માં સ્થાપના દિને ભાજપનાં કાર્યકરોને ખાસ સંબોધન કરતા ભાવવાહી શૈલીમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભાજપનો દરેક કાર્યકર દેશના સપનાનો પ્રતિનિધિ છે. ભાજપે હંમેશા રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપ્યું છે. દેશ આજે ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. આજે દેશમાં નીતિ, નિયત અને નિર્ણય શક્તિ જોવા મળે છે એટલે ભારત દ્રઢતાથી માનવતાની વાત કરે છે અને કોઈ ડર કે દબાણ વિના વિશ્વ સમક્ષ ભારત અડગ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

મોદીએ જણાવ્યું હતું કે, ભાજપની સરકાર સારી નીતિઓને કારણે દેશના આશીર્વાદ મેળવી શકી છે. અમે ગરીબો માટે અનેક યોજનાઓ લાવ્યા અને અમલમાં મૂકી છે. કોરોના કાળમાં ગરીબોને નિ:શુલ્ક અનાજ આપવામાં આવ્યું છે. સૌનો સાથ અને સૌનો વિકાસની સાથે સૌનો વિશ્વાસ મેળવ્યો છે. એ કારણે દેશના દલિત, ગરીબ, મહિલાઓ, આદિવાસીઓ અને નવયુવાનો આજે ભાજપની પડખે ઉભા છે.વડાપ્રધાને ઉમેર્યું હતું કે, ગરીબો માટે સસ્તા આવાસથી માંડીને શૌચાલય સુધીની વ્યવસ્થાઓ પરીપૂર્ણ કરવામાં આવી છે. ભાજપ રાષ્ટ્રનીતિ પર કામ કરી રહ્યો છે. એટલે જ આજે ત્રણ દાયકા બાદ પહેલીવાર એવું બન્યું છે કે, રાજ્યસભામાં કોઈ પક્ષનાં 100 સભ્યો થઇ ગયા હોય. ભાજપે આ સિધ્ધી મેળવી લીધી છે.

તેમણે પરિવારવાદી પક્ષોને લોકતંત્ર સામેનો સૌથી મોટો ખતરો ગણાવતા એવા પ્રહારો કર્યા હતા કે, પરિવારવાદી પક્ષોએ માત્ર દબદબો રહ્યો છે પણ કોઈ વિકાસ કર્યો નથી. વિકાસને બદલે માત્ર ભ્રષ્ટાચાર જ કરવામાં આવ્યો છે. એટલે જ દેશના નવયુવાનો પણ એવું માનતા થયા છે કે પરિવારવાદી પક્ષો દેશનો વિનાશ નોતરશે. તેમણે કહ્યું હતું કે, કેટલાક પક્ષોએ હંમેશા વોટ બેંકની રાજનીતિ કરી છે. જેની સામે ભાજપ રાષ્ટ્રહિતની નીતિ પર કામ કરી રહ્યો છે. લોકતંત્ર માટે ભાજપનો આ મહાસંઘર્ષ ચાલુ રહેશે એવી તેમણે ખાતરી ઉચ્ચારી હતી.

Read About Weather here

ભાજપનાં સ્થાપના દિને દેશભરમાં આજે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સંમેલન, રેલી, સભાઓ, બાઈક રેલી જેવા કાર્યક્રમો યોજાયા છે. વડાપ્રધાને આજે સ્થાપના દિને ભાજપનાં કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી હતી.ગુજરાતમાં તમામ તાલુકા અને જિલ્લા કક્ષાએ ભાજપ યુવા મોરચા દ્વારા બાઈક રેલી યોજવામાં આવી રહી છે. અમદાવાદમાં નિકોલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here