એક દિવસમાં 9 મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરી ઇતિહાસ રચતા મોદી

ભારત ડિજિટલ બનતા ગરીબોને ભ્રષ્ટાચારથી રાહત મળી છે: મોદી
ભારત ડિજિટલ બનતા ગરીબોને ભ્રષ્ટાચારથી રાહત મળી છે: મોદી

વારાણસીમાં રૂ.5200 કરોડના વિકાસ કામોનો શિલાન્યાસ અને ઉદ્ધાટન: યુપીને અનેક યોજનાઓની ભેટ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
અગાઉની સરકારોએ પૂર્વાંચલના લોકોને રોગમાં સબડતા રાખ્યા હતા: મોદી
આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાનું લોકાપર્ણ કરતા વડાપ્રધાન

વિધાનસભાની ચૂંટણીઓની રણભેરી બજાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા પાંચ દિવસમાં બીજી વખત ઉત્તરપ્રદેશની મુલાકાત દરમ્યાન પોતાના લોકસભા મતવિસ્તાર વારાણસીમાં રૂ.5200 કરોડથી વધુના વિકાસ કામોનો શિલાન્યાસ કર્યો હતો

Visit Saurashtra Kranti Homepage here

અને વિવિધ કામોનું લોકાર્પણ કર્યુ હતું. આ પ્રસંગે જન સમુહને સંબંધોન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, અગાઉની સરકારોએ પૂર્વાંચલની જનતાને અનેક રોગમાં સબડતી રાખી હતી.

હવે આ વિસ્તાર મેડિકલ સુવિધાઓનું મથક બની જશે. તેમણે 9 મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કર્યુ હતું અને નવી પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની દેશને ભેટ ધરી હતી.

અગાઉની સરકારો પર ભારે પ્રહારો કરતા મોદીએ જણાવ્યું હતું કે, અગાઉની સરકારના લોકો પરિવારના બેંક લોકરો ભરતા રહેતા હતા અને જાતે ખીસ્સા ભરવામાં વ્યસ્ત રહેતા હતા.

અગાઉ કદી એક સાથે 9 મેડિકલ કોલેજનું ઉદ્ધાટન થયું છે ખરૂ? એવા સવાલ બાદ વડાપ્રધાને જાતે ઉર્મેયુ હતું કે, સવાલ રાજકીય પ્રાથમીકતાનો છે અમે ગરીબોના નાણા બચાવવા અને એમને સુખ, સુવિધાઓ પુરી પાડવાના કામને અગ્રતા આપી છે.

અગાઉની સરકારોએ પૂર્વાંચલના લોકોને રોગથી પીડિત રાખ્યા હતા. હવે આ વિસ્તાર ઉત્તરભારતનું મેડિકલ હબ બનશે. અગાઉ જેટલા શાસન અને સરકાર આવ્યા એ લોકોએ પૂર્વાંચલની પ્રતિષ્ઠાનો નાશ કરી નાખ્યો હતો. હવે અહીંની જનતા માટે તબીબી સારવારની દ્રષ્ટિએ નવી આશાઓ જાગી છે.

વડાપ્રધાને ઉર્મેયુ હતું કે, સિધ્ધાર્થનગરમાં નવી મેડિકલ કોલેજનું નામ માઘવબાબુ કોલેજ રાખવામાં આવ્યું છે. નામ કરણ કર્યા બાદ મોદીએ જણાવ્યું હતું કે, માઘવબાબુએ આ વિસ્તારમાં તબીબી ક્ષેત્રે જે સેવાઓ બજાવી હતી

તે યુવા તબીબો માટે હંમેશા પ્રેરણા રૂપ બની રહેશે અને એમને લોકોની સેવા કરવાનો માર્ગ બતાવતી રહેશે. 9 મેડિકલ કોલેજ બનવાથી નવી 2500 પથારીઓની સવલત ઉભી થઇ છે.

5 હજાર જેટલા તબીબો અને મેડિકલ સ્ટાફને નોકરી મળતી થશે. સિધ્ધાર્થ નગરના ખાસ કાર્યક્રમમાં વડાપ્રધાને યુપીની 9 મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યુ. આ કોલેજો સિધ્ધાર્થનગર, ઇટાહ, હરદોઇ, પ્રતાપગઢ, ફતેહપુર, દેવરીયા, ગાજીપુર, મીરજાપુર અને જોનપુરમાં બની છે.

આ કાર્યક્રમમાં બોલતા કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, એક દિવસમાં 9-9 મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન થાય એ કોઇ નાની સુની વાત નથી. વર્તમાન અને ભાવિ બન્ને પેઢીને ફાયદો થશે.

વડાપ્રધાન મોદીના શાસન કાળમાં મેડિકલ શિક્ષણમાં ભારે સુધારો થયો છે અને દેશમાં નવી 157 મેડિકલ કોલેજ ખુલી છે.યુપીના મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથે બૌધ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુધ્ધની પ્રતિમાં વડાપ્રધાનને ભેટ આપી હતી.

Read About Weather here

આ પ્રસંગે યુપીના રાજયપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહયા હતા.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here