ઉત્તર ભારતમાં 21 જુલાઈ સુધી ભારે વરસાદ ની આગાહી

દૃેશભરમાં ચોમાસાના આગમન બાદૃ આગામી એક સપ્તાહ સુધી ઉત્તર ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે સંપૂર્ણ ઉત્તર ભારતમાં આગામી 18 થી 21 જુલાઈ સુધી ભારે વરસાદ વરસશે.

Subscribe Saurashtra Kranti here

જ્યારે પશ્ર્ચિમી ક્ષેત્રોમાં ૨૩ જુલાઈ સુધી આ સ્થિતિ રહેશે.હવામાન વિભાગના કહેવા પ્રમાણે દૃક્ષિણ પશ્ર્ચિમ ચોમાસાના ફરી સક્રિય થયા બાદૃ ઉત્તરી ક્ષેત્ર સહિત દૃેશના અનેક હિસ્સાઓમાં આગામી 6-7 દિૃવસોમાં ભારે વરસાદૃ વરસશે.

ચોમાસાનો સૌથી વધારે પ્રભાવ દિૃલ્હી, યુપી, બિહાર, રાજસ્થાન, હરિયાણા અને પંજાબના ક્ષેત્રોમાં પડશે. ત્યાંના લોકોને ભીષણ ગરમીમાંથી રાહત મળશે.હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે પશ્ર્ચિમી હિમાલયી ક્ષેત્ર (જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફરાબાદૃ, હિમાચલ પ્રદૃેશ અને ઉત્તરાખંડ)માં બાદૃમાં પણ વરસાદૃ ચાલુ રહેશે.

જ્યારે ઉત્તર પશ્ર્ચિમ ભારતમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, યુપી અને ઉત્તરી મધ્ય પ્રદૃેશમાં પણ ૧૮થી ૨૧ જુલાઈ સુધી જોરદૃાર વરસાદૃ વરસશે.
ત્યાર બાદૃ આ ક્ષેત્રોમાં વરસાદૃનું પ્રમાણ ઘટશે તેવું અનુમાન છે.

પશ્ર્ચિમી અને દૃક્ષિણી ભારતમાં પણ ભારે વરસાદૃની સંભાવના છે. આગામી ૫-૬ દિૃવસ દૃરમિયાન પશ્ર્ચિમી તટ અને આસપાસના ક્ષેત્રોમાં ઘનઘોર વરસાદૃ ચાલુ રહેવાનું અનુમાન છે.

હવામાન વિભાગે આગામી 24 કલાક દૃરમિયાન ઉત્તર પ્રદૃેશ, ગુજરાત, મધ્ય પ્રદૃેશ અને પૂર્વીય રાજસ્થાનના અલગ અલગ સ્થાનો પર વીજળી પડવાની અને ભારે ગાજવીજ સાથે વરસાદૃ પડવાની શક્યતા દૃર્શાવી છે.

Read About Weather here

સાથે જ આ સ્થિતિમાં બહાર રહેતા લોકો અને પશુઓને નુકસાન પહોંચી શકે છે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here