ઉત્તરાખંડમાં વરસાદ અને પૂરથી 7000 કરોડનું નુકશાન

ઉત્તરાખંડમાં વરસાદ અને પૂરથી 7000 કરોડનું નુકશાન
ઉત્તરાખંડમાં વરસાદ અને પૂરથી 7000 કરોડનું નુકશાન

આકાશી આફતમાં કુલ 52 લોકોના મોત: 68000 લોકોને સલામત સ્થળે પહોંચાડાયા

ઉત્તરાખંડમાં બે દિવસમાં વરસાદી તાંડવ બાદ હવે હવામાન સાફ થયું છે. હવે સેના, વહીવટી તંત્ર અને એનજીઓએ રાહત બચાવ કાર્ય શરૂ કર્યુ છે. અત્યાર સુધી 49 લોકોના મોતની પુષ્ટી થઈ છે

Visit Saurashtra Kranti Homepage here

તો ગઢવાલ ક્ષેત્રમાં આવેલ પોંડી જિલ્લામાં 3 નેપાળી શ્રમિકોના મોત થયા છે. આ કુલ મૃત્યુઆંક 52નો થયો છે. નુકશાનની વાત કરીએ તો કુમાઉ મંડલમાં 15 પૂલ તૂટી ગયા છે, 6 હાઈવે બંધ છે,

92 સંપર્ક માર્ગ બંધ છે, 217 મકાન અને દુકાનને નુકશાન થયુ છે અને 68000 લોકોને બચાવાયા છે. મુખ્યમંત્રી ધામીએ જણાવ્યુ છે કે લગભગ 7000 કરોડનું નુકશાન થયુ છે. 6 હાઈવે તથા 92 સંપર્ક માર્ગ બંધ છે.

217 મકાનો અને દુકાનોને નુકશાન થયુ છે. આ દરમિયાન સમગ્ર કુમાઉમાં 68000 લોકોને સલામત સ્થળે પહોંચાડાયા છે. નૈનીતાલથી લગભગ 1000 પ્રવાસીઓ સવારે માર્ગ ખુલતા જ રવાના થઈ ગયા છે.

જીમ કોર્બેટ પાર્ક સાવ ખાલી છે. અહીં ભારે નુકશાન થયુ છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુદરતી આફતમાં નૈનીતાલ તથા અલમોડા જિલ્લામાં સૌથી વધુ નુકશાન થયુ છે. ઉધ્ધમશીનગરમાં પાક ધોવાઈ ગયો છે.

Read About Weather here

અહીં 15 પૂલ તૂટી ગયા છે. ચંપાવત અને પિથોરાગઢ હાઈવે બંધ થઈ ગયો છે. નૈનીતાલ જિલ્લાના મુકતેશ્વર અને રામગઢમાં પણ ભારે નુકશાન થયુ છે. અહીં રેસ્કયુ અભિયાન ચાલુ છે. હવાઈ દળના બે હેલીકોપ્ટરોએ મોરચો સંભાળ્યો છે.(9.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here