ઈલેક્ટ્રિક : રાજકોટમાં નવા મેયર ઉજવણીમાં ફટાકડા ફોડતા મનપાના ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં આગ (25)

rajkot-meyar-celebration-fire
rajkot-meyar-celebration-fire

ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં આગ

Subscribe Saurashtra Kranti here.

ઈલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટરમાં આગ લાગતા અફરાતફરી પણ મચી ગઈ

સામાન્ય રીતે સરકારના નિયમોનો ભૂલથી પણ ભંગ કરનાર પ્રજાજનોએ મોટો દંડ ભરવો પડે છે, પણ જો પક્ષ કોઈ ભૂલ કરે તો તેની સામે ઢાંકપીછોડો કરવામાં આવે છે, આજે રાજકોટમાં નવા મેયરની ઉજવણી પ્રસંગે શહેરમાં ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડતા મનપાના ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર નીચે લાગી આગ લાગી હતી. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા શરૂ કર્યા હતા. હજુ સુધી કોઇ જાનહાનિ થઇ નથી.

પરંતુ અહીં એ સ્પષ્ટ પણે જોવા મળે છે કે નિયમ માત્ર પ્રજા માટે છે પક્ષ માટે કંઈ નહીં.
આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા શરૂ કર્યા હતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા ફાયર ફાઈટરની ટીમ દ્વારા પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરાયા હતા. આગના પગલે લોકોમાં કૂતુહલ ઉત્પન્ન થયું હતું અને ઈલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટરમાં આગ લાગતા અફરાતફરી પણ મચી ગઈ હતી. ફાયર ફાઇટરો દ્વારા લોકોને પણ આગથી દૃૂર રહેવા સલાહ આપવામાં આવી હતી.

Read About Weather here

મહાનગરપાલિકા પાસે આવેલા ઈલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટર નીચે આગ લાગી હાલ મોટાભાગની આગ કાબૂમાં આવી ચૂકી છે. આગ લાગી તે અંગે મેનેજમેન્ટ દ્વારા કોઇ પણ જાતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ એ સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે આસપાસ ફટાકડા ફોડવાને કારણે આગ લાગી હતી અને જો ઈલેક્ટ્રક ટ્રાન્સફોર્મર નીચે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હોત તો મોટી જાનહાનિ થવાની સંભાવના હતી. જે ફાયર ફાઇટરોના સમયસર આગમનથી ટળી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here