ઈંડા-નોનવેજની 18 રેકડીઓ જપ્ત: દરેક પ્રકારના દબાણ દૂર કરાશે

ઈંડા-નોનવેજની 18 રેકડીઓ જપ્ત: દરેક પ્રકારના દબાણ દૂર કરાશે
ઈંડા-નોનવેજની 18 રેકડીઓ જપ્ત: દરેક પ્રકારના દબાણ દૂર કરાશે

શહેરના તમામ વિસ્તારોમાં ઝુંબેશ હાથ ધરાશે: મેયર ડો.પ્રદિપ ડવ

શહેરમાં છડેચોક નોનવેજ અને ઇંડાની રેકડીઓ ધમધમતી હોય અને 24 કલાક નોનવેજનું વેચાણ ચાલતું હોય જે અંગેની વારંવાર મળતી ફરિયાદો અન્વયે રાજકોટના મેયર પ્રદીપ ડવ દ્વારા જાહેરમાં નોનવેજ કે ઇંડાની રેકડીઓ રાખી ધંધો કરવાની સખત મનાઈ ફરમાવી દેવાનો હુકમ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે રાજકોટ શહેરના સદર વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે નાયબ કમિશનર એ.આર. સિંઘ દબાણ હટાવ શાખાના સ્ટાફ સાથે રેડમાં નીકળ્યા હતા અને મુખ્ય માર્ગ પર ઊભેલી તમામ નોનવેજની ગેરકાયદે ધમધમતી લારીઓ બંધ કરાવી હતી તેમજ 18 રેંકડીઓ જપ્ત કરી હતી.

નાયબ કમિશનરે કહ્યું હતું કે, આ તમામને અગાઉ સૂચના અપાઈ હતી કે મુખ્ય માર્ગ પર આ રીતે વેચી શકાશે નહિ આમ છતાં અમુક તત્ત્વોએ રોડ પર લારીઓ રાખતા કાર્યવાહી કરાઈ છે.

નોનવેજની લારીઓ દૂર કરવા માટે 10 દિવસ પહેલા જ પદાધિકારીઓ અને અધિકારીઓની બેઠકમાં મેયર પ્રદીપ ડવે સ્પષ્ટ સૂચના આપી હતી કે, જાહેર માર્ગ, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ પાસે નોનવેજના હાટડા બંધ કરવાની કાર્યવાહી કરવી.

આ અંગે મેયરે જણાવ્યું હતું કે, ઘણા શહેરીજનોની ફરિયાદ આવી હતી કે જાહેરમાં માંસ-મટન વેચાતા હોવાથી માર્ગો પરથી નીકળી શકાતું નથી. તહેવાર પહેલા જ બધા રેંકડીધારકોને સૂચના આપી દેવાઈ હતી. જે લોકોને ધંધો કરવો છે

તેઓ મુખ્ય માર્ગ રહેણાક વિસ્તારથી દૂર ઔદ્યોગિક વિસ્તારોમાં કરી શકશે જેથી કોઇને નડતરરૂપ બને નહીં. પણ, મેઈન રોડ, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ પાસે તેમજ રહેણાક વિસ્તારોમાં કોઇ કાળે ગેરકાયદે નોનવેજના હાટડા ચલાવી લેવાશે નહીં.

મેયરે જણાવ્યું હતું કે, શહેરમાં તમામ વિસ્તારોમાં જ્યાં જ્યાં શહેરીજનોની ફરિયાદ છે ત્યાં તમામ માર્ગો પર ઝુંબેશ હાથ ધરીને ગેરકાયદે ઊભી રહેતી રેંકડીઓ દૂર કરાશે. તેઓ જ્યાં પણ ધંધો કરશે ત્યાં સ્વચ્છતાનું પણ પાલન કરવાનું રહેશે આ માટે અલગથી ડસ્ટબિન પણ રાખવાની રહેશે.

મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, મુખ્ય માર્ગ પર કોઇપણ પ્રકારના દબાણ ચલાવી લેવાશે નહીં. જ્યારે નોનવેજના ધંધાર્થીઓની વાત છે તો મુખ્ય માર્ગ સિવાય પણ જ્યાં જ્યાં ફરિયાદ આવશે ત્યાંથી હટાવાશે.

ઉપરાંત જો એકને એક રેકડી ફરી પકડાશે તો ડબલ દંડ વસુલવામાં આવશે. અને મટન માર્કટમાં પણ જાહેરમાં વેચાણ કરવા મનાઇ ફરમાવાશે ખુલ્લી દુકાનો ઢાંકીને વેપાર કરવા સુચવા આપાઇ છે. જેનો અમલ પણ શરૂ કરાશે.

એવા વિસ્તારો કે જ્યાં નોનવેજની માંગ છે કોઇને તકલીફ નથી તેમજ ઔદ્યોગિક વિસ્તાર છે ત્યાં વેપાર કરી શકશે.નોનવેજના વેપાર માટે કોઇ ધારાધોરણ અને પોલિસી નક્કી કરાઈ નથી કે તેઓ ક્યાં ધંધો કરી શકશે તેમજ તેના નિયમો શું હશે.

Read About Weather here

બજારમાં જઈને નોનવેજ ખાનારો વર્ગ રાજકોટ શહેરમાં ઘણો નાનો છે તેથી વિસ્તાર મુજબ નોનવેજના વેચાણ માટે કોઇ ઝોન પાડવા સહિતના નિયમો બનાવવા તે હજુ નક્કી કરાયું નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here