આવતીકાલે મનપાને સ્ટેન્ડિંગ: 36 દરખાસ્તો મંજૂરીમાં મુકાઇ

આવતીકાલે મનપાને સ્ટેન્ડિંગ: 36 દરખાસ્તો મંજૂરીમાં મુકાઇ
આવતીકાલે મનપાને સ્ટેન્ડિંગ: 36 દરખાસ્તો મંજૂરીમાં મુકાઇ

નવી ઇનોવા કાર, કર્મચારીઓ માટે બુટ-ચંપલની ખરીદી, વોર્ડ નં.18માં નવી વોર્ડ ઓફિસ બનાવવા સહિતની દરખાસ્તોને બહાલી આપવામાં આવશે

શહેરમાં આવેલ જુદા-જુદા ટ્રાફિક સર્કલને જનભાગીદારીથી ડેવલોપ કરવા અંગેની રૂપરેખા નક્કી કરવામાં આવશે

આવતીકાલે રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાનાર છે.

આ બેઠકમાં જુદી-જુદી 36 દરખાસ્તો મુકવામાં આવી છે. આ તમામ દરખાસ્તો અંગે ચર્ચા વિચારણા કરીને સ્ટેન્ડિંગના સભ્યો દ્વારા બહાલી આપવામાં આવશે.

સ્ટેન્ડિંગમાં વોર્ડ કમિટીના ઠરાવો, કોરોના ટેસ્ટીંગ માટે કેનોપી સ્ટેન્ડનો ખર્ચ મંજૂર કરવા, પ્રાણી સંગ્રહાલયની શાખામાં હંગામી ઉપસ્થિત રહેલ એનિમલ કિપરની બે જગ્યાઓની મુદતમાં વધારો કરવા, મનપાના વિપક્ષી નેતા માટે નવી ઇનોવા કાર ખરીદવા, ઓડિટ વિભાગમાં ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓની મુદત વધારવા, મનપાના ગણવેશ મેળવવા પાત્ર કર્મચારીઓ માટે બુટ-ચંપલની ખરીદી કરવા,

Visit Saurashtra Kranti Homepage here

વોર્ડ નં.18માં નવી વોર્ડ ઓફિસ બનાવવા, વડલીવાળા રોડ પર વરસાદી પાણીના નીકાલ માટે પાઇપ ગટરનું કામ, હોકી રાજકોટ સંસ્થાને આર્થિક સહયોગ આપવા, પાણીના જંતુ મુકત કરવા માટે લીટવીટ કલોરીંગની ખરીદી કરવા માટે, શહેરના જુદા-જુદા મુખ્ય રસ્તાઓ પર આવેલ ટ્રાફિક સર્કલ જનભાગીદારીથી ડેવલોપ કરવા તેમજ નિયત રૂપરેખા નક્કી કરવાની, અનેક કર્મચારીઓની ખાસ કિસ્સામાં આર્થિક તબીબી સહાય મંજૂર કરવા,

Read About Weather here

રાજકોટમાં સર્વે નં.218 પૈકીની જમીન સમસ્ત રાવલ સમાજને સમશાન સમાધી સ્થાન માટે ફાળવવા અંગે, મશીનોના ઓપરેશન-મેન્ટેનશના કામ અંગે, મનપાના આરોગ્ય કેન્દ્ર પરના કોવિડ માટેના બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે થયેલ ખર્ચની બહાલી આપવા, તેમજ વોર્ડ નં.12માં મોવડિ મેઇન રોડ તથા શ્રીનાથજી સોસાયટી વિનાયક નગર વગેરે વિસ્તારોમાં પેવર રીકાર્પે કરવાના કામોનાં ખર્ચ મંજૂર કરવા સહિતની દરખાસ્તો મુકવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here