આવતીકાલથી આમ આદમી પાર્ટીનો  નગારે ઘા, પરિવર્તન યાત્રાનો પ્રારંભ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ટૂંકાગાળામાં બે વખત ગુજરાત યાત્રાને પગલે આમ આદમી પાર્ટીએ નવા જોમ, જુસ્સા અને ઉત્સાહ સાથે વિધાનસભા ચૂંટણીઓનાં જંગનું બ્યુગલ ફૂંકી દીધું છે. ચૂંટણી વ્યૂહરચનાનાં પ્રથમ ચરણમાં આવતીકાલ તા.15 ને રવિવારથી ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રાઓનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના તમામ 182 વિધાનસભા મત વિસ્તારોમાં 20 દિવસ સુધી પરિવર્તન યાત્રાઓ ફરી વળશે.

Visit Saurashtra Kranti Homepage here

આમ આદમી પાર્ટીના ગુજરાતનાં ચૂંટણી ઇન્ચાર્જ ગુલાબસિંઘ યાદવે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં તમામ 182 બેઠકો પર અમારો પક્ષ ઉમેદવારો ઉભા રાખશે. ગુજરાતનાં વિકાસની નવી દિશા કંડારવા અને રાજ્યનાં નવનિર્માણ માટે આગળ વધવા પરિવર્તન યાત્રા મોટું પગલું ભરી રહેશે.

‘આપ’ના લડાયક નેતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, પરિવર્તન યાત્રા દરમ્યાન અમે ભાજપ સરકારની નિષ્ફળતાઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવાની મહેનત કરશું. યાદવે ઉમેર્યું હતું કે, પરિવર્તન યાત્રાનો હેતુ લોકોનાં તમામ વર્ગો સાથે સીધો સંપર્ક કરવાનો છે. જેથી રાજ્યમાં જરૂરી બનેલું પરિવર્તન લાવી શકાય. હવે રાજ્યમાં દરેક ખૂણેથી લોકો આપમાં જોડાઈ રહ્યા છે. એટલે આ યાત્રાનું ખૂબ મહત્વ રહે છે.

તેમણે કહ્યું હતું કે, પરિવર્તન યાત્રા દરમ્યાન પક્ષના નેતાઓ અને અગ્રણી કાર્યકરો મહિલાઓ અને કિસાનોને પણ મળશે. એમના પ્રશ્ર્નો જાણી તેના નિરાકરણ માટેનાં માર્ગો વિચારશે, એમની પાયાની જરૂરિયાતો અંગે ક્યાસ કાઢવામાં આવશે, આ પ્રક્રિયાથી અમને રાજયની વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવશે, દરેકસમસ્યા અને મુદ્દાઓને સમજવાની તક મળશે, પ્રશ્ર્નો સમજવાથી લોકોને પીડા આપતા પ્રશ્ર્નોનું નિરાકરણ કઈ રીતે લાવવું એ દિશામાં આગળ વધવાની અમને તક મળશે. ગુજરાતની જનતા માટે સોનેરી સૂત્ર ‘એક મોકો કેજરીવાલ’ને શીર્ષક પર આધારિત ખાસ ગીત પણ તૈયાર કરવામાં આવ્યું છે.

Read About Weather here

એક ખાસ વિડીયો પણ બનાવવામાં આવ્યો છે જે યાત્રા દરમ્યાન લોકોને સંભળાવવામાં આવશે અને બતાવવામાં આવશે. પરિવર્તન યાત્રાનાં અંતે યોજાનારા ભવ્ય અને જોરદાર સમાપન સમારંભમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજરી આપશે. તેવું આપનાં નેતાઓએ જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીની યાત્રાનો હેતુ જ એ છે કે, લોકોને પીડા આપતી સમસ્યાઓની જાત માહિતી મેળવવી અને તેનો ઉકેલ શોધવો. એટલું જ નહીં લોકોની જે પાયાની જરૂરીયાતી પરીપૂર્ણ થઇ નથી એ પૂર્ણ કરવાની દિશામાં વ્યૂહરચના ઘડી કાઢવી. આ યાત્રા સાથે ગુજરાતનાં રાજકારણનો ગરમાવો ચોક્કસપણે પરાકાષ્ટાએ પહોંચી જશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here