આર્યન અને હું જેલમાં મિત્ર હતા : વોન્ટેડ ચોર…!

આર્યન અને હું જેલમાં મિત્ર હતા : વોન્ટેડ ચોર...!
આર્યન અને હું જેલમાં મિત્ર હતા : વોન્ટેડ ચોર...!
આ કેદીનું નામ શ્રવણ નાદર છે અને તેનું કહેવુ છે કે તે તેની બેરેકમાં હતો જેમાં શાહરૂખ ખાનનો પુત્ર બંધ હતો. આર્યન ખાનને ડ્રગ કેસમાં જામીન પર છોડવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ વચ્ચે એક એવો વ્યક્તિ સામે આવ્યો છે જેનું કહેવુ છે કે આર્યન ખાન સાથે તે જેલમાં હતો.શ્રવણે આર્યન ખાનને છોડવામાં આવ્યા બાદ મીડિયા અને ટીવી ચેનલ્સને કેટલાક ઇન્ટરવ્યૂ આપ્યા હતા.

શ્રવણે એમ પણ કહ્યુ કે તેને આર્યન ખાનને રડતા અને જેલમાં વાળ કપાવતા જોયો છે. શ્રવણે મીડિયાને એમ પણ જણાવ્યુ કે આર્યને તેને પોતાના પિતા શાહરૂખ ખાનને મળવા અને જેલમાં પૈસા મોકલવા કહ્યુ છે. શ્રવણે કહ્યુ કે તે મન્નત ગયો પરંતુ તેને સુરક્ષાકર્મીઓએ અંદર ઘુસવા દીધો નહતો.

શ્રવણનું કહેવુ છે કે તેને અને આર્યન ખાનને લગભગ એક સાથે જ જેલ થઇ હતી. શ્રવણ આર્થર રોડ જેલમાં કેદ હતો અને તેને લાગી રહ્યુ હતુ કે આર્યન ખાનને છોડવામાં આવશે પરંતુ એવુ થયુ નહતુ.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર શ્રવણ નાદરને જામીન મળી ગયા હતા પરંતુ તેની ફરી ધરપકડ કરવામાં આવી છે. શ્રવણ ઇન્ટરવ્યૂ આપવામાં વ્યસ્ત હતો. જુહૂ પોલીસ તેને ઘરમાં ઘુસીને ચોરી કરવાના કેસમાં 8 મહિનાથી શોધી રહી હતી, પોલીસે ટીવી પર જોઇને તેને ઓળખી લીધો હતો અને ફરી ધરપકડ કરી હતી

સીનિયર પોલીસ ઇંસ્પેક્ટર શશિકાંતે કહ્યુ, ‘શ્રવણ નાદર વિરૂદ્ધ ચોરી અને ઘરમાં બળજબરી ઘુસવાના 13 કેસ દાખલ છે. આર્યન ખાનને શનિવારે જેલમાંથી છોડવામાં આવ્યો છે

Read About Weather here

અને તેને શહેર છોડીને જવાની પરવાનગી નથી અમે તેની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, કોર્ટે તેને 1 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાના આદેશ આપ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here