આર્મી કેમ્પના ગેટ પાસે ગ્રેનેડ બ્લાસ્ટ…!

આર્મી કેમ્પના ગેટ પાસે ગ્રેનેડ બ્લાસ્ટ…!
આર્મી કેમ્પના ગેટ પાસે ગ્રેનેડ બ્લાસ્ટ…!

પઠાણકોટના એસએસપી લાંબાએ જણાવ્યું હતું કે પોલીસ બનાવની તપાસ કરી રહી છે અને તમામ CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. પંજાબના પઠાણકોટમાં આર્મી કેમ્પના ગેટ નજીક ગ્રેનેડ બ્લાસ્ટ થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

મળતી માહિતી મુજબ, એક બાઈકસવાર ત્યાંથી નીકળ્યો એ સમયે જ બ્લાસ્ટ થયો છે. પઠાણકોટમાં ધીરા પુલ પાસે આવેલા આર્મી કેમ્પના ત્રિવેણી ગેટ પાસે સોમવાર રાત્રે ગ્રેનેડ બ્લાસ્ટ થયો હતો.

ઘટનાની જાણ થયા પછી એસએસપી ખુદ ઘટનાસ્થળે દોડી ગયા હતા. બ્લાસ્ટ પછી પઠાણકોટ અને પંજાબની તમામ પોલીસને હાઈ અલર્ટ પર રખાઈ છે. આ ઉપરાંત પઠાણકોટ એરફોર્સ સ્ટેશન અને આર્મી કેમ્પ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવાઈ છે.

એસએસપી સુરિંદર લાંબાએ જણાવ્યું હતું કે રાત્રે કેમ્પ સામેથી એક બાઈક પસાર થઈ હતી. એના પર સવાર લોકોએ ગેટ તરફ ગ્રેનેડ ફેંકી બ્લાસ્ટ કર્યો હતો. અધિકારીઓને સૂચના મળતાં સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો હતો.

પઠાણકોટ વાયુ સેનાના એરબેઝ પર 2 જાન્યુઆરી 2016માં આતંકી હુમલો થયો હતો. ભારતીય સેનાના યુનિફોર્મમાં આવેલા બે આતંકવાદીએ ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં 7 જવાન શહીદ થયા હતા.

આતંકવાદીઓ ભારત-પાકિસ્તાન બોર્ડર પર રાવી નદીના રસ્તેથી આવ્યા હતા. ભારતીય વિસ્તારમાં આવીને આતંકવાદીઓ ગાડીઓને હાઈજેક કરીને પઠાણકોટ એરબેઝ પર પહોંચ્યા હતા.

પોલીસે આ પહેલાં ત્રણ એવી ઘટનાનો પર્દાફાશ કર્યો હતો, જેમાં પૈસા માટે આંતકી પ્રવૃત્તિમાં લોકો સામે થયા હોય એવું બહાર આવ્યું છે. આ પહેલાં પંજાબમાં અડધો ડઝન ટિફિન-બોમ્બ અને ગ્રેનેડ મળી ચૂક્યા છે.

Read About Weather here

બે દિવસ પહેલાં ફિરોઝપુરમાં સેખા ગામમાં ટિફિન-બોમ્બ મળ્યો હતો. બોમ્બને ટિફિનમાં બંધ કરીને જમીનમાં દાટી દેવાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here