આજે વર્લ્ડ અર્થ ડે

આજે વર્લ્ડ અર્થ ડે
આજે વર્લ્ડ અર્થ ડે
સુરત પાલિકાએ મગદલ્લા ખાતે દરિયામાં 2 કિમી સુધી વચ્ચે જઇને વિશાળ સ્પેસમાં આશરે 800 કરોડના ખર્ચથી ડિસેલિનેશન પ્લાન્ટ બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. સ્માર્ટસિટી મિશનમાં અગ્રેસર સુરતમાં હવે એ દિવસો દૂર નથી કે દરિયાનું 40 હજાર PPM જેટલું ખારાશયુક્ત પાણીનો પીવા માટે ઉપયોગ કરાશે.સુરતની કુલ વસતિને દૈનિક પાણીપુરવઠો પૂરો પાડનારું સૌથી મોટા ભંડાર સમાન તાપી નદીનું સરોવર પણ હાલમાં ઉનાળાના અંતિમ બે મહિનામાં ટૂંકા સાબિત થાય છે ત્યારે આ સરોવર સિવાયના પાણી સ્ત્રોતમાં વધારો કરવા તેમજ આગામી 100 વર્ષની વસતિ તથા વિસ્તારને ધ્યાનમાં રાખી દરિયાના પાણીને ઉપયોગમાં લેવા પ્લાનિંગ કરાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

મગદલ્લા તટ પર ડિસેલિનેશન પ્લાન્ટ બનાવવાની રૂપરેખા વચ્ચે સૌપ્રથમ 400 MLD ક્ષમતાનો પ્લાન્ટ ઇન્સ્ટોલ કરાશે.સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ પ્લાન્ટના નિર્માણ માટે સુરત પાલિકા ચેન્નઇના મોડલ પ્રોજેક્ટની માહિતી એકત્રિત કરી છે. એટલું જ નહીં, પણ પાલિકાના એક્સપર્ટ એન્જિનિયર્સની ટીમ પ્લાન્ટ નિર્માણ પૂર્વે ચેન્નઇની વિઝિટ પણ લેશે. ડિસેલિનેશન પ્લાન્ટથી શહેરની પાણી જરૂરિયાત સંતોષાશે, સાથે જ ડુમસ દરિયાઇ તટના વિસ્તારોમાં ફેલાયેલી ખારાશ પણ તબક્કાવાર ઘટશે, એટલે આ પ્રોજેક્ટને એન્વાયર્નમેન્ટ સાયન્ટિસ્ટોએ પણ પર્યાવરણ માટે લાભદાયી ગણાવ્યો છે.

આજે વર્લ્ડ અર્થ ડે ડે

વિશ્વ આખામાં જ્યારે ગ્લોબલ વોર્મિંગની અસર વર્તાઇ રહી છે ત્યારે ઋતુઓની અનિયમિતતાથી માઠી અસર વર્તાઇ છે. ખાસ કરીને વરસાદની અનિયમિતતાને લીધે પાકને નુકસાન તેમજ જળાશયો અધૂરાં રહી જાય ત્યારે દુકાળ પડવાની ભીતિ પણ રહેલી છે. આ સ્થિતિમાં દરિયાના વિપુલ પાણી ભંડાર પર ડિસેલિનેશન પ્લાન્ટની ઉપયોગીતા ફ્યુચર ડિમાન્ડ સાબિત થઇ રહી છે.સુરતના દરિયામાં બનનાર દક્ષિણ ગુજરાતનું સૌપ્રથમ ડિસેલિનેશન પ્લાન્ટની કોસ્ટ ખૂબ ઊંચી હોવાથી પાલિકાએ આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની ગ્રાન્ટ મેળવવા માટે પણ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ સાથે જ આ પ્રોજેક્ટ પાછળ સ્માર્ટસિટી મિશન હેઠળ મળતા અનુદાનનો પણ ઉપયોગ કરવાનું આયોજન હતું.

તેમ છતાં આ પ્રોજેક્ટ સાકાર કરવા પાલિકાએ હાલમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ અપનાવવા પણ કવાયત હાથ ધરી છે. જોકે એ પહેલાં પાલિકા તમામ ફિઝિબિલિટી રિપોર્ટ મેળવશે.મગદલ્લા નજીકમાં ડિસેલિનેશન પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવા પૂર્વે પાલિકા સરકાર સહિત સંબંધિત વિભાગોની મંજૂરી મેળવી આ પ્રક્રિયા માટે કન્સલ્ટન્સી નિયુક્ત કરશે. પ્રોજેક્ટ નિર્માણની કામગીરી સોંપ્યા પછી અઢી વર્ષના સમયમાં પ્રોજેક્ટ રેડી થઇ જવાની ધારણા વ્યક્ત કરાઇ છે.પીવાના પાણીના કાયમી વિકલ્પ તરીકે દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવતો પ્લાન્ટ નાખનારું ગુજરાત, તામિલનાડુ બાદ દેશનું બીજું રાજ્ય બનશે.

પાણી તંગીથી પીડિત ચેન્નઇમાં 2 પ્લાન્ટ કાર્યરત છે જ્યારે ભરૂચના દહેજમાં ઇન્ડસ્ટ્રીઝ એકમો દ્વારા પ્લાન્ટ નિર્માણ હેઠળ છે.તાપી નદીનું પાણી ન મળી શકે તો સુરતીજનો પર પાણીકાપ મૂકવાની નોબત આવે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી પાલિકા દ્વારા મગદલ્લા દરિયામાં ડિસેલિનેશન પ્લાન્ટથી રોજ 40 કરોડ લિટર પાણીનું ઉત્પાદન કરાશે. પ્રતિ 1 હજાર લિટર પાણીની કોસ્ટ 57 રૂપિયા જેટલી પડશે.

Read About Weather here

દરિયાના ખારા પાણીનો ડ્રિકિંગ વોટર તરીકે ઉપયોગ એક સ્વપ્ન હતું. ડિસેલિનેશન પ્લાન્ટની સાથે પાણીને ટ્રીટ કરવાની પદ્ધતિ માટે ફ્લોટેશન યુનિટ બનશે, જેમાં ક્લોરિન સહિતના કેમિકલનો ઉપયોગ કરાશે. શુદ્ધ પાણીને સ્ટોરેજ કરવા વિશાળ ટાંકી પણ બનાવવામાં આવશે.કન્વેન્શનલ બેરેજ સાકાર થયા પછી આગામી વર્ષો સુધી શહેરને પાણી તંગી નહીં પડે એવું પ્લાનિંગ છે. જોકે ભવિષ્યમાં જરૂર પડી તો ડિસેલિનેશન પ્લાન્ટનો વિકલ્પ છે, પણ એ ખૂબ કોસ્ટલી હોવાથી હાલ એ મુદ્દે વિચાર કરાઇ રહ્યો છે. – બંચ્છાનીધિ પાની, પાલિકા કમિશનર.તાપી નદીમાંથી નિઃશુલ્ક પાણી મળી જ રહ્યું છે ત્યારે બેરેજ સક્ષમ સાબિત થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here