આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવાની કોશિશ કરશો.ખર્ચ વધારે રહેશે જેના કારણે બજેટ ખરાબ થઇ શકે છે. બાળકોની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. તેમને ખુશ રાખવા સાથે-સાથે તેમના ઉપર આકરી નજર પણ રાખો.વ્યવસાયમાં આકરી મહેનતની જરૂરિયાત છે.પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.ગરમ-ઠંડુ ખાનપાનના કારણે ગળું ખરાબ થઇ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

તમારી પ્રભાવશાળી વાણી તથા વ્યવહાર અન્ય ઉપર પોઝિટિવ પ્રભાવ છોડશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. ઘર તથા વેપારમાં થોડી નવી યોજનાઓ બનશે.ભાઈ-બહેનો સાથે કોઇ વાતને લઇને વિવાદ શક્ય છે, એટલે થોડી સાવધાની જાળવો. ક્યારેક એવું લાગશે કે ભાગ્ય સાથ આપી રહ્યું નથી. પરંતુ આ માત્ર તમારો વહેમ હશે.મશીન કે ખાનપાનને લગતા વ્યવસાયમાં સારા કરાર પ્રાપ્ત થઇ શકે છે.પતિ-પત્ની વચ્ચે અકારણ જ કોઇ વિવાદ શક્ય છે.ભૂખ ન લાગવી કે અપચાની ફરિયાદ રહી શકે છે.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

સમય અનુકૂળ છે. હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું તમારા માટે સારું સાબિત થઇ શકે છે. તમે તમારી અંદર ખૂબ જ વધારે ઊર્જા અને આત્મવિશ્વાસનો અનુભવ કરશો અને તેના કારણે તમારા કાર્યોને સારા કરવામાં સક્ષમ રહેશો.ક્યારેક તમને તમારી મહેનતનું પરિણામ મોડું મળી શકે છે. સરકારી કાર્યોને બેદરકારીના કારણે અધૂરા ન છોડશો કેમ કે કોઇ પ્રકારની પેનલ્ટી પણ લાગી શકે છે. તમારા ઈગો અને ગુસ્સા ઉપર કાબૂ રાખવો જરૂરી છે.વિદેશને લગતા વ્યવસાયમાં સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.જીવનસાથી તથા પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ રહેશે.વધારે કામના કારણે શારીરિક અને માનસિક થાક રહેશે.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

ઘરમાં અનુશાસન તથા વ્યવસ્થા જાળવી રાખવામાં તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે. ધાર્મિક આયોજનને લગતી યોજના પણ શક્ય છે. સરકારી ગતિવિધિઓમાં તમને સારો નફો થવાની શક્યતા છે.ક્યારેક કોઇ નિર્ણય લેવામાં પરેશાની આવી શકે છે. કાકાના ભાઈ-બહેનો સાથે સંબંધોને સાચવીને રાખો, કેમ કે અકારણ જ કોઇ વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. રૂપિયાની લેવડ-દેવડ દરમિયાન ભૂલની શક્યતા છે.આજે માર્કેટિંગને લગતી ગતિવિધિને ટાળો.કોઇપણ પરેશાનીમાં જીવનસાથી તથા પરિવારના સભ્યોની સલાહ સંજીવની જેવું કામ કરશે.સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

અન્યની વ્યક્તિગત વાતો ઉપર વધારે ધ્યાન ન આપીને પોતાના કાર્યો પ્રત્યે એકાગ્ર રહો. સમય સફળતાદાયક છે તેનો ભરપૂર સહયોગ કરવો જરૂરી છે. કોઇપણ કાર્યને કરતા પહેલાં તેની રૂપરેખા તૈયાર કરવાથી યોગ્ય સફળતા મળશે.ખોટી ભાગદોડમા સમય ખરાબ થશે. જેના કારણે તણાવ પણ વધી શકે છે. બહારની ગતિવિધિઓમાં વધારે સમય પસાર કરવાથી તમારા પોતાના કામ અટકી શકે છે. અકારણ જ તમારો ગુસ્સો તમારા માટે નુકસાનકારક રહી શકે છે.વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.ગેસ અને કબજિયાતની તકલીફ રહી શકે છે.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી મુક્તિ મળશે. નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે મનોરંજન અને મેલ મિલાપમાં સારો સમય પસાર થશે. તમારી મહેનત અને પરાક્રમના બળે કોઇપણ મુશ્કેલ કામ તમે પૂર્ણ કરવામાં સમર્થ રહેશો.સંયુક્ત પરિવારમાં અલગ થવાની વાતો ઉપર ચર્ચા-વિચારણા થઇ શકે છે. કોઇપણ નિર્ણય ધૈર્ય અને વિવેકથી લેવો. ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને પણ ચિંતા રહેશે.વીમા તથા કમીશનને લગતા વ્યવસાયમાં લાભદાયક સ્થિતિ બની શકે છે.પતિ-પત્નીનો એકબીજા સાથે તાલમેલ એકબીજાના આત્મવિશ્વાસને જાળવી રાખશે.પરેશાનીઓના કારણે માનસિક તણાવ રહી શકે છે.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

આ સમયે ગ્રહ ગોચર સારું રહેશે. તમે તમારી અંદર અદભૂત ઊર્જા અનુભવ કરશો. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લગતી ગતિવિધિઓને લઇને સંપૂર્ણ રીતે ગંભીર રહેશે. ઘરમાં પ્રભાવશાળી લોકોનું આગમન થઇ શકે છે.બપોર પછી કોઇ કામ અટકી જવાથી માનસિક તણાવ રહેશે. કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં તેના અંગે ફરી વિચાર કરવો. ખર્ચના કારણે હાથ ખેંચમાં રહી શકે છે.ઉચ્ચ અધિકારી તથા સન્માનિત લોકો સાથે સંપર્ક જાળવી રાખવા વ્યવસાય માટે ફાયદાકારક રહેશે.પતિ-પત્નીમાં એકબીજા સાથે સારું તાલમેલ જળવાયેલું રહેશે.જોખમી કાર્યોમાં રસ ન લેવા.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

રાજનીતિ કે સામાજિક ક્ષેત્રમાં તમારા સંપર્ક મહત્ત્વપૂર્ણ લોકો સાથે વધારે ઘનિષ્ટ થશે. આ સમયે તમારી દિનચર્યામાં પરિવર્તનને લગતી જે યોજનાઓ બની રહી હતી, તેના ઉપર અમલ કરવાનો યોગ્ય સમય છે.ભાઇઓ સાથે કોઇ નાની વાતને લઇને એકબીજા સાથે સંબંધ ખરાબ ન કરશો. સમજદારીથી કામ લેશો તો જલ્દી જ ગેરસમજ દૂર થઇ શકે છે. તમારા વ્યક્તિગત કાર્યો સાથે-સાથે પારિવારિક ગતિવિધિઓ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે.કાર્યક્ષેત્રમાં છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી રાહત મળી શકે છે.ઘર અને વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.ખરાબ ખાનપાનના કારણે ગેેસ અને અપચાની ફરિયાદ રહી શકે છે.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સામાજિક તથા વ્યવસાયિક બંને જગ્યાએ તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. વારસાગત સંપત્તિ તથા વસીયત સાથે જોડાયેલાં મામલાઓ આજે ઉકેલાઇ શકે છે, એટલે કોશિશ કરતા રહો. ઘરમાં ધાર્મિક કાર્યોના આયોજનથી પોઝિટિવ ઊર્જા મળી શકે છે.આ સમયે તમારા વ્યવહારમાં અકારણ જ ગુસ્સાની સ્થિતિ બની શકે છે. તમારી કોઇ યોજના પણ સાર્વજનિક થઇ શકે છે. વાહન કે પ્રોપર્ટીને લગતી કોઇપણ કાર્યવાહી આજે ટાળો તો સારું.આજે કાર્યક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં યોગ્ય વ્યક્તિની સલાહ લો.લગ્નજીવનમાં ઈગો અને ગુસ્સાની સ્થિતિને સામેલ ન કરો.સ્વાસ્થ્ય યોગ્ય રહેશે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

રાજકારણને લગતી ગતિવિધિ સાથે જોડાયેલાં કોઇ વ્યક્તિની મદદ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. યુવાઓને પ્રતિયોગિતાને લગતી ગતિવિધિઓમાં સફળતા મળવાના ઉત્તમ યોગ છે. બજેટ પ્રમાણે ખર્ચ કરવો તમારી આર્થિક સ્થિતિને ઉત્તમ જાળવી રાખશે.ધ્યાન રાખો કે આળસના કારણે તમારા થોડા મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. નજીકના સંબંધીઓ સાથે વ્યવહાર કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો. ઘરના વડીલોના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન કરો તો સારું રહેશે.કાર્યક્ષેત્રમાં તમારી હાજરી તથા એકાગ્રતા વાતાવરણને યોગ્ય જાળવી રાખશે.પતિ-પત્નીના એકબીજા પ્રત્યે ભાવનાત્મક સંબંધ ગાઢ બનશે.વધારે કામના ભારના કારણે શારીરિક અને માનસિક થાક રહેશે.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

તમારી સંયમિત દિનચર્યા તમને શારીરિક અને માનસિક રીતે ઊર્જાવાન જાળવી રાખશે. આવકના સ્ત્રોત વધશે એટલે સમયનો યોગ્ય ઉપયોગ કરવો.કોઇ-કોઇ સમયે વધારે કામનો ભાગ ચિડીયા બનાવી શકે છે. જેના કારણે કોઇ સંબંધી સાથે વિવાદ થઇ શકે છે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.આ સમયે કોઇ વ્યવસાયિક યાત્રાનો પ્રોગ્રામ બની શકે છે, જે લાભદાયક રહી શકે છે.વ્યવસાય સાથે-સાથે પારિવારિક ગતિવિધિઓમાં પણ તમારો પૂર્ણ સહયોગ રહેશે.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં મોટાભાગનો સમય પસાર થશે. તમે ખૂબ જ સુકૂન અને શાંતિનો અનુભવ કરશો. અચાનક જ કોઇ મહત્ત્વપૂર્ણ કામ કરવાથી મન પ્રસન્ન રહી શકે છે. યુવાઓને કોઇ કરિયરને લગતા શુભ સમાચાર મળી શકે છે.પ્રોપર્ટીને લગતા મામલાઓમાં વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. એટલે વધારે વિવાદમાં પડશો નહીં અને તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખો. ઘરમાં જ કોઇ અનુભવી વ્યક્તિની સલાહને ઇગ્નોર કરો.વ્યવસાયિક દૃષ્ટિએ સમય ધનદાયક સાબિત થઇ શકે છે.કામ વધારે રહેવાના કારણે જીવનસાથી તથા પરિવારના લોકોને યોગ્ય સમય આપી શકશો નહીં.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here