આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.રોડ પર પાર્ક કરેલું કેમિકલ ટેન્કર લીક થતા 6ના મોત; 23થી વધુ કારીગરો-મજૂરો ગૂંગળાયા, પોલીસ કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા

વિશ્વ પ્રેમ મિલના 10 કારીગરો ગેસ લીકેજ થતા ગૂંગળાયા, કેટલાક દર્દીની ગંભીર તો કેટલાક દર્દીની હાલત સારી છેઃ ડોક્ટર

Visit Saurashtra Kranti Homepage here

2.અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો,રાજ્યમાં આગામી ચાર દિવસ માવઠાની આગાહી, ખેડૂતોને પાકની ચિંતા

બુધવારે ઉ.ગુજરાતના વાતાવરણમાં પલટો આવતાં અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો

3.7 મહિના પછી દિલ્હીમાં સંક્રમિતની સંખ્યા 10 હજારથી વધુ; મુંબઈમાં રેકોર્ડ 15 હજાર કેસ આવ્યા, 24 કલાકમાં 39%નો ઉછાળો

કોરોનાના દર્દીઓની સ્પીડ ફરી એક વખત વધવા લાગી છે. સૌથી વધુ ચિંતા રાજધાની દિલ્હી અને આર્થિક પાટનગર મુંબઈને લઈને છે, જ્યાં દરરોજ સંક્રમિતોનો આંકડો એક નવો રેકોર્ડ બનાવે છે.

4. હાઈવે પર જ્યાં કાફલો રોકાયો, ત્યાંથી પાકિસ્તાનની બોર્ડર માત્ર 30 કિલોમીટર દૂર, આ એરિયામાં થયા છે અનેક બ્લાસ્ટ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો બુધવારે લગભગ 20 મિનિટ સુધી ઘણી જ અસુરક્ષિત જગ્યાએ રોકાય રહ્યો.

5.કોહલી બે સ્થાન ખસીને 9મા પર, બુમરાહ ટોપ-10માં પાછો આવ્યો

રાહુલ 18 સ્થાનના ફાયદા સાથે 31મા ક્રમે

6. મેગા ઓક્શનની તારીખોમાં ફેરફાર થવાની શક્યતા, BCCIએ કહ્યું- અમે સરકારની માર્ગદર્શિકા પ્રમાણે નિર્ણય લઈશું

IPL 2022ના ઓક્શનમાં 10 ટીમો સામેલ, IPL ફરીથી નવા વર્ષે કોરોનાના સકંજામાં ફસાઈ શકે એમ લાગી રહ્યું છે. BCCIએ તાજેતરમાં જ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીની સાથે સીકે નાયડૂ ટ્રોફી અને સીનિયર મહિલા T-20 લીગ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. 

7.બોપલમાં ઇસ્કોન પ્લેટિનિયમ, શાહીબાગમાં શિવાલિક રેસિડન્સી સહિત 23 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં

કોરોનાના કેસની સમીક્ષાના આધારે મ્યુનિ.એ શહેરના વધુ 23 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુક્યા છે. કન્ટેઈનમેન્ટમાં મુકાયેલા 23માંથી 18 વિસ્તાર પશ્ચિમના છે.

8.હવે જો તકેદારી નહીં રાખીએ તો પીક વખતે ગયા વર્ષની તુલનાએ કોરોનાના કેસ ત્રણ ગણાથી વધુ નોંધાઈ શકે છે’

નિષ્ણાત ડોક્ટરોએ કહ્યું, ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે, ચેતવું જરૂરી છે

9.ગુજરાતની જેલોમાં બંધ કેદીઓમાંથી 575 કેદીઓ ગ્રેજ્યુએટ અને 175 પોસ્ટ-ગ્રેજ્યુએટ, 45 ટકા કેદીઓની ઉંમર તો 18થી 30 વર્ષની!

રાજ્યમાં ભણેલા-ગણેલા યુવાનો ગુનાખોરીમાં સપડાઇ રહ્યા હોવાનો NCRBના અહેવાલમાં ખુલાસો, રાજ્યમાં કુલ કેદીમાંથી 6588 18થી 30 વર્ષના, જ્યારે 30થી 50 વર્ષના 6005 છે, 13762 કેદીની ક્ષમતા સામે 15217 કેદી સજા કાપી રહ્યા છે

Read About Weather here

10.નેશુ નદીનો 47 વર્ષ જૂનો પુલ જાણે દરિયામાંથી પસાર થતો હોવાનો અદભુત નજારો

નેશુ નદીના કિનારા વિસ્તારમાં ફુગારાના પાણીથી ખેડૂતો ખેતી કરતા હોવાથી, ચોમાસામાં પાકની વાવણી કરી દેતા હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here