આજથી ઓટો અને ટેક્સી ડ્રાઈવરોની હડતાલ…!

આજથી ઓટો અને ટેક્સી ડ્રાઈવરોની હડતાલ…!
આજથી ઓટો અને ટેક્સી ડ્રાઈવરોની હડતાલ…!
સીએનજી સહિતનાં ઇંધણનાં સતત વધતા જતા ભાવ સામે વિરોધ વ્યક્ત કરવા અમદાવાદની જેમ હવે દિલ્હીમાં ઓટો રીક્ષા અને ટેક્સી ડ્રાઈવરો આજથી બે દિવસની હડતાલ પર ઉતરી ગયા છે. પરિણામે હજારો દિલ્હીવાસીઓ સવારે ઓફિસે કે કામે જતી વખતે રઝળી પડ્યા હતા. દિલ્હીમાં બે દિવસની હડતાલનું એલાન અપાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

રીક્ષા અને ટેક્સી ચાલકોનાં યુનિયને ઇંધણનાં ભાવ ઘટાડવા અને ઉતારું દરમાં વધારો કરવાની સરકાર સમક્ષ માંગણી કરી છે. દિલ્હી સરકારે ભાવ બાંધણું કરવા માટે સમિતિની રચના પણ કરી છે અને ઉકેલ માટે ખાતરી આપી છે. છતાં ઓટો અને ટેક્સી એસોસિએશન દિલ્હીએ તા.18 અને 19 બે દિવસ હડતાલનું એલાન આપી દીધું છે.

Read About Weather here

દિલ્હી ઓટો રીક્ષા સંઘનાં મહામંત્રી રાજેન્દ્ર સોનીએ એવો આક્ષેપ કર્યો હતો કે, કેન્દ્ર અને દિલ્હી સરકાર અમારી માંગણી પ્રતિ કોઈ ધ્યાન આપતા નથી. અમે ભાડા વધારવા માંગતા નથી પરંતુ અમારી એક જ માંગણી છે કે, સીએનજીનાં ભાવ ઘટાડવામાં આવે અને સીએનજીનાં ભાવ પર પ્રતિકિલો ગ્રામ રૂ.35 સબસીડી આપવામાં આવે.
કેટલાક યુનિયનો હડતાલમાં જોડાયા નથી. જ્યાં સુધી ઇંધણનાં ભાવ ન ઘટે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાનું જાહેર કરાયું છે. હડતાલને કારણે મોટાભાગની રીક્ષાઓ અને ટેક્સીઓ દિલ્હીનાં માર્ગો પર જોવા નહીં મળે. પરિણામે હજારો દિલ્હીવાસીઓને ભારે પરેશાની સહન કરવી પડશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here