અસહ્ય ગરમીથી જનજીવન ત્રસ્ત: રાજકોટમાં તાપમાન 42.6 ડિગ્રી

અસહ્ય ગરમીથી જનજીવન ત્રસ્ત: રાજકોટમાં તાપમાન 42.6 ડિગ્રી
અસહ્ય ગરમીથી જનજીવન ત્રસ્ત: રાજકોટમાં તાપમાન 42.6 ડિગ્રી
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં લગભગ તમામ શહેરોમાં કાળઝાળ અને ભયાનક હીટવેવનું મોજું વધુ આકરું બન્યું છે. રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર સહિતનાં શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રી પાર કરી જતા અસહ્ય ગરમીથી લોકો ત્રાસી ઉઠ્યા છે. હજુ 48 કલાક સુધી ભયાનક હીટવેવ ચાલુ રહેવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

હવામાન ખાતાનાં જણાવ્યા મુજબ ઉતર પશ્ચિમ બાજુનાં પવન ફૂંકાવાને કારણે ગરમીનું મોજું વધુ આકરું બન્યું છે. દિવસભર સખ્ત લૂ પણ ફૂંકાતી રહેતી હોવાથી વાતાવરણ અસહ્ય બન્યું છે. સૂર્ય નારાયણનાં પ્રકોપનાં લોકો રીતસર શેકાતા હોય તેવા અનુભવ થઇ રહ્યા છે.

તાપમાનનો પારો રોજેરોજ ઊંચકતો જાય છે. રાજકોટમાં આજે સવારે વાદળો ઘેરાયા હતા. બપોર બાદ આકરો તાપ અને લૂ નું સામ્રાજ્ય પ્રસરી ગયું હતું. મહત્તમ તાપમાનનો પારો વધીને 42.6 ડિગ્રી થઇ ગયો હતો. આજનું તાપમાન સૌરાષ્ટ્રનું સૌથી ઊંચું તાપમાન રહ્યું હતું. જેથી રાજકોટ આજે સૌથી વધુ ગરમ શહેર બન્યું હતું. રાજકોટ ઉપરાંત પોરબંદર, સુરેન્દ્રનગર, કેશોદ વગેરે શહેરોમાં હીટવેવ ફરી વળવાની આગાહી કરવામાં આવી છે.

આજે રાજકોટમાં મહત્તમ તાપમાન રાજકોટમાં 42.6, અમદાવાદમાં 42.6, ગાંધીનગર 42.3 અને કેશોદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઓખા,પોરબંદર, વેરાવળ, દ્વારકા જેવા દરિયા કાંઠા વિસ્તારોમાં તાપમાન ઘણું ઓછું રહ્યું હતું. પણ અન્ય શહેરોમાં હીટવેવ આગળ વધી રહ્યું છે. હજુ બે દિવસ સુધી લોકોને સાવધાની રાખવા તાકીદ કરવામાં આવી છે.

Read About Weather here

સલામતી ખાતર અમદાવાદમાં 3 દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને લીંબુ સરબત, નારીયેલ પાણી, વરીયાળી સરબતનું જોર રાખવા અને આકરા તાપમાં ઘરની બહાર ન નીકળવા સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here