અરે વાહ! વાપીમાંથી બુકીને પકડી લીધો, રાજકોટમાં પધરામણી પહેલા ‘વહીવટ’…!??

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજ્યમાં ઓનલાઈન જુગારની બદી દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે રાજકોટ પોલીસ પણ આ બદી વિરૂધ્ધ લડવા માટે કાર્યવાહી કરી રહી છે. પરંતુ ઓનલાઈન જુગારની બદી ડામવા માટે પુરતા પગલા લેવાતા જણાતા નથી. કારણ કે આ જુગારના રમનારા તો ક્યારેક-ક્યારેક ઝડપાય જાય છે, પરંતુ તેના આકાઓ સુધી પોલીસ પહોંચતી નથી કે પહોંચવા પ્રયાસ કરતી નથી.

Visit Saurashtra Kranti Homepage here

ડિજિટલ ભારતમાં સટ્ટોડિયાઓ પણ ડિજિટલ થતા જાય છે. પરંતુ તેની સામે લડવા પોલીસ ડિજિટલ થઈ શકી નથી તેવું જણાય છે. આઇડી પર જુગાર રમનારો આરોપી ઝપાયાય છે પરંતુ તેની પાસે ઓનલાઈન આ.ડી. કેમ આવ્યું અને તેના નાણાંકીય વ્યહારો કેમ થાય છે તેની ઊંડાણ પુર્વકની તપાસ થઇ શકતી નથી!?

ત્યારે રાજકોટ પોલીસ દ્વારા શહેરના આજુબાજુના વિસ્તારમાં અને બુકીઓ કોઇના ડર વિના પોતાનો ધંધો ધમધમાવી રહ્યા છે તેને પકડવામાં આવી નથી રહ્યાને તાજેતરમાં રાજકોટ પોલીસની ખાસ બ્રાન્ચે છેક સુરત અને મુંબઇના વિસ્તારમાંથી રાજકોટના બુકીને શોધીને પક્ડયાનું જાણવા મળેલ છે. આ બાબતે હજુ સુધી પોલીસ તરફથી કોઇ માહિતી નથી પરંતુ પોલીસના બુકીના લીસ્ટમાં તેમનુ નામ 15મું છે.

જો પોલીસ છેક સુરત અને મુંબઇથી બુકીને પકડી લાવવામાં સક્ષમ હોય તો  શહેરના આજુબાજુમાં મોટાગજાના 10થી વધુ બુકીઓ પોતાનું કામ કરી રહ્યા છે અને આ વાત સરાજાહેર જ છે, છતા તેને પકડવામાં પોલીસ વામણી સાબીત થઇ હોય તેવુ લાગી રહ્યું છે. તેમા પણ તુલારાશીનો બુકી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પોતાનું નેટવર્ક ચલાવે છે અને પોલીસના પણ તેની માંથે ચાર હાથ હોય તેવુ સૌ કોઇમાં ચર્ચાઇ રહ્યું છે.

રાજકોટમાં જ ખાલી બુકી ક્ષેત્રે દરરોજ 25 કરોડથી વધુના વહીવટો ખાનગી આંગણીયા પેઢી મારફત કરવામાં આવી રહ્યા છે. છતા આ અંગે પોલીસ અજાણ છે કે જાણી જોઇને અજાણ બને છે તે વાત કહી ન શકાય.  ઉપરાંત અનેક બુકી સાથે ધંધો ચાલુ રાખવા બદલ હપ્તા બાંધ્યાની શહેરભરમાં ચર્ચાઓ થઇ રહી છે. આ અંગે  ઉચ્ચ અધિકારીઓ  ખરેખર અજાણ કે જાણી જોઇને અજાણ બનવાનો દેખાવો કરે છે??

Read About Weather here

લગભગ દરેક ઓનલાઈન સટ્ટા, જુગાર રમતા આરોપીઓ વિરુધ્ધ જુગાર ધારની કલમો લગાવી કેસ પુર્ણ થતો જોઈ શકાય છે. જ્યારે રાજ્યમાં ઓનલાઈન જુગારની બદી એટલી વ્યાપક ફેલાઈ છે કે તેને નાથવી ખુબ જરૂરી બની ગઈ છે. સાથે જ આ ઓનલાઈન જુગારના નાણાના સ્ત્રોત ઝડપવા કાર્યવાહી થવી જોઈએ કારણ કે આ નાણઆ દેશ વિરોધી તત્વોના હાથમાં જાય તેની શક્યતા નકારી શકાય નહીં. વળી દરેક બુકીઓ વિદેશ કે અન્ય રાજ્યોથી સામ્રાજ્ય ઓપરેટ નથી કરતા હોતા કેટલાક સ્થાનિક બુકીઓ પણ હોય છે. પરંતુ કોઈ કારણોસર તેમના સુધી સ્થાનીક પોલીસ પહોંચતી નથી હોતી અને અનેક બુકીઓ પોલીસના હાથે લાગેલા છે પણ મલાઇ કાઢીને તમામને જવા દિધાની પણ ચર્ચાઓ શહેરભરમાં થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here