અમેરિકા મોદી પર ઓળઘોળ, રિન્યુએબલ ઉર્જાનાં સહાયની ઓફર

અમેરિકા મોદી પર ઓળઘોળ, રિન્યુએબલ ઉર્જાનાં સહાયની ઓફર
અમેરિકા મોદી પર ઓળઘોળ, રિન્યુએબલ ઉર્જાનાં સહાયની ઓફર

અમેરિકાનાં પર્યાવરણ દૂત અને બાઈડનનાં પ્રતિનિધિ જોન કેરી ભારત યાત્રા પર: વડાપ્રધાનની કામગીરીની ભરપુર પ્રશંસા કરતા બાઈડનનાં દૂત

પર્યાવરણ સુધારણા અને રીન્યુએબલ ઉર્જાનાં ઉત્પાદનમાં અમેરિકા તરફથી સંપૂર્ણ સહાયની ઓફર કરતા અમેરિકી રાષ્ટ્ર પ્રમુખનાં પર્યાવરણ એલચી તથા ખાસ દૂત જોહન કેરીએ જણાવ્યું હતું

Visit Saurashtra Kranti Homepage here

કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નક્કી કરેલા રીન્યુએબલ એનર્જીનાં લક્ષ્યાંકને 2030 સુધીમાં સિધ્ધ કરવા માટે અમેરિકા ટેકનોલોજી અને નાણાની સહાય કરશે. કેરી ભારતની ત્રણ દિવસની યાત્રાએ આવ્યા છે.

તેમણે ગઈકાલે કેન્દ્રનાં પર્યાવરણ, વન અને હવામાન મંત્રી ભુપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરી હતી.

ભારત અને અમેરિકાનાં ક્લીનએનર્જી એજન્ડા અંતરગત પર્યાવરણ અને હવામાનની શુધ્ધતાનાં પ્રોજેક્ટ અને એ માટેની નાણાંકીય સહાય અંગે વાટાઘાટો કરવા બાઈડનનાં દૂત ભારતની મુલાકાતે આવ્યા છે.

વડાપ્રધાન મોદી અમેરિકાની મુલાકાત માટે જવાના છે તે પહેલા કેરીની ભારત યાત્રાને સૂચક માનવામાં આવે છે.

જોહન કેરીએ જણાવ્યું હતું કે, ગ્લાસગો ખાતે યોજાનારી કલાઈમેટ કોન્ફરન્સ પહેલા ભારત અને એમરિકા વચ્ચે શુધ્ધિ ઉર્જા રોકાણ અને વ્યાપારને વેગ આપવા અમેરિકાનો ઈરાદો છે.

તેમને કહ્યું હતું કે, જો શુધ્ધ ઉર્જા માટેની તક ભારત ઝડપી લેશે તો સોલાર પેનલ તથા બેટરી માટેની સૌથી મોટી વિશ્ર્વ બજાર બની જશે. ભુપેન્દ્ર યાદવને મળ્યા બાદ હવામાનનાં પ્રશ્ર્ને ચર્ચા કરવા

માટે જોન કેરીએ વિદેશ મંત્રી એસ.જે.શંકર અને કેન્દ્રનાં રીન્યુએબલ એનર્જી મંત્રી આર.કે.સીંગની પણ મુલાકાત લીધી હતી.

તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન મોદીને આવકારવા માટે અમેરિકાનું વહીવટીતંત્ર આતુર છે. બંને દેશો સાથે મળીને હવામાન સુધારણાનાં પગલાની રૂપરેખા તૈયાર કરશે.

વાતાવરણમાં કાર્બનનું ઉત્સર્જન ઓછામાં ઓછું થાય અને બંને દેશોનાં અર્થતંત્રને તથા ખાસ કરીને ઉર્જા ક્ષેત્રને ફાયદો થાય

Read About Weather here

તે માટેનો માર્ગ નક્કી કરવામાં ભારતને મદદ મળશે. ભારતનો 450 જી.ડબલ્યુ રીન્યુએબલ ઉર્જાનો લક્ષ્યાંક પરીપૂર્ણ કરવા માટે અમેરિકા સહયોગ આપશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here